ઈશા ફાઉન્ડેશનનાં સદગુરૂ મહારાજે ગરીબો માટે કર્યુ પેઈન્ટીંગ, જાણો કેટલી રકમ મળી કે જેણે હજારો લોકોનું પેટ ભર્યું

ઈશા ફાઉન્ડેશનનાં સદગુરૂ મહારાજે ગરીબો માટે કર્યુ પેઈન્ટીંગ, જાણો કેટલી રકમ મળી કે જેણે હજારો લોકોનું પેટ ભર્યું
http://tv9gujarati.in/isha-foundation-…e-karyu-painting/

ભૈરવ ઈશા ફાઉન્ડેશનનાં સંસ્થાપક સદગુરૂ દ્વારા તેના પ્રતિષ્ઠિત બળદને શ્રધ્ધાંજલી આપવામાં આવી જે માટે ઓનલાઈન બોલી પણ લગાડવામાં આવી હતી. ભૈરવ પેઈન્ટીંગને એક મહિના પહેલા નિલામી માટે રાખવામાં આવ્યું હતું. જૈવીક સાધનોની મદદથી બનાવવામાં આવેલા પેઈન્ટીંગમાંથી ઉપજેલી 5 કરોડની રકમને તમીલનાડુના ભુખમરા વાળા વિસ્તાર માટે આપી દેવામાં આવશે. આ બીજી વાર છે કે જ્યારે ઈશા […]

Pinak Shukla

|

Jul 06, 2020 | 3:19 PM

ભૈરવ ઈશા ફાઉન્ડેશનનાં સંસ્થાપક સદગુરૂ દ્વારા તેના પ્રતિષ્ઠિત બળદને શ્રધ્ધાંજલી આપવામાં આવી જે માટે ઓનલાઈન બોલી પણ લગાડવામાં આવી હતી. ભૈરવ પેઈન્ટીંગને એક મહિના પહેલા નિલામી માટે રાખવામાં આવ્યું હતું. જૈવીક સાધનોની મદદથી બનાવવામાં આવેલા પેઈન્ટીંગમાંથી ઉપજેલી 5 કરોડની રકમને તમીલનાડુના ભુખમરા વાળા વિસ્તાર માટે આપી દેવામાં આવશે. આ બીજી વાર છે કે જ્યારે ઈશા આઉટરીચનાં માધ્યમથી ગ્રામ્ય વિસ્તારનાં લોકોને જીવન જરૂરીયાતની વસ્તુઓ હોય કે પછી પાકી ખાધ્ય સામગ્રી, કે પછી ઈમ્યુન બુસ્ટર માટેનું પીણું હોય તે તમામ મદદ પહોચાડવામાં આવી હતી.

    આ પ્રસંગે સદગુરૂ એ જણાવ્યું હતું કે ગ્રામીણ ભારતમાં દૈનિક ધોરણે જીવનજરૂરીયાતની વસ્તુઓ પ્રદાન કરવામાં આવે છે જે રોજ હજારો લોકો સુધી પહોચી રહ્યું છે. આવા લોકો માટટે જ ભોજન ઉપલબ્ધ કરાવવા માટે આ પેઈન્ટીંગને બનાવવામાં આવ્યું છે. ભૈરવ સદગુરૂનાં પ્રિય બળદનું એપ્રિલ મહિનામાં મોત થઈ ગયા બાદ તેના ગોબરમાંથી કલાકૃતિ બનાવવામાં આવી. લાકડી, કોલસો, ગોબર, હળદર, ચુનો અને પથ્થરમાંથી પેઈન્ટીંગ બનાવવામાં આવ્યું કે જેના 4.14 કરોડ રૂપિયા ઉપજ્યા હતા. ઈશા આઉટરીચનાં બીટ ધ વાયરસ અભિયાનમાં આ ચિત્રની નિલામીમાંથી મળેલી રકમ ખુબ કામ લાગશે અને એના લોકોને ભોજન પુરૂ પાડશે કે જે લાંબા સમયથી જમ્યા નથી.

         જણાવવું રહ્યું કે તમીલનાડુમાં કોરોના વાયરસનાં 1 લાખ જેટલા મામલા છે, અને રાજધાની ચેન્નાઈમાં 60 હજાર જેટલા પોઝીટીવ કેસ છે જેને લઈને આપવામાં આવેલા સખત લોકડાઉનનાં કારણે ગરીબોની સ્થિતિ ઘણી બગડી ગઈ હતી અને ભુખમરા જેવી સ્થિતિ થઈ ગઈ હતી. કાલે ગુરૂ પૂર્ણિમાનાં પ્રસંગે તેમણે લોકોને લોકડાઉનનાં નિયમોનું પાલન કરવા માટે પણ આહ્વવાન કર્યું હતું.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati