જમીનની ફાળવણી પર જમ્મુ-કાશ્મીર પ્રશાસનનો મોટો નિર્ણય, ઉદ્યોગોને હવે ખેતીની જમીન સરળતાથી મળશે

તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા પણ સંયુક્ત આરબ અમીરાતની સત્તાવાર મુલાકાતે ગયા હતા. તેમણે જમ્મુ-કાશ્મીરમાં રોકાણ માટે ઘણી કંપનીઓ સાથે ચર્ચા કરી છે.

જમીનની ફાળવણી પર જમ્મુ-કાશ્મીર પ્રશાસનનો મોટો નિર્ણય, ઉદ્યોગોને હવે ખેતીની જમીન સરળતાથી મળશે
Manoj Sinha - Lieutenant Governor of Jammu and Kashmir
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2022 | 9:26 PM

2019માં કેન્દ્રની નરેન્દ્ર મોદી (Narendra Modi) સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરનો (Jammu Kashmir) વિશેષ દરજ્જો હટાવવાના નિર્ણયની હવે સ્પષ્ટપણે અસર જોવા મળી રહી છે. છેલ્લા બે વર્ષમાં જમ્મુ-કાશ્મીર પ્રશાસને ઘણા સકારાત્મક પગલાં લીધા છે. આ ક્રમમાં હવે કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટીતંત્રે એક નવો નિર્ણય લીધો છે, જેના પછી રોજગારીની તકો વધશે. નવા નિર્ણય મુજબ હવે જમ્મુ-કાશ્મીરમાં ઉદ્યોગો સ્થાપવા માંગતા ઉદ્યોગપતિઓને ખેતીલાયક જમીનની ફાળવણી કરી શકાશે. જણાવી દઈએ કે 5 ઓગસ્ટ 2019ના રોજ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી. વહીવટીતંત્રે જમ્મુ અને કાશ્મીર જમીન મહેસૂલ અધિનિયમ (1996)માં ફેરફારો કર્યા છે. આ ફેરફારો જમ્મુ અને કાશ્મીર કૃષિ જમીન (બિન કૃષિ હેતુ માટે રૂપાંતર) નિયમન 2022 તરીકે ઓળખાશે.

હકીકતમાં, તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા પણ સંયુક્ત આરબ અમીરાતની સત્તાવાર મુલાકાતે ગયા હતા. તેમણે જમ્મુ-કાશ્મીરમાં રોકાણ માટે ઘણી કંપનીઓ સાથે ચર્ચા કરી છે.

300% પ્રોત્સાહન મળશે

એક અખબાર સાથેની વાતચીતમાં મનોજ સિન્હાએ કહ્યું હતું કે પ્રાઈવેટ જમીન પર પણ ઈન્ડસ્ટ્રી માટે પ્રશાસને મંજૂરી આપી દીધી છે. આ અંતર્ગત 30 દિવસની અંદર મંજૂરીની જોગવાઈ છે. આ માટે GSTમાં 300% પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું છે. આ સિવાય બિઝનેસ કરવાની સરળતાના તમામ માપદંડો ઓનલાઈન કરવામાં આવ્યા છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર 50 કરોડના રોકાણની દરખાસ્ત સરકાર પાસે આવી છે. જો તેનો ઉપયોગ કરવામાં આવે, તો રાજ્યનો કાયા કલ્પ થઈ જશે. પર્યટનમાં પણ વધારો થશે, બેરોજગારીની સમસ્યા દૂર થશે અને સકારાત્મક વાતાવરણ ઊભું થશે, જે સરકાર માટે મોટી ઉપલબ્ધિ સાબિત થશે.

સેન્ચ્યુરી ફાઇનાન્શિયલ ત્રણ હોટલ બાંધશે

જમ્મુ અને કાશ્મીર પ્રશાસને ગયા અઠવાડિયે જ UAEની અગ્રણી નાણાકીય સેવા કંપની સેન્ચ્યુરી ફાઇનાન્શિયલ સાથે કેન્દ્રશાસિત પ્રદેશમાં $100 મિલિયનના રોકાણ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. રોકાણમાં જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ હોટલ અને એક રહેણાંક સંકુલનું બાંધકામ સામેલ છે. સેન્ચ્યુરી ફાઇનાન્શિયલના માલિક બાલ કૃષ્ણ મૂળ જમ્મુના ડોડા જિલ્લાના છે. તેઓ જમ્મુ-કાશ્મીરમાં વિકાસને સતત સમર્થન આપી રહ્યા છે.

આ પહેલા એવા અહેવાલ પણ આવ્યા હતા કે UAEની Emaar પ્રોપર્ટી જમ્મુ-કાશ્મીરમાં એક મોલ બનાવવા જઈ રહી છે. આ એ જ કંપની છે જેણે UAE ની પ્રખ્યાત ઇમારત બુર્જ ખલીફા બનાવી હતી. અહેવાલ છે કે એમ્માર જમ્મુ-કાશ્મીરમાં પાંચ લાખ ચોરસ ફૂટ જમીન પર શોપિંગ મોલ બનાવશે.

આ પણ વાંચો : UP Assembly Election: ભાજપે 107 ઉમેદવારોમાંથી 60% ઓબીસી-એસસીને આપી ટિકિટ, જાણો જાતિનું ગણિત

આ પણ વાંચો : Assembly Election 2022: ચૂંટણી પંચે રેલીઓ પર પ્રતિબંધ લંબાવ્યો, 22 જાન્યુઆરી સુધી ચૂંટણી જાહેર સભા યોજી શકાશે નહીં

g clip-path="url(#clip0_868_265)">