AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alcohol Museum: ગોવામાં દેશનું પહેલું આલ્કોહોલ મ્યુઝિયમ ખોલવામાં આવ્યું, પ્રવાસીઓ ગોવાના સમૃદ્ધ વારસાથી થશે પરિચિત

ગોવામાં દેશનું પ્રથમ આલ્કોહોલ મ્યુઝિયમ ખોલવામાં આવ્યું છે, જ્યાં 500 વર્ષ જૂની પ્રખ્યાત આલ્કોહોલ બ્રાન્ડ ફેની વિશે લોકોને માહિતી આપવામાં આવશે.

Alcohol Museum: ગોવામાં દેશનું પહેલું આલ્કોહોલ મ્યુઝિયમ ખોલવામાં આવ્યું, પ્રવાસીઓ ગોવાના સમૃદ્ધ વારસાથી થશે પરિચિત
Alcohol Museum
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 9:01 PM
Share

Alcohol Museum: ભારતનું પ્રથમ આલ્કોહોલ મ્યુઝિયમ ગોવામાં (Goa) ખોલવામાં આવ્યું છે. આ સ્થળ પાર્ટી અને બીચ પ્રેમીઓમાં સૌથી પ્રિય માનવામાં આવે છે. મ્યુઝિયમ દ્વારા લોકોને અહીંની સંસ્કૃતિ અને અનોખા ઈતિહાસ વિશે માહિતી આપવામાં આવશે. તેને ‘ઓલ અબાઉટ આલ્કોહોલ’ નામ આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ મ્યુઝિયમ કેન્ડોલિમમાં (Candolim) આવેલું છે. સ્થાનિક રીતે વપરાશમાં લેવાતા ‘ફેની’ દારૂ માટે આ સ્થળ પ્રવાસીઓમાં લોકપ્રિય છે. જે નાળિયેર અથવા કાજુના ફળમાંથી બનાવવામાં આવે છે.

દુનિયાને ગોવાના સમૃદ્ધ વારસા અંગે માહિતગાર કરવા મ્યુઝિયમની સ્થાપના

કેન્ડોલિમમાં બનાવવામાં આવેલા આ મ્યુઝિયમમાં 500 વર્ષ જૂની આલ્કોહોલ બ્રાન્ડ (Alcohol Brand) ફેની વિશે માહિતી આપવામાં આવશે. સંગ્રહાલયમાં સદીઓ જૂની ફેની બોટલ, કાચથી બનેલા વાસણો, જૂના લાકડાના ડિસ્પેન્સર અને તેમની પાછળ છુપાયેલા ઈતિહાસ વિશેની માહિતી છે. ઓલ અબાઉટ આલ્કોહોલ મ્યુઝિયમના સ્થાપક નંદન કુડચડકરે જણાવ્યું હતું કે “મ્યુઝિયમ શરૂ કરવા પાછળનો હેતુ દુનિયાને ગોવાના સમૃદ્ધ વારસા, ખાસ કરીને ફેની વિશે કહેવાનો છે. જે અહીં ખૂબ જ પસંદ કરવામાં આવે છે.”

બિઝનેસમેન કુડચડકરને પ્રાચીન વસ્તુઓ એકત્રિત કરવાનો શોખ

વ્યવસાયે બિઝનેસમેન કુડચડકર પ્રાચીન વસ્તુઓ એકત્રિત કરવાનો શોખીન છે અને કેન્ડોલીમમાં ક્લબ LPKના માલિક પણ છે. ગોવા અનોખા સમૃદ્ધ વારસાને દર્શાવવા માટે આ મ્યુઝિયમની (Museum) સ્થાપના કરવામાં આવી છે. આલ્કોહોલ મ્યુઝિયમના સીઈઓ આર્માન્ડો ડુઆર્ટેએ જણાવ્યું હતું કે “2016માં સરકારે ફેનીને ‘હેરિટેજ ડ્રિંક’ જાહેર કર્યુ હતુ.

મ્યુઝિયમમાં ચાર રૂમ છે

આ સંગ્રહાલય ઉત્તર ગોવાના દરિયાકિનારે પણજીથી (Panji) આશરે 10 કિમી દૂર સ્થિત છે, જે સિન્ક્વેરીમ અને કેન્ડોલિમના પ્રવાસન કેન્દ્રને જોડે છે. આ આલ્કોહોલ મ્યુઝિયમને ‘ઓલ અબાઉટ આલ્કોહોલ’ નામ આપવામાં આવ્યુ છે. સંગ્રહાલયની અંદરના ચાર ઓરડામાં ઈન્ડિયન આલ્કોહોલના પ્રદર્શન માટે જૂના માટીના વાસણો રાખવામાં આવ્યા છે. 16મી સદીના માપન સાધનો પણ છે, જેનો ઉપયોગ ફેની આપતી વખતે કરવામાં આવતો હતો. આ સિવાય એન્ટીક વુડન શોટ ડિસ્પેન્સર પણ રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો : જમ્મુ-કશ્મીરની સ્થિતિને લઈને સંજય રાઉતનું મોટુ નિવેદન, કહ્યુ “પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઈક કરવાની જરૂર”

આ પણ વાંચો : “જો ભાજપ ખેડૂતોનું નહિ સાંભળે તો ફરી સતામાં નહીં આવે”, કૃષિ કાયદાને લઈને રાજ્યપાલ સત્યપાલ મલિકનો સરકાર પર વાર

g clip-path="url(#clip0_868_265)">