Jammu-Kashmir: આતંકવાદી હુમલાના એક દિવસ બાદ રાજનાથ સિંહ પહોંચ્યા રાજૌરી, સૈનિકોની વધારી હિંમત
આ પહેલા રાજનાથ સિંહ જમ્મુ પહોંચ્યા હતા. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને આર્મી ચીફ જનરલ મનોજ પાંડે પણ ત્યાં હાજર હતા. આ પછી રાજનાથ સિંહ રાજૌરી પહોંચ્યા અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સેના સતત આતંકીઓની શોધમાં લાગેલી છે. શુક્રવારે એન્કાઉન્ટર દરમિયાન અહીં 5 જવાન શહીદ થયા હતા. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથી સિંહ શનિવાર રાજૌરી પહોંચ્યા હતા જ્યાં તેમણે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન રાજનાથ સિંહ સૈન્યના જવાનોને પણ મળ્યા હતા અને તેમની હિંમત વધારતા તેમને હોંસલા બુલંદ રાખવા કહ્યું હતું.
આ પહેલા રાજનાથ સિંહ જમ્મુ પહોંચ્યા હતા. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને આર્મી ચીફ જનરલ મનોજ પાંડે પણ ત્યાં હાજર હતા. આ પછી રાજનાથ સિંહ રાજૌરી પહોંચ્યા અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. આ સિવાય જવાનોને મળ્યા અને તેમની સાથે વાત કરી અને પરિસ્થિતિનો પણ તાગ મેળવ્યો.
#WATCH | Defence Minister Rajnath Singh interacts with soldiers at the Army Base Camp in Rajouri, Jammu and Kashmir pic.twitter.com/zOrbf6xFc2
— ANI (@ANI) May 6, 2023
#WATCH | Defence Minister Rajnath Singh reaches Rajouri
5 soldiers lost their lives in an explosion during an encounter with terrorists in Rajouri yesterday. pic.twitter.com/JEU1xhx36p
— ANI (@ANI) May 6, 2023
અગાઉ, COAS જનરલ મનોજ પાંડે અને ભારતીય સેનાના તમામ રેન્કોએ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી ખાતે શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. હવાલદાર નીલમ સિંહ, એનકે અરવિંદ કુમાર, એલ/એનકે આરએસ રાવત, પં. પ્રમોદ નેગી અને પં. એસ. છેત્રીનો સમાવેશ થાય છે.
IED બ્લાસ્ટમાં 5 સૈનિક શહીદ
આપને જણાવી દઈએ કે, આતંકીઓ સાથેના અથડામણ દરમિયાન IED બ્લાસ્ટના કારણે 5 જવાન શહીદ થયા હતા અને એક ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલ જવાન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સુરક્ષા દળોને રાજૌરીના કાંડી વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા દળો જેવા આતંકીઓ પાસે પહોંચ્યા કે આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. જેના પર સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટર શરૂ થયું. આ દરમિયાન એક આતંકીના મોતના પણ સમાચાર છે.
રાજૌરીમાં મે મહિનાથી ઓપરેશન ચાલુ છે
આપને જણાવી દઈએ કે, આતંકીઓની શોધમાં સેના રાજૌરીમાં 3 મેથી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. 5 મેના રોજ પણ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગુફામાં છુપાયેલા આતંકીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો જેમાં 5 જવાન શહીદ થયા હતા. આ સિવાય બારામુલ્લામાં પણ સેનાનું ઓપરેશન ચાલી રહ્યું છે. અહીં શનિવારે થયેલા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. આ સાથે છેલ્લા 48 કલાકમાં અહીં લશ્કરના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…