AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધાર્મિક વિધિ દરમિયાન સોના-હીરાથી સજ્જ 1 કરોડનો કિંમતી કળશ ચોરાયો, જૈન પૂજારીના વેશમાં દેખાયો શંકાસ્પદ વ્યક્તિ

જૈન ધાર્મિક વિધિ દરમિયાન 1 કરોડ રૂપિયાનો કળશ ચોરાઈ ગયો. ચોરાઈ ગયેલ કળશનું વજન લગભગ 760 ગ્રામ છે, જેમાં લગભગ 150 ગ્રામ હીરા, માણેક અને પન્ના જડેલા છે.

ધાર્મિક વિધિ દરમિયાન સોના-હીરાથી સજ્જ 1 કરોડનો કિંમતી કળશ ચોરાયો, જૈન પૂજારીના વેશમાં દેખાયો શંકાસ્પદ વ્યક્તિ
| Updated on: Sep 06, 2025 | 8:53 PM
Share

દિલ્હીના લાલ કિલ્લાના પરિસરમાં આવેલા એક પાર્કમાં જૈન ધાર્મિક વિધિ ચાલી રહી હતી. જૈન ધર્મના લોકો મોટી સંખ્યામાં આ ઉદ્યાનની મુલાકાત લેવા આવ્યા હતા. જો કે, ધાર્મિક વિધિ માટે રાખવામાં આવેલ 1 કરોડ રૂપિયાની કિંમતનો કળશ ચોરાઈ ગયો અને આ અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

અફરાતફરી દરમિયાન કળશ ગાયબ

આ ચોરી 2 સપ્ટેમ્બરના રોજ થઈ હતી, જ્યારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ કાર્યક્રમમાં હાજર હતા. તેમના સ્વાગત દરમિયાન થયેલી અફરાતફરી દરમિયાન કળશ સ્ટેજ પરથી ગાયબ થઈ ગયો હતો. પોલીસે 6 સપ્ટેમ્બરના રોજ આ ઘટનાની માહિતી જાહેર કરી હતી.

જણાવી દઈએ કે, જૈન ધર્મમાં કળશ સ્થાપનનું વિશેષ મહત્વ છે. કળશ સ્થાપનાનો હેતુ ભગવાનને આહ્વાન કરવાનો અને સકારાત્મક તેમજ પવિત્ર ઉર્જાનો સંચાર કરવાનો છે. કળશને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. કળશની સ્થાપના કરવાથી પૂજા વધુ ફળદાયી બને છે.

જૈન પૂજારી ચોર હોવાની શક્યતા

મીડિયા રિપોર્ટસ અનુસાર, શુદ્ધ સોનાથી બનેલા કળશનું વજન લગભગ 760 ગ્રામ છે, જેમાં લગભગ 150 ગ્રામ હીરા, માણેક અને પન્ના જડેલા છે. તેની અંદાજિત કિંમત લગભગ 1.25 કરોડ રૂપિયા છે. આ ચોરીની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. ફૂટેજમાં જૈન પૂજારીના વેશમાં એક શંકાસ્પદ વ્યક્તિ કિંમતી વસ્તુઓ ભરેલી બેગ લઈને ભાગતો જોવા મળે છે. પોલીસે તેની ઓળખ કરી લીધી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.

મુસ્લિમ યુવતિએ હિન્દુ બની કર્યા લગ્ન, હવે પતિ પર મુસલમાન બનવા કરી રહી દબાણ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">