મતદાન કર્યા બાદ આંગળી પર કેમ શાહી લગાવવામાં આવે છે, આ શાહી કેમ જલ્દી દુર થતી નથી

|

May 07, 2024 | 8:22 AM

મતદાન સમયે મતદારની આંગળી પર શાહી લગાવવામાં આવે છે. આ શાહી એવી હોય છે કે, જે સરળતાથી આંગળી પરથી જતી નથી. તેમજ આ શાહીનો ક્યારથી ઉપયોગ કરવામાં આવ્યો તે વિશે જાણીએ.

મતદાન કર્યા બાદ આંગળી પર કેમ શાહી લગાવવામાં આવે છે, આ શાહી કેમ જલ્દી દુર થતી નથી

Follow us on

ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવતી શાહીની ફોર્મુલા ખુબ જ ગુપ્ત રાખવામાં આવે છે. ન તો નેશનલ ફિઝિકલ લેબોરેટરી ઓફ ઈન્ડિયા કે ન તો મૈસુપ પેન્ટ વાર્નિશ લિમિટેડે આ શાહીની ફોર્મુલાને જાહેર કર્યું છે. તો આજે જાણીએ કે, આ શાહી ક્યાં બને છે. ચૂંટણીમાં જે શાહી મૈસૂર પેન્ટ એન્ડ વાર્નિશ લિમિટેડ નામની કંપની બનાવે છે. જે કર્ણાટક રાજ્યમાં સ્થિત છે. કંપનીની સ્થાપના 1937માં તે સમયે મૈસૂરના મહારાજા નલવાડી કૃષણરાજા વડયારે કરી હતી. દેશમાં ચૂંટણીની શાહી બનાવવાનું લાઈસન્સ માત્ર આ કંપનીની પાસે છે. તેની મુખ્ય ઓળખ ચૂંટણીની શાહી બનાવવાની છે.

પહેલી વખત વર્ષ 1962ના રોજ ચૂંટણીમાં આ શાહીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.ભારતીય ચૂંટણીઓમાં વાદળી શાહીનો સમાવેશ કરવાનો શ્રેય દેશના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર સુકુમાર સેનને જાય છે. આમ તો આ કંપની તરફથી અનેક શાહી બનાવે છે પરંતુ આની ઓળખ ચૂંટણીની શાહી બનાવવા માટે જ થાય છે.

ચૂંટણી ઇન્ક શા માટે બનાવવામાં આવી હતી?

આ શાહીની ખાસ વાત એ છે કે, તે સરળતાથી દુર થતી નથી. પાણીથી ધોયા બાદ પણ કેટલાક દિવસો બાદ આ શાહી ધીમે ધીમે આંગળી માંથી દુર થાય છે. આને બનાવવાા પાછળનો હેતુ નકલી મતદાનને રોકવાનો હતો. આ શાહી પાણીના સંપર્કમાં આવતા જ કાળી થઈ જાય છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ચૂંટણીમાં આ શાહીને 10 મિલીલીટરની લાખો બોટલમાં ભરી મતદાન કેન્દ્ર પર મોકલવામાં આવે છે. આનો ઉપયોગ માત્ર ભારતમાં જ નહિ પરંતુ દુનિયાભરના દેશોમાં થાય છે. તેમને જણાવી દઈએ આ શાહીને 25 થી વધારે દેશોમાં સપ્લાય કરવામાં આવે છે.

માત્ર 40 સેકન્ડમાં સુકાય જાય છે શાહી

આ શાહી માત્ર 40 સેકન્ડમાં જ સુકાય જાય છે.તમને જણાવી દઈએ કે, આ શાહીમાં સિલ્વર નાઈટ્રેટ કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમિકલ જેવું હવાના સંપર્કમાં આવે છે તે માત્ર 40 સેકન્ડમાં સુકાય જાય છે, એક વખત સ્કિન પર લાગી જાય તે અંદાજે 72 કલાક સુધી આંગળી પરથી જતી નથી.સિલ્વર નાઈટ્રેટ આપણા શરીમાં હાજર નમક સાથે મળી સિલ્વર ક્લોરાઈડ બની જાય છે. તેના પર ન તો પાણીની અસર થાય છે ન તો તે સાબુ વડે દુર થાય છે.

આ પણ વાંચો : Loksabha Election : પરશોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા પહોંચ્યા દિલ્હી, કેબિનેટની બેઠકમાં આપશે હાજરી, જુઓ Video

 

Published On - 12:04 pm, Wed, 3 April 24

Next Article