Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UGC Surya Namaskar Event: યુજીસીએ તમામ કોલેજોને પ્રજાસત્તાક દિવસે સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં ભાગ લેવા કરી અપીલ

UGC Surya Namaskar Event: યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને દેશની તમામ કોલેજો અને યુનિવર્સિટીઓને ગણતંત્ર દિવસ પર ત્રિરંગા સામે સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં ભાગ લેવા વિનંતી કરી છે.

UGC Surya Namaskar Event: યુજીસીએ તમામ કોલેજોને પ્રજાસત્તાક દિવસે સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં ભાગ લેવા કરી અપીલ
UGC (પ્રતિકાત્મક તસવીર)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 1:33 PM

UGC Surya Namaskar Event: યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને દેશની તમામ કોલેજો અને યુનિવર્સિટીઓને ગણતંત્ર દિવસ પર ત્રિરંગા સામે સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં (Surya Namaskar Event) ભાગ લેવા વિનંતી કરી છે. નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા સૂર્ય નમસ્કાર પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત તેને 26 જાન્યુઆરીએ તિરંગાની સામે પ્રદર્શિત કરવામાં આવશે. તે ભારતની આઝાદીના 75 વર્ષની સ્મૃતિમાં સરકાર દ્વારા ચાલી રહેલા અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav)નો એક ભાગ છે. આ સંદર્ભમાં યુજીસી દ્વારા એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, “અમૃત મહોત્સવને પ્રોત્સાહન આપવા માટે, ફેડરેશને 30 રાજ્યોમાં 750 મિલિયન સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ ચલાવવાનું નક્કી કર્યું છે.”

સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં (Surya Namaskar) 1 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી દરમિયાન 30000 સંસ્થાઓ અને 3 લાખ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા અને 26 જાન્યુઆરીએ ત્રિરંગા સામે સંગીતમય સૂર્ય નમસ્કાર કર્યા હતા. કમિશને એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું છે કે, તેની સાથે જોડાયેલી તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને કોલેજોને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કહેવામાં આવ્યું છે.

ડિસેમ્બરમાં જાહેરાત કરી હતી

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા સૂર્ય નમસ્કારને લઈને જાહેર કરાયેલા પરિપત્રને લઈને હોબાળો થયો છે. યુજીસીએ 29 ડિસેમ્બર 2021ના રોજ 75 કરોડના સૂર્ય નમસ્કાર પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ 1 જાન્યુઆરી 2022 થી શરૂ થયો છે અને 7 ફેબ્રુઆરી, 2022 સુધી ચાલુ રહી શકે છે.

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

કોવિડ-19 નિયમોનું પાલન કરવામાં આવશે

યુજીસીએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને પણ વિદ્યાર્થીઓમાં વ્યાપક પ્રચાર કરીને આ કાર્યક્રમને પ્રોત્સાહન આપવા જણાવ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, કોવિડ -19 પરિસ્થિતિના આધારે કાર્યક્રમો ભૌતિક અને વર્ચ્યુઅલ બંને ફોર્મેટમાં યોજવામાં આવશે.

આ કાર્યક્રમ પર વિવાદ

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું છે કે, સૂર્ય નમસ્કારનો આ કાર્યક્રમ સૂર્યની ઉપાસનાનો એક પ્રકાર છે અને ઈસ્લામમાં દેવતા તરીકે સૂર્યની પૂજા કરવાની પરવાનગી નથી. બોર્ડે એક નિવેદન જાહેર કરીને સરકારને આદેશ પાછો ખેંચવા કહ્યું છે કારણ કે તેને એક ધર્મ પર બીજા ધર્મ લાદવા તરીકે પણ જોવામાં આવે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “બંધારણ અમને સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈ ચોક્કસ ધર્મના ઉપદેશો શીખવવા અથવા કોઈ ચોક્કસ જૂથની માન્યતાઓના આધારે સમારંભો યોજવાની મંજૂરી આપતું નથી.”

આ પણ વાંચો: Central Railway Recruitment 2022: સેન્ટ્રલ રેલ્વેમાં એપ્રેન્ટિસની 2422 જગ્યાઓ માટે ભરતી, જાણો તમામ વિગતો

આ પણ વાંચો: CSIR UGC NET 2022 Exam: CSIR UGC NET પરીક્ષાની તારીખ જાહેર, અહીં તપાસો વિગતો

g clip-path="url(#clip0_868_265)">