Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી, લશ્કર-એ-તૈયબાના એક આતંકીની ધરપકડ

|

Oct 01, 2021 | 11:10 PM

આતંકી પાસેથી મોટી માત્રામાં હથિયારો, ગ્રેનેડ અને દારૂગોળો પણ મળી આવ્યો છે. પોલીસે જણાવ્યું કે લશ્કર-એ-તૈયબાનો આતંકી સુરક્ષા દળો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો.

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી, લશ્કર-એ-તૈયબાના એક આતંકીની ધરપકડ
CRPF - File Photo

Follow us on

જમ્મુ-કાશ્મીર પોલીસે (Jammu Kashmir Police) શુક્રવારે જણાવ્યું હતું કે દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના મુઝમાર્ગ જંકશન વિસ્તારમાંથી સક્રિય લશ્કર-એ-તૈયબાના આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ કહ્યું કે આતંકી પાસેથી મોટી માત્રામાં હથિયારો, ગ્રેનેડ અને દારૂગોળો પણ મળી આવ્યો છે. પોલીસે જણાવ્યું કે લશ્કર-એ-તૈયબાનો આતંકી સુરક્ષા દળો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો.

જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શુક્રવારે સુરક્ષા દળો પર હુમલો કરવાની યોજના ધરાવતા આતંકવાદીઓની હિલચાલ વિશે ચોક્કસ માહિતી પ્રાપ્ત કરવા પર મુઝમાર્ગ જંકશન પર શોપિયાં પોલીસ, 01 આરઆર અને સીઆરપીએફ બીએન 178 નો સંયુક્ત બ્લોક સ્થાપવામાં આવ્યો હતો.

નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે સાંજે 6:24 વાગ્યે એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં બગીચામાંથી બહાર આવ્યો હતો, ત્યારબાદ સુરક્ષા દળોએ તેને પડકાર્યો હતો. શંકાસ્પદ વ્યક્તિએ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ નજીકના સુરક્ષા કર્મચારીઓએ તરત જ તેની પાસે જઈને તેને પકડી લીધો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આતંકવાદી પાસેથી એક જીવતો હેન્ડ ગ્રેનેડ અને 29 જીવતા કારતુસ મળી આવ્યા

પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, તેના કબજામાંથી એક જીવતો હેન્ડ ગ્રેનેડ અને 7.62 એમએમ કેલિબરના 29 જીવતા કારતુસ મળી આવ્યા હતા. પકડાયેલા આરોપીએ પોતાની ઓળખ કામરાન બશીર હાજમ તરીકે કરી હતી, જે બાબાપોરાના રહેવાસી બશીર અહમદ હજામનો પુત્ર છે, જે સક્રિય લશ્કર-એ-તૈયબા આતંકવાદી છે. પોલીસ સ્ટેશન જૈનાપોરામાં કાયદાની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.

કુલગામ જિલ્લામાં લશ્કર-એ-તૈયબા માટે કામ કરતા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી

શુક્રવારે જ સુરક્ષાદળોએ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાંથી લશ્કર-એ-તૈયબા માટે કામ કરતા ત્રણ લોકોની ધરપકડ કરી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા ત્રણ લોકોની ઓળખ પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારના રહેવાસી આબિદ મુશ્તાક, આદિલ જમાલ અને દાનિશ રસૂલ ભટ્ટ તરીકે થઈ છે. તેમણે કહ્યું કે કુલગામના મીર બજારમાં ચેકપોઈન્ટ પર વાહન ચેકિંગ કરતી વખતે સુરક્ષા દળોએ ત્રણેયને પકડ્યા.

તેમાંથી બે કારમાં હતા જ્યારે એક મોટરસાઈકલ પર જઈ રહ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, તેમની પાસેથી ચાર ગ્રેનેડ, ચાર ડિટોનેટર, એક દેશી બનાવટનો બોમ્બ, એક એકે 47 રાઇફલ, એક મેગેઝિન અને પિસ્તોલની ગોળીઓ મળી આવી છે.

જમ્મુ -કાશ્મીરના શોપિયાં જિલ્લામાં વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ આતંકવાદીઓની હાજરી વિશે બાતમી મળ્યા બાદ જિલ્લાના રાખમા ગામમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યા બાદ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. સુરક્ષા દળોએ પણ ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો હતો.

આ પણ વાંચો : મને અંધારામાં રાખ્યો, મારી સામે ખોટું બોલ્યા, અમરિંદર સિંહે હરીશ રાવતના દાવા પર વળતો પ્રહાર કર્યો

આ પણ વાંચો : UP : કૈરાનાની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 4 કામદારોના મોત અને 12 ઘાયલ, ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા

Next Article