જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, હજુ પણ બેથી ત્રણ આતંકીઓ છુપાયાની આશંકા
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું છે. ગુરુવારે બપોરે કુલગામ જિલ્લાના સમનુ ગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. બંને તરફથી ગોળીબાર થયો હતો. કેટલાક આતંકીઓ હજુ પણ છુપાયા હોવાની આશંકા છે. મહત્વનુ છે કે ઓપરેશન ગોળીબારમાં ફેરવાઈ ગયું કારણ કે આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર શરૂ કર્યો.
દક્ષિણ કાશ્મીરના કુલગામના સામનુ ગામમાં સુરક્ષાદળોના ચેકિંગ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. સુરક્ષાદળોની ઘેરાબંધી જોઈને આતંકવાદીઓએ ગોળીબાર કર્યો. આ પછી સુરક્ષાદળોએ આતંકીઓને ચારે બાજુથી ઘેરી લીધા અને એન્કાઉન્ટર શરૂ થયું. આ દરમિયાન બારામુલ્લાના ઉરી સેક્ટરમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા છે.
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના સામનુ ગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. મળતી માહિતી મુજબ, આ એન્કાઉન્ટર બપોરે શરૂ થયું હતું. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ આતંકીઓને ચારે બાજુથી ઘેરી લીધા છે અને બંને તરફથી સતત ભીષણ ગોળીબાર થયો હતો. આ સાથે જ LOC પાસે બારામુલ્લાના ઉરી સેક્ટરમાં એન્કાઉન્ટર થયું હતું, જેમાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા છે.
અધિકારીઓએ જણાવ્યું કે ગુરુવારે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ કુલગામના નેહામા ગામમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
આ પણ વાંચો : શ્રીનગરના લાલ ચોકમાં સ્થાપિત કરાયું PM મોદીનું કટઆઉટ, પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર
તેમણે કહ્યું કે સર્ચ ઓપરેશન ગોળીબારમાં ફેરવાઈ ગયું કારણ કે આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર શરૂ કર્યો. અધિકારીઓએ જણાવ્યું કે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી અને વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
दक्षिण कश्मीर में जिला कुलगाम के सामनु गांव में सुरक्षा बलों और आतंकियों के बीच मुठभेड़ शुरू pic.twitter.com/5D8RyQmEsV
— Nidhi Vinodia (@sunsunnykhulasa) November 16, 2023





