jammu kashmir: અનંતનાગમાં જૈશ-એ-મોહમ્મદના 2 આતંકી મોડ્યુલનો પર્દાફાશ, 3 હાઈબ્રીડ આતંકવાદી ઝડપાયા
પોલીસે ત્રણ હાઇબ્રિડ આતંકવાદીઓ સહિત 11 આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે આતંકવાદીઓના કબજામાંથી હથિયારો અને દારૂગોળો સહિતની વાંધાજનક સામગ્રી પણ મળી આવી છે.
jammu Kashmir:જમ્મુ અને કાશ્મીર પોલીસે મંગળવારે અનંતનાગ જિલ્લામાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ત્રણ હાઇબ્રિડ આતંકવાદીઓ સહિત 11 આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે આતંકવાદીઓના કબજામાંથી હથિયારો અને દારૂગોળો સહિતની વાંધાજનક સામગ્રી પણ મળી આવી છે.
પ્રવક્તાએ કહ્યું, “વિશ્વસનીય માહિતીના આધારે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા અનંતનાગના શ્રીગુફવારા/બિજબેહરા વિસ્તારોમાં પોલીસ/સુરક્ષા દળો પર હુમલો કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું, જેના પગલે વિવિધ સ્થળોએ અનેક ચેક પોસ્ટ બનાવવામાં આવી હતી.”
Jammu & Kashmir Police: Anantnag Police have busted two terror modules of proscribed terror outfit JeM by arresting 11 accused persons including 3 hybrid terrorists. Incriminating materials including arms and ammunition have been recovered from their possession.
— ANI (@ANI) February 8, 2022