હવે એ દિવસ બહુ દૂર નથી જ્યારે વિશ્વભરને પોતાની ચાની ચુસ્કીનું ઘેલુ લગાડનાર ભારત કોફીમાં પણ ગ્લોબલ કોફી કિંગ બની જશે
એક સમય હતો જ્યારે ભારતમાં કોફી પ્રભાવશાળી અને પૈસાદાર વર્ગ માટે જ માનીતી હતી, જ્યારે સામાન્ય જનતા ચાના પ્રેમમાં રત હતી. પરંતુ આજની જનરેશનમાં ખાસ કરીને Gen Z અને યુવાનો, હવે કોફી તરફ વધુ આકર્ષિત થઈ રહ્યા છે. ભારતીય કોફીનો વ્યાપ હવે માત્ર દેશમાં જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં ઝડપથી વધી રહ્યો છે.

એક સમય હતો જ્યારે એક સામાન્ય ભારતીય એમ વિચારતો કે કોફી તો મોટા લોકોનો શોખ છે, કારણ કે સામાન્ય માણસ તો ચા પીવે છે. આજે દેશના યુવાનો અને Gen Z ના કેફે કલ્ચરમાં કોફીનું ખાસ સ્થાન છે, પણ ભારત અને ભારતીયો હંમેશાથી ચા સાથે જોડાયેલા રહ્યા છે. અને એવું હોય પણ કેમ નહીં? ભારત પરંપરાગત ચા ઉત્પાદક હોવા ઉપરાંત આજે દુનિયાનો ચોથો સૌથી મોટો ચા નિકાસ કરનારો દેશ છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે આજે પરંપરાગત સ્ટીરિયોટાઇપ્સને પાછળ છોડીને ભારતીય કોફીની સુગંધ આખી દુનિયામાં ફેલાઈ રહી છે. ભારતનો કોફી નિકાસમાં ઉછાળો 2024ના નાણાકીય વર્ષ દરમિયાન, ભારતે 1.2 અબજ યુએસ ડોલરની કોફી નિકાસ કરી હતી, જ્યારે એપ્રિલથી ઓક્ટોબર 2024 દરમિયાન માત્ર આઠ મહિનામાં જ 1.1 અબજ યુએસ ડોલરની નિકાસ થઈ. જે 2021ની સરખામણીએ લગભગ ત્રણ ગણી વૃદ્ધિ...