Jahangirpuri Violence: શોભાયાત્રા પર કાચની બોટલ ફેકનારા વધુ બે આરોપીની ધરપકડ, અંસાર સાથે પણ છે કનેક્શન

|

Apr 28, 2022 | 9:11 AM

દિલ્હી પોલીસે જહાંગીરપુરી હિંસા કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે હિંસા કેસમાં અત્યાર સુધીમાં કુલ 28 આરોપીઓની ધરપકડ કરી છે. NSA જેવા કેસમાં 5 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Jahangirpuri Violence: શોભાયાત્રા પર કાચની બોટલ ફેકનારા વધુ બે આરોપીની ધરપકડ, અંસાર સાથે પણ છે કનેક્શન
Jahangirpuri Violence: Two more accused arrested (Symbolic image )

Follow us on

જહાંગીરપુરી હિંસા (Jahangirpuri Violence) કેસમાં વધુ બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. બંને સામે આરોપ છે કે હિંસા દરમિયાન આરોપીઓએ કાચની બોટલ વડે ટોળા ઉપર હુમલો કર્યો હતો. આ માહિતી સાથે એ પણ સામે આવ્યું છે કે ઝડપાયેલા બંને મુખ્ય આરોપીઓ અન્સારના (Ansar) નજીકના છે. પોલીસે ઝફર અને બાબાઉદ્દીન નામમા આરોપીની ધરપકડ કરી છે. બંને પર હનુમાન જયંતિ (Hanuman Jayanti) દરમિયાન નીકળેલા શોભાયાત્રા પર કાચની બોટલો અને તલવારોથી હુમલો કરવાનો આરોપ છે. બંને આરોપીઓ સગા ભાઈઓ છે. હિંસામાં બંને ભાઈઓની મહત્વની ભૂમિકા જણાવવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને આરોપીઓ અંસારને પણ ઓળખે છે.

જહાંગીરપુરી હિંસા કેસમાં દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં કુલ 28 લોકોની ધરપકડ કરી છે. તેમાંથી 3 સગીર છે, જેમને બાળ સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવ્યા છે. સાથે જ ક્રાઈમ બ્રાન્ચ અંસાર સહિત 9 આરોપીઓની સતત પૂછપરછ કરી રહી છે. તો બીજી બાજુ દિલ્હીની રોહિણી કોર્ટે હિંસાના પાંચ ફરાર આરોપીઓ સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે.

અનેક રાજ્યોમાં દરોડાની કાર્યવાહી

કોર્ટે પોલીસને ફરાર આરોપીની ઝડપથી ધરપકડ કરવા જણાવ્યું છે. પોલીસે વર્ચ્યુઅલ માધ્યમથી રોહિણી કોર્ટમાં સુનાવણી દરમિયાન જણાવ્યું કે આ આરોપીઓને પકડવા માટે પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. 23 એપ્રિલે, જહાંગીરપુરી હિંસાના આરોપીઓમાં, કોર્ટે NSA હેઠળ 5 આરોપીઓને 8 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. જેમાં અંસાર, સલીમ, સોનુ ચિકના, આહીર અને દિલશાદનો સમાવેશ થાય છે. કોર્ટે અન્ય 4 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

9 લોકો ઘાયલ થયા હતા

દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિના અવસર પર શોભાયાત્રા દરમિયાન કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાની ઘટના બાદ આ વિસ્તારમાં હિંસા થવા પામી હતી. આ ઘટનામાં 8 પોલીસકર્મીઓ સહિત 9 લોકો ઘાયલ થયા છે. ઘટના બાદ ઘણા દિવસો સુધી વિસ્તારમાં કર્ફ્યુ જેવી સ્થિતિ રહી હતી. આ પછી વિસ્તારમાં ભાઈચારો વધારવા માટે તિરંગા યાત્રા પણ કાઢવામાં આવી હતી. ઘટના બાદથી દિલ્હી પોલીસ સતત આરોપીઓની ધરપકડ કરી રહી છે.

આ પણ વાંચોઃ

કાળઝાળ ગરમીમાંથી હજુ કોઈ રાહત નહીં, આગામી પાંચ દિવસ સુધી ગરમીનું મોજું, જાણો દિલ્હી સહિત દેશના હવામાનનો મિજાજ

આ પણ વાંચોઃ

PM મોદી આજે આસામની મુલાકાતે, 6 કેન્સર હોસ્પિટલનુ લોકાર્પણ, 500 કરોડની યોજનાઓનો શિલાન્યાસ કરશે

 

Next Article