AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જમ્મુ-કશ્મીરની સ્થિતિને લઈને સંજય રાઉતનું મોટુ નિવેદન, કહ્યુ “પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઈક કરવાની જરૂર”

શિવસેના નેતા સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સાથે કાશ્મીર અને લદ્દાખની પરિસ્થિતિને યોગ્ય રીતે નિયંત્રિત કરવામાં અસમર્થ હોવાનો આરોપ લગાવ્યો છે.

જમ્મુ-કશ્મીરની સ્થિતિને લઈને સંજય રાઉતનું મોટુ નિવેદન, કહ્યુ પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઈક કરવાની જરૂર
Sanjay Raut (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 4:14 PM
Share

Maharashtra : જમ્મુ-કશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી હિંસાની ઘટનાઓ વધી છે. આ અંગે શિવસેના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) કાશ્મીર પરિસ્થિતિ પર પત્રકારો સાથે વાતચીત કરતા પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, ‘છેલ્લા કેટલાક દિવસોથી કશ્મીરમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. આતંકવાદ ફરી વધ્યો છે. કલમ 370 હટાવ્યા બાદ પણ પરિસ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી.

કાશ્મીરી પંડિતો, બિહારી મજૂરો જેવા નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી રહી છે. તેની જવાબદારી ગૃહ મંત્રાલય અને કેન્દ્ર સરકારની છે. વધુમાં કહ્યુ કે, પાકિસ્તાનને માત્ર ધમકી આપવાથી કામ નહીં ચાલે. ચીને લદ્દાખમાં પણ ઘૂસણખોરી કરી છે. તેના પર પણ સર્જિકલ સ્ટ્રાઈક કરીને બતાવો.

કાશ્મીર – લદ્દાખની પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં સરકાર અસમર્થ: સંજય રાઉત

સંજય રાઉતે કહ્યું કે, ગૃહમંત્રી (Home Minister) અને સંરક્ષણ મંત્રીએ દેશને જણાવવું જોઈએ કે જમ્મુ -કશ્મીર અને લદ્દાખમાં શું સ્થિતિ છે. આ શબ્દોમાં શિવસેના નેતા સંજય રાઉતે કેન્દ્રની મોદી સરકાર (Central Government) પર આકરા પ્રહારો કર્યા છે અને કાશ્મીર સહિત લદ્દાખમાં પરિસ્થિતિને યોગ્ય રીતે નિયંત્રિત કરવામાં અસમર્થ હોવાનો આરોપ લગાવ્યો છે.

શું આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી 20 વર્લ્ડ કપ મેચ થવી જોઈએ ?

જ્યારે પત્રકારોએ સંજય રાઉતને પૂછ્યું કે, કાશ્મીરમાં ફરી એક વખત પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓની ઘૂસણખોરીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને, શું ભારતે પાકિસ્તાન સાથે ટી -20 વર્લ્ડ કપ મેચ રમવી જોઈએ? આ સવાલના જવાબમાં સંજય રાઉતે કહ્યું હતું કે, સરકાર તેની રાજકીય સગવડ મુજબ નિર્ણયો લે છે. અમે પહેલાથી જ કહી રહ્યા છીએ કે પાકિસ્તાન (Pakistan) સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન રાખો. કાશ્મીરમાં પરિસ્થિતિઓ ક્યારેય સામાન્ય નહોતી. સોશિયલ મીડિયા પર પણ પ્રતિબંધ હતો. સ્થાનિક નેતાઓ નજરકેદ હતા. તેથી જ ઘણી વસ્તુઓ બહાર આવી નથી.

સંજય રાઉતે સરકાર પર આકરા પ્રહાર કર્યા

રવિવારે જમ્મુ -કાશ્મીરમાં (Jammu Kashmir) આતંકવાદીઓએ બે લોકોની હત્યા કર્યાના એક દિવસ બાદ સંજય રાઉતનું નિવેદન સામે આવ્યું છે. આ ઘટના કુલગામ જિલ્લાના વાનપોહ વિસ્તારમાં બની હતી. સાંજે આતંકીઓ અહીં આવ્યા અને અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. જેના કારણે બે લોકોના મોત થયા હતા અને એક મજૂર ઘાયલ થયો હતો. આ મજૂરની હાલ સારવાર ચાલી રહી છે. ત્રણેય મજુરો જમ્મુ -કશ્મીરની બહારના હોવાનુ સામે આવ્યુ છે. આ ઘટનાને લઈને રાઉતે સરકારને આડે હાથ લીધી હતી.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર : પેટ્રોલ-ડીઝલના વઘતા ભાવને લઇને પવારે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી, કહ્યુ” દેશમાંથી BJP નામનું સંકટ દુર કરવુ પડશે”

આ પણ વાંચો : Aryan Drugs Case : આર્યન ડ્રગ્સ કેસના તાર નેપાળ સુધી ! બિહાર જેલમાં બંધ આ 2 ડ્રગ્સ સ્મગલરોની NCB કરશે પૂછપરછ

g clip-path="url(#clip0_868_265)">