AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્રની ઓલ પાર્ટી ડેલિગેશનમાં શશિ થરૂરના સમાવેશથી કોંગ્રેસને લાગ્યો આંચકો, જે 4 નામ આપ્યા એ તો છે જ નહીં

કોંગ્રેસે સર્વદળીય પ્રતિનિધિમંડળમાં સામેલ કરવા માટે તેમના જે ચાર સાંસદોના નામ કેન્દ્ર સરકારને સૂચિત કર્યા હતા, તેમા શશિ થરૂરનું નામ ન હતુ. કેન્દ્ર સરકારે કોંગ્રેસ દ્વારા સુચવવામાં આવેલા નામોના બદલે થરૂર પર વિશ્વાસ મુક્યો અને તેમને પાંચ દેશોની મુલાકાતે જનારી સાત સદસ્યોની સર્વદળીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સોંપ્યુ છે.

કેન્દ્રની ઓલ પાર્ટી ડેલિગેશનમાં શશિ થરૂરના સમાવેશથી કોંગ્રેસને લાગ્યો આંચકો, જે 4 નામ આપ્યા એ તો છે જ નહીં
| Updated on: May 17, 2025 | 2:58 PM
Share

ભારત સરકારે એક સાત સદસ્યોની સર્વદળીય પ્રતિનિધિમંડળની રચના કરી છે. જે પ્રમુખ વિદેશી સરકારોને હાલના ભારત-પાકિસ્તાન સંઘર્ષ અને આ મુદ્દે પર ભારતના વલણથી અવગત કરાવવા માટે એ દેશોની મુલાકાત કરશે. આ પ્રતિનિધિમંડળમાં વરિષ્ઠ કોંગ્રેસી નેતા શશિ થરૂરને પણ સામેલ કરવામાં આવ્યા છે. સંસદીય કાર્ય મંત્રાલયે જાહેરાત કરી છે કે તિરુવનંતપુરમથી ચાર વાર સાંસદ શશિ થરૂર આ સર્વદળીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. અન્ય નામિત સદસ્યોમાં ભાજપના રવિશંકર પ્રસાદ અને બૈજયંત પાંડા, જનતાદળ (યુનાઈટેડ) માંથી સંજય કુમાર ઝા, ડીએમકે માંથી કનિમોઝી કરૂણાનિધિ, રાંકાપા (શરદ પવાર જૂથ)ની નેતા સુપ્રિયા સુલે અને શિવસેના (શિંદે જૂથ) માંથી સાંસદ શ્રીકાંત શિંદે સામેલ છે.

જો કે નવાઈની વાત એ છે કે સર્વદળીય પ્રતિનિધિમંડળમાં સામેલ કરવા માટે કોંગ્રેસે જે પોતાના 4 સાંસદોના નામ સરકારને આપ્યા હતા. એ ચારમાંથી કોઈના નામની પસંદગી નથી કરાઈ. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશના જણાવ્યા અનુસાર કેન્દ્રીય મંત્રી રિજીજૂએ 16 મે એ સવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી સાથે ફોન પર વાત કરી હતી અને તેમને અનુરોધ કર્યો હતો કે તેઓ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પર ભારતની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે વિદેશ મોકલવામાં આવી રહેલા પ્રતિનિધિમંડળમાં સામેલ કરવા માટે ચાર નામો સુચિત કરે. કાલે 16 મે એ બપોર સુધીમાં લોકસભામાં વિપક્ષ નેતાએ સંસદીય કાર્યમંત્રીને પત્ર લખી કોંગ્રેસ તરફથી આનંદ શર્મા, ગૌરવ ગોગોઈ, ડૉ સૈયદ નસીર હુસૈન અને રાજા બરારના નામો આપ્યા હતા. પરંતુ, કેન્દ્રે એ ચારેય નામોને પડતા મુકી શશિ થરૂર પર વિશ્વાસ મુક્યો.

ભારત સરકારનું એક સાત સદસ્યોનું સર્વદળીય પ્રતિનિધિમંડળ 23 મે થી 10 દિવસ માટે રાજનાયિક મિશન પર રવાના થશે. જેમા વોશિંગ્ટન, લંડન, અબૂધાબી, પ્રિટોરિયા અને ટોકિયો જેવી પાંચ મોટા દેશોની પ્રમુખ રાજધાનીઓની મુલાકાત કરી આ સર્વદળીય ટીમ આતંકવાદ પર ભારતની ઝીરો ટોલરન્સની પોલિસી અને ઓપરેશન સિંદૂર અંતર્ગત હાલના ઘટનાક્રમો વિશે વિદેશી સરકારોને જાણકારી આપી. ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલે પહલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યુ હતુ. આ આતંકી હુમલામાં નિર્દોષ પ્રવાસીઓની પોઈન્ટ બ્લેન્કથી ઠંડા કલેજે તેમના પરિવારજનોની સામે હત્યા કરી નાખવામાં આવી હતી. તેના જવાબમાં ભારત-પાકિસ્તાન અને તેના કબજેવાળા કાશ્મીરમાં જૈશ, લશ્કર અને હિઝબુલમાં 9 આતંકી ઠેકાણા પર ઍર સ્ટ્રાઈક કરી હતી, જેમા 100 થી વધુ આતંકીઓના મોત થયા છે.

રાષ્ટહિતના કાર્યોમાં ક્યારેય પીછેહઠ નહીં કરુ: શશિ થરૂર

કેન્દ્ર દ્વારા રચિત સર્વદળીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સોંપવા બદલ તેમની પ્રતિક્રિયા આપતા શશિ થરૂરે જણાવ્યુ કે તેઓ સન્માનિત અનુભવી રહ્યા છે. તેમણે કહ્યુ જ્યારે રાષ્ટ્રહિતની વાત હશે તો તેઓ કોઈપણ મામલે પાછળ નહીં રહે. તેમણે X પરની એક પોસ્ટમાં લખ્યુ “હું હાલની ઘટનાઓ પર આપણા દેશના દૃષ્ટિકોણને રજૂ કરવા માટે પંચ પ્રમુખ રાજધાનીઓમાં મોકલનારા એક સર્વદળીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા માટે ભારત સરકારના નિમંત્રથી સન્માનિત અનુભવુ છુ. જ્યાં રાષ્ટ્રહિત સામેલ હોય અને મારી સેવાની જરૂર હોય તો તેમા હું ક્યારેય પાછો નહીં પડુ”. આ તરફ કોંગ્રેસ દ્વારા સૂચિત કરાયેલા ચાર નામો પર ભાજપ નેતા અમિત માલવિયે સવાલ ઉઠાવ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">