Gujarati Video: ગીર સોમનાથના તાલાલા અને વેરાવળમાં મસાલાના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગનો સપાટો, 10 નમૂના લઈ લેબ ટેસ્ટ માટે મોકલાયા
Gir Somnath: તાલાલા અને વેરાવળાં મસાલાના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યુ છે. અલગ અલગ 6 જેટલા સ્થળોએ આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ અને મસાલાના 10 જેટલા નમૂના લેબ ટેસ્ટ માટે મોકલાયા છે.
હાલ 12 મહિનાના મસાલા ભરવાની સિઝન ચાલી રહી છે. ત્યારે આરોગ્ય વિભાગ (Food Department)ની ટીમે સપાટો બોલાવ્યો છે. મરચાં, હળદર, ધાણા-જીરુ સહિતના મસાલાની સિઝન ચાલી રહી છે, ત્યારે ગીર સોમનાથના તાલાલા અને વેરાવળમાં મસાલાના વેપારીઓેને ત્યાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યુ છે. અલગ અલગ સ્થળોએ આરોગ્ય વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યુ. જેમાં તપાસ દરમિયાન મસાલાની દુકાનમાંથી 10 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા. હાલ મસાલાના નમૂના લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.
હાલ મોટાપ્રમાણમાં મસાલાની ખરીદી ચાલી રહી છે, ત્યારે કેટલાક સ્થળોએ મસાલામાં ભેળસેળ કરવાના બનાવો પણ સામે આવ્યા હતા. જેના પગલે આરોગ્ય વિભાગ સતર્ક બન્યુ છે અને મસાલા વિક્રેતાઓને ત્યા ચેકિંગ હાથ ધર્યુ છે.
આ પણ વાંચો મોંઘવારીનો વધુ એક માર ! લાલ મરચાંની કિંમતમાં વધારો થયો, જીરુંના ભાવ પણ આસમાને
આ તરફ બનાસકાંઠાના પાલનપુરના બાદરપુરામાં પણ આરોગ્ય વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતુ. બાદરપુરા ગામમાં આવેલી બેકરીની દુકાનમાં અખાદ્ય ચીજવસ્તુને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમને લાલ ચટણીનો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. જેથી લાલ ચટણીના 1230 કિલોના જથ્થાને સીઝ કરાયો છે. સાથે સાથે 64 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. બીજી તરફ ગામીત પાર્લરમાં ગંદકીને લઇ ફૂડ વિભાગે નોટિસ આપશે. ફૂડ વિભાગની ટીમ પાર્લર માલિકને ઇમ્પ્રુમવેટ નોટિસ આપશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
