ગુપ્તચર એજન્સીઓ એલર્ટ, 26 જાન્યુઆરીએ આતંકવાદીઓ પીએમ મોદીને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યા છે
નવ પાનાના ઈન્ટેલિજન્સ ઇનપુટમાં સંકેત આપવામાં આવ્યો છે કે પીએમ મોદી (Prime Minister Narendra Modi) અને અન્ય મહાનુભાવો કે જેઓ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજર રહેશે તેમને ખતરો છે.
Republic Day 2022: ગુપ્તચર એજન્સીઓને પ્રજાસત્તાક દિવસ પર સંભવિત આતંકી ષડયંત્ર અંગે એલર્ટ મળ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને અન્ય મહાનુભાવોના જીવ જોખમમાં હોવાનું કહેવાય છે. મીડિયા અહેવાલો અનુસાર ગુપ્તચર માહિતીના નવ પાનાને પીએમ મોદી અને ભારતના 75માં ગણતંત્ર દિવસ (Republic Day)ની ઉજવણીમાં હાજરી આપનાર હસ્તીઓ માટે ખતરો ગણાવ્યો છે.
પાંચ મધ્ય એશિયાઈ દેશો- કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન (Uzbekistan)ના નેતાઓને ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવે તેવી શક્યતા છે. નોંધમાં કહેવામાં આવ્યું છે કે આ ખતરો પાકિસ્તાન/અફઘાનિસ્તાન-પાકિસ્તાન (Afghanistan-Pakistan) બહાર સ્થિત જૂથો તરફથી છે.
આ આતંકવાદી સંગઠનો ષડયંત્રમાં લાગેલા
રિપોર્ટ અનુસાર આતંકવાદી સંગઠનોનો ઉદ્દેશ્ય મોટી હસ્તીઓને ટાર્ગેટ કરવાનો, સાર્વજનિક મેળાવડા, મહત્વપૂર્ણ સંસ્થાઓ અને ભીડવાળા વિસ્તારોમાં અશાંતિ ફેલાવવાનો છે. ડ્રોનથી પણ હુમલો કરવાનો પ્રયાસ થઈ શકે છે. ઈનપુટમાં કહેવામાં આવ્યું છે કે આતંકી ધમકી પાછળ લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba), ધ રેઝિસ્ટન્સ ફોર્સ, જૈશ-એ-મોહમ્મદ, હરકત-ઉલ-મુજાહિદ્દીન અને હિઝબુલ-મુજાહિદ્દીન (Hizb-ul-Mujahedeen) જેવા આતંકવાદી સંગઠનો છે.
પંજાબમાં આતંક ફેલાવવા ખાલિસ્તાની કેડર એકત્ર કરી રહ્યા છે
ઈનપુટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાની જૂથો પણ પંજાબમાં આતંક ફેલાવવા માટે કેડર્સને એકત્ર કરી રહ્યા છે. તેઓ પંજાબ અને અન્ય રાજ્યોમાં પણ લક્ષિત હુમલાની યોજના બનાવી રહ્યા છે. ફેબ્રુઆરી 2021માં મળેલા ઈનપુટ્સ અનુસાર ખાલિસ્તાની આતંકવાદી જૂથો (Khalistani terror) પ્રવાસન સ્થળો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે.