Jammu Kashmir: અનંતનાગમાં CRPF બંકર પર આતંકી હુમલો, સર્ચ ઓપરેશન ચાલુ

કેપી રોડ પર બનેલા સીઆરપીએફ બંકર પર આતંકીઓએ ફાયરિંગ કર્યુ. ગોળીબારીનો અવાજ સંભળાતા જ લોકોમાં ભાગદોડ મચી ગઈ.

Jammu Kashmir: અનંતનાગમાં CRPF બંકર પર આતંકી હુમલો, સર્ચ ઓપરેશન ચાલુ
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 6:34 PM

જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)માં આતંકવાદીઓ તેમની નાપાક હરકતોને ઓછી કરવાનું નામ નથી લઈ રહ્યા. અનંતનાગ (Anantnag)માં ફરી એક વખત સીઆરપીએફ (CRPF)પર હુમલો કર્યો છે. જાણકારી મુજબ આતંકીઓએ સીઆરપીઆર બંકર (CRPF Bunker) પર ફાયરિંગ કર્યુ છે. જો કે આ હુમલામાં કોઈના ઘાયલ થવાના સમાચાર સામે આવ્યા નથી. આ ઘટના આજની એટલે કે બુધવારની છે, જ્યારે કેપી રોડ પર બનેલા સીઆરપીએફ બંકર પર આતંકીઓએ ફાયરિંગ કર્યુ. ગોળીબારીનો અવાજ સંભળાતા જ લોકોમાં ભાગદોડ મચી ગઈ. ત્યારે સુરક્ષાદળોએ તરત જ વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ કેપી રોડ પર એફએમ ગલીમાં સીઆરપીએફ બંકર પર હુમલો કર્યો.

ઘાટીમાં સુરક્ષાદળો સતત આતંકવાદીઓનો સફાયો કરવામાં લાગ્યા છે. આ જ કારણ છે કે આતંકવાદીઓ સુરક્ષાદળોના આ ઓપરેશનથી ગભરાઈ ગયા છે અને આ પ્રકારના હુમલાને અંજામ આપી રહ્યા છે.

લશ્કર-એ-તૈયબાના 6 આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરવામાં આવી

તાજેતરમાં જ સુરક્ષાદળોને મોટી સફળતા મળી હતી, જેમાં સોપોર અને બાંદીપોરા વિસ્તારોમાં લશ્કર-એ-તૈયબાના 6 આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ છ આતંકવાદીઓના કબજામાંથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. આ પહેલા રવિવારે જમ્મૂ-કાશ્મીરના શ્રીનગરમાં રવિવારે આતંકવાદીઓ તરફથી સુરક્ષાદળો પર કરેલા ગ્રેનેડ હુમલામાં એક પોલીસકર્મી અને એક સામાન્ય નાગરિક ઘાયલ થયા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે સાંજે 7.20 વાગ્યે આતંકીઓએ સરાફ કદલ વિસ્તારમાં તૈનાત પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના જવાનો પર ગ્રેનેડ હુમલો કર્યો. આ હુમલામાં પોલીસ કોન્સ્ટેબલ મેહરાજ અહમદ અને સ્થાનિક નિવાસી સરતાજ અહમદ ઘાયલ થઈ ગયા. તેમને નજીકની એસએમએચએસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Pakistan: મુશ્કેલીમાં પડ્યા ઈમરાન ખાન, ચૂંટણી પંચે વિદેશી ફંડના દસ્તાવેજો સાર્વજનિક કરવાનો આપ્યો આદેશ

આ પણ વાંચો: મોદી સરકારનો મોટો નિર્ણય – આ લોકોના ખાતામાં ટ્રાન્સફર થશે 974 કરોડ રૂપિયા, જાણો કોને અને કેવી રીતે થશે ફાયદો

g clip-path="url(#clip0_868_265)">