‘જવાદ’ વાવાઝોડા પછી આવશે ‘આસાની’, પહેલેથી જ નક્કી કરેલા હોય છે વાવાઝોડાના નામ

|

Dec 03, 2021 | 4:32 PM

શું તમે જાણો છો કે 'જવાદ' પછી આવનારા આગામી વાવાઝોડાનું નામ 'આસાની' છે. આ નામ કોણે આપ્યું અને વાવાઝોડાની યાદીમાં બીજા કયા નામ સામેલ છે,જાણો આ તમામ વિગત.

જવાદ વાવાઝોડા પછી આવશે આસાની, પહેલેથી જ નક્કી કરેલા હોય છે વાવાઝોડાના નામ
Symbolic Photo

Follow us on

હવામાન વિભાગે(Meteorological Department) 4 ડિસેમ્બરે જવાદ(Jawad Cyclone) નામનું વાવાઝોડુ ત્રાટકવાની આગાહી કરી છે. ‘જવાદ’ ચક્રવાતને કારણે દેશના ઘણા ભાગોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આંધ્ર પ્રદેશ(Andhra Pradesh) પછી આ વાવાઝોડું ઓડિશા(Odisha) તરફ પહોંચશે અને ત્યાં ભારે વરસાદ પડશે. શું તમે જાણો છો, ‘જવાદ’ પછી આવનારા આગામી વાવાઝોડાનું નામ ‘આસાની’ છે. આ નામ કોણે આપ્યું છે, મોટાભાગના તોફાનોના નામ આટલા વિચિત્ર કેમ છે,જાણો તેમના નામ કેવી રીતે નક્કી કરવામાં આવ્યા.

 

જવાદ પછી આવનારા તોફાનોના નામ જાણો

હવામાન વિભાગ (IMD) એ અત્યાર સુધીમાં 169 વાવાઝોડાના નામ જાહેર કર્યા છે. આ નામોને એપ્રિલ 2019 માં વર્લ્ડ મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (WMO) પેનલ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. યાદી અનુસાર, જાવદ પછી આવનારા આગામી વાવાઝોડાનું નામ ‘આસાની’ હશે. આ નામ શ્રીલંકા દ્વારા આપવામાં આવ્યું છે. આ પછી, થાઈલેન્ડના ‘સિત્રાંગ’, UAEથી ‘મેન્ડસ’ અને યમનના ‘મોચા’ જેવા તોફાનોના નામ આપવામાં આવ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અહીં જુઓ વાવાઝોડાઓની સંપૂર્ણ યાદી

 

13 દેશોએ 169 નામોની યાદી તૈયાર કરી. વાવાઝોડાના નામકરણની પ્રક્રિયામાં સામેલ દરેક દેશ દીઠ 13 નામ આપવામાં આપ્યા છે. કુલ મળીને 169 નામોની યાદી તૈયાર કરવામાં આવી છે. ભારત દ્વારા આપવામાં આવેલા વાવાઝોડાના નામોમાં ગતિ, તેજ, ​​મુરાસુ, આગ, વ્યોમ, ઝર, પ્રોબાહો, નીર, પ્રભંજન, ઘુર્ની, અમ્બુદ, જલધી અને વેલાનો સમાવેશ થાય છે.

બાંગ્લાદેશ અને ભારત યાદીમાં પ્રથમ શા માટે, જાણો

નામકરણની પ્રક્રિયામાં, સભ્ય દેશો દ્વારા તેમના વતી આપવામાં આવેલા નામોની યાદી, તે દેશોની આલ્ફાબેટીકલ લિસ્ટિંગ કરવામાં આવે છે. મૂળાક્ષરો પ્રમાણે પહેલા બાંગ્લાદેશ (બાંગ્લાદેશ), પછી ભારત (ભારત) અને પછી ઈરાન (ઈરાન) અને અન્ય દેશોના નામ આપવામાં આવ્યા છે, તે જ ક્રમમાં તોફાની વાવાઝોડાના નામ સૂચવેલા નામ પરથી રાખવામાં આવ્યા છે.

નામોનો વિશેષ અર્થ

વાવાઝોડાને આપવામાં આવેલા નામનો વિશેષ અર્થ હોય છે, જે નામ આપનાર દેશની ભાષા અને સંસ્કૃતિ દર્શાવે છે. તાજેતરમાં આવેલા વાવાઝોડા ‘જવાદ’ના ઉદાહરણથી આ વાત સમજી શકાય છે. જેનું નામ સાઉદી અરેબિયાએ આપ્યું છે. જવાદ અરબી શબ્દ છે જેનો અર્થ થાય છે ‘ઉદાર’.

વાવાઝોડાના નામ આટલા વિચિત્ર કેમ ?

એટલાન્ટિક પ્રદેશમાં 1953માં સંધિ સાથે વાવાઝોડાનું નામકરણ રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે હિંદ મહાસાગર ક્ષેત્રમાં આ સિસ્ટમ વર્ષ 2004માં શરૂ થઈ હતી. ભારતની પહેલ પર આ ક્ષેત્રના 8 દેશોએ વાવાઝોડાને નામ આપવાનું શરૂ કર્યું. જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદીવ્સ, મ્યાનમાર, ઓમાન અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે. ત્યારપછી વર્ષ 2018માં યુએઈ, ઈરાન, કતાર અને યમન જેવા દેશો પણ તેમાં જોડાયા હતા. આ 12 દેશો તોફાનોના નામ આપે છે.

હાલમાં, વાવાઝોડા માટે પ્રથમ સૂચિમાં ફક્ત નામોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમ કે સાઉદી અરેબિયા દ્વારા આપવામાં આવેલ નામ જવાદ. વાવાઝોડાના નામકરણ માટે પ્રથમ યાદી પૂર્ણ થયા પછી, બીજી યાદીના નામ લેવામાં આવશે.

આ પણ વાંચોઃ ઇસ્લામિક સ્ટેટે ઇરાકના ઉત્તરમાં મખમૌર વિસ્તારમાં હુમલો કર્યો, જેમાં 10 સૈનિક સહિત 13 લોકોના મોત થયા

આ પણ વાંચોઃ IND vs NZ 2nd Test : ખાતું ખોલાવ્યા વગર વિરાટ કોહલી આઉટ, થર્ડ અમ્પાયરે રિવ્યુમાં કરી ભૂલ, LBW આપવા પર ઉઠ્યા સવાલ

Published On - 4:30 pm, Fri, 3 December 21

Next Article