AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જયપુરની SMS હોસ્પિટલમાં લાગેલી આગમાં 8 દર્દી ભૂંજાયા, 6 લોકો ગંભીર રીતે દાઝ્યા

ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં મોટી દુર્ઘટના બની છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં સવાઈ માન સિંહ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરના ICU વોર્ડમાં ગઈકાલે મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ ઘટનામાં આઠ દર્દીઓના મોત થયા છે, જ્યારે ઘણા ગંભીર દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

Breaking News : જયપુરની SMS હોસ્પિટલમાં લાગેલી આગમાં 8 દર્દી ભૂંજાયા, 6 લોકો ગંભીર રીતે દાઝ્યા
| Updated on: Oct 06, 2025 | 9:45 AM
Share

ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં મોટી દુર્ઘટના બની છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં સવાઈ માન સિંહ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરના ICU વોર્ડમાં ગઈકાલે મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ ઘટનામાં આઠ દર્દીઓના મોત થયા છે, જ્યારે ઘણા ગંભીર રીતે દાઝેલા દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે હાજર ડોકટરો, નર્સો અને ફાયર વિભાગની ટીમે ઘણી મહેનત બાદ આગને કાબુમાં લીધી હતી. ઘટનાની માહિતી મળતાં, મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

SMS હોસ્પિટલ ટ્રોમા સેન્ટરના ઇન્ચાર્જ અનુરાગ ધાકડે જણાવ્યું હતું કે, “એવું લાગે છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. અમારા દર્દીઓ પહેલેથી જ ખૂબ જ ગંભીર હાલતમાં હતા, જેમાંથી મોટાભાગના કોમામાં હતા. આગમાંથી નીકળતા ઝેરી વાયુઓએ તેમની હાલત વધુ ખરાબ કરી હતી.” તેમને સતત સહાયની જરૂર હતી. અમે તેમને નીચેના માળે આવેલા ICUમાં ખસેડવાનો પ્રયાસ કર્યો, પરંતુ અમે તેમને બચાવી શક્યા નહીં.

અનુરાગ ધાકડે જણાવ્યું હતું કે છ દર્દીઓ ઘાયલ થયા હતા, જ્યારે પાંચ હજુ પણ ગંભીર છે. મૃતકોમાં બે મહિલાઓ અને ચાર પુરુષો હતા. અમે 24 લોકોને બહાર કાઢ્યા છે, જેમાં 11 લોકોને ટ્રોમા ICUમાંથી અને 13 લોકોને બાજુના ICUમાંથી બહાર કાઢ્યા છે.

મુખ્યમંત્રી ભજનલાલ શર્મા હોસ્પિટલ પહોંચ્યા

SMS હોસ્પિટલમાં લાગેલી આગ અંગે રાજસ્થાનના મંત્રી જવાહર સિંહ બેધમે કહ્યું, “શોર્ટ સર્કિટને કારણે ICUમાં આગ લાગી હોવાની માહિતી મળ્યા બાદ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પહોંચ્યા છે. આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે. SMS વહીવટીતંત્ર જાનહાનિનો આંકડો જાહેર કરશે. 24 માંથી મોટાભાગના લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમની સંપૂર્ણ સારવાર અમારી પ્રાથમિકતા છે.” ઘટનાની માહિતી મળતા જ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો.

સુરક્ષા અને અગ્નિશમન પ્રણાલીની સમીક્ષા

હાલમાં, હોસ્પિટલ વહીવટીતંત્રે આગની તપાસના આદેશ આપ્યા છે. પોલીસ અને ફોરેન્સિક ટીમ આગના કારણની વિગતવાર તપાસ કરી રહી છે, ત્યારે ઘટના બાદ હોસ્પિટલ કેમ્પસમાં સુરક્ષા અને અગ્નિ સલામતીના પગલાંની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે.

 દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">