BJP સત્તામાં આવશે તો હૈદરાબાદ બની જશે ભાગ્યનગર, પૂર્વ CM રઘુવર દાસે કહ્યું- તેલંગાણાના લોકોમાં TRS સરકાર સામે રોષ

|

Jul 02, 2022 | 8:53 AM

રાજસ્થાનના ઉદયપુર મર્ડર (Udaipur Murder) પર પૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસે કહ્યું કે ગરીબ પરિવારમાંથી આવતા કન્હૈયા લાલની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તેણે કહ્યું કે હત્યારાઓ ISIS અને પાકિસ્તાન સાથે સંબંધિત છે.

BJP સત્તામાં આવશે તો હૈદરાબાદ બની જશે ભાગ્યનગર, પૂર્વ CM રઘુવર દાસે કહ્યું- તેલંગાણાના લોકોમાં TRS સરકાર સામે રોષ
ઝારખંડના પૂર્વ સીએમ રઘુવર દાસે કહ્યું- લોકો અને મુસ્લિમ સમુદાયે ઓવૈસીને નકાર્યા (ફાઇલ ફોટો)

Follow us on

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા રઘુવર દાસે (Raghubar Das)શુક્રવારે હૈદરાબાદના ભાગ્યલક્ષ્મી મંદિરની (Bhagya Lakshmi Temple) મુલાકાત લીધી હતી. અને દેવીના આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે જો તેલંગાણા રાજ્યમાં ભાજપ સત્તામાં આવશે તો હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે અહી વ્યાપારી હોય કે સામાન્ય લોકો, તેઓમાં TRS સરકાર સામે નારાજગી છે. રઘુવર દાસે કહ્યું કે આ એટલા માટે છે કારણ કે આ સરકાર વંશવાદની રાજનીતિ કરે છે અને માત્ર પરિવાર વિશે જ વિચારે છે. બીજી તરફ રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યા(Kanhaiya Lal Murder પર પૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસે કહ્યું કે હત્યારાઓનું પાકિસ્તાન સાથે કનેક્શન છે.

તેલંગાણાના લોકો ભાજપની તરફેણમાં છે

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસે કહ્યું કે TRS પાર્ટીએ ક્યારેય તેલંગાણાના લોકોના કલ્યાણ વિશે વિચાર્યું નથી. તેમણે કહ્યું કે અહીંના લોકો હવે ભાજપની તરફેણમાં છે. આ દરમિયાન તેણે ઓવૈસી પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ઝારખંડના લોકોએ ખાસ કરીને મુસ્લિમ સમુદાયે ઓવૈસીને નકારી કાઢ્યા છે. તેઓ ઝારખંડમાં એક પણ સીટ જીતી શક્યા નથી. રઘુવર દાસે કહ્યું કે જે લોકો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરે છે તેમને પીએમ મોદીના શાસનમાં રાજકારણમાં કોઈ સ્થાન નથી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

વોટ બેંક માટે હિંસા ભડકાવવાનો પ્રયાસ

બીજી તરફ રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યા પર પૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસે કહ્યું કે હત્યારાઓના આતંકવાદીઓ સાથે કનેક્શન છે. તેમણે કહ્યું કે ગરીબ પરિવારમાંથી આવતા કન્હૈયા લાલની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તેણે કહ્યું કે હત્યારાઓ ISIS અને પાકિસ્તાન સાથે સંબંધિત છે. રઘુવર દાસે કહ્યું કે ભાજપ ક્યારેય લોકોને વિભાજિત કરવાની રાજનીતિ કરતું નથી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે તેઓ રાજકીય વોટ બેંક ખાતર હિંસા ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસે હંમેશા તુષ્ટિકરણની રાજનીતિ કરી છે.

Published On - 8:51 am, Sat, 2 July 22

Next Article