જમ્મુ -કાશ્મીર: શોપિયામાં આતંકવાદીઓએ વધુ એક વ્યક્તિની કરી હત્યા, અત્યાર સુધીમાં 13 લોકોના મોત
જમ્મુ -કાશ્મીરમાં માત્ર ઓક્ટોબર મહિનામાં 13 નાગરિકો માર્યા ગયા. માર્યા ગયેલા લોકોમાંથી પાંચ બિહારના મજૂરો હતા જ્યારે બે શિક્ષકો સહિત ત્રણ લોકો કાશ્મીરના લઘુમતી સમુદાયના હતા.
જમ્મુ -કાશ્મીરના (Jammu Kashmir) શોપિયાના જૈનાપોરા વિસ્તારના બાબાપોરામાં રવિવારે અજાણ્યા બંદૂકધારીઓએ એક નાગરિકની ગોળી મારી હત્યા કરી હતી. અત્યાર સુધીમાં કુલ 13 નાગરિકોની આ રીતે હત્યા કરવામાં આવી છે. જમ્મુ -કાશ્મીરમાં માત્ર ઓક્ટોબર મહિનામાં 13 નાગરિકો માર્યા ગયા હતા. માર્યા ગયેલા લોકોમાંથી પાંચ બિહારના મજૂરો હતા જ્યારે બે શિક્ષકો સહિત ત્રણ લોકો કાશ્મીરના લઘુમતી સમુદાયના હતા.
જમ્મુ અને કાશ્મીરના પુંછ અને રાજૌરી જિલ્લામાં ખરાબ હવામાન હોવા છતાં, શનિવારે 13 મા દિવસે પણ આતંકવાદ વિરોધી કામગીરી ચાલુ રહી હતી. ગયા અઠવાડિયે આ જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓ દ્વારા બે અલગ અલગ હુમલામાં સેનાના નવ જવાન શહીદ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, વધુ બે શંકાસ્પદોને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. સેના અને પોલીસ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન પૂંછ, મેઘર અને સુરાનકોટના જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓને પકડવા માટે ચાલુ રાખ્યા હતા.
સેનાના એક અધિકારીએ જણાવ્યું કે જંગલનો મોટો ભાગમાં શોધખોળ ચાલુ છે અને હવે સર્ચ ઓપરેશન તે વિસ્તાર પૂરતું મર્યાદિત છે જ્યાં ઘણી કુદરતી ગુફાઓ છે. અધિકારીએ કહ્યું, 11 ઓક્ટોબર અને 14 ઓક્ટોબરના રોજ પ્રારંભિક ગોળીબાર પછી, આતંકવાદીઓ સાથે કોઈ સીધો સામનો થયો નથી. આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશનને વિસ્તૃત કરવામાં આવ્યું છે.
અમિત શાહ જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે શનિવારે શ્રીનગર પહોંચ્યા. જમ્મુ-કાશ્મીરમાંથી 370 નાબૂદ થયા બાદ કેન્દ્રશાસિત પ્રદેશની આ તેમની પ્રથમ મુલાકાત છે. ગૃહમંત્રીએ કહ્યું કે, સુરક્ષા સમીક્ષા બેઠક બાદ મારો પહેલો કાર્યક્રમ યુવા ક્લબના યુવાનો સાથે યોજાઈ રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરના યુવાનોને મળીને હું ખૂબ જ ખુશ છું.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) શનિવારે કહ્યું કે 5 ઓગસ્ટ 2019નો દિવસ સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યમાં ચૂંટણી થવાની છે. શાહે કહ્યું કે એક સારું સીમાંકન થશે જેથી યુવાનોને કાશ્મીરમાં તક મળે, સીમાંકન બાદ ચૂંટણીઓ પણ યોજાશે અને જમ્મુ -કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો મળશે. તેમણે કહ્યું કે જે કોઈ જમ્મુ-કાશ્મીરની શાંતિને ખલેલ પહોંચાડવા માંગે છે, અમે તેની સાથે કડકાઈથી વ્યવહાર કરીશું.
શ્રીનગરમાં જમ્મુ અને કાશ્મીર યુથ ક્લબના સભ્યોને સંબોધતા શાહે કહ્યું કે, આ આતંકવાદ, ભત્રીજાવાદ, ભ્રષ્ટાચારનો અંત છે. તેમણે કહ્યું કે આજે જમ્મુ -કાશ્મીરમાં યુવાનો વિકાસ, રોજગાર અને શિક્ષણની વાત કરી રહ્યા છે. આ એક મોટો ફેરફાર છે. હવે ભલે ગમે તેટલું દબાણ કરવામાં આવે, પરિવર્તનને કોઈ રોકી શકતું નથી.
આ પણ વાંચો : Singhu Border Lynching : લખબીર સિંહની હત્યા મામલે કોર્ટે ચારેય નિહંગ આરોપીઓની બે દિવસની પોલીસ રિમાન્ડ લંબાવી
આ પણ વાંચો : PM Awas Yojana: સરકારી યોજના હેઠળ ઘર બનાવવા માટે ત્રણ ગણી વધુ રકમ મળી શકે છે, જાણો શું છે સરકારી યોજના