Indian Railway: ટ્રેનમાં વૃદ્ધ દંપતીને લોઅર બર્થ ના આપવો રેલવેને ભારે પડ્યું, ચૂક્વવુ પડ્યું રૂપિયા 3 લાખ વળતર 

રેલવેની ગાઈડલાઈન દિવ્યાંગ, વૃદ્ધ મુસાફરોનું વિશેષ ખ્યાન રાખવાની વાત કરે છે. સાથે જ આરક્ષિત કોચમાં રાતના સમયે મુસાફરોને સુરક્ષિત રીતે ગંતવ્ય સ્થાન પર ઉતારવા અને સ્ટેશન આવ્યા પહેલા તેમને સતર્ક કરવાની વાત પણ કહે છે પણ ઘણી વખત રેલવે કર્મચારી આ નિયમોથી અજાણ બની જાય છે.

  • Kunjan Shukal
  • Published On - 23:41 PM, 2 Apr 2021
Indian Railway: ટ્રેનમાં વૃદ્ધ દંપતીને લોઅર બર્થ ના આપવો રેલવેને ભારે પડ્યું, ચૂક્વવુ પડ્યું રૂપિયા 3 લાખ વળતર 

રેલવેની ગાઈડલાઈન દિવ્યાંગ, વૃદ્ધ મુસાફરોનું વિશેષ ખ્યાન રાખવાની વાત કરે છે. સાથે જ આરક્ષિત કોચમાં રાતના સમયે મુસાફરોને સુરક્ષિત રીતે ગંતવ્ય સ્થાન પર ઉતારવા અને સ્ટેશન આવ્યા પહેલા તેમને સતર્ક કરવાની વાત પણ કહે છે પણ ઘણી વખત રેલવે કર્મચારી આ નિયમોથી અજાણ બની જાય છે. આવા જ એક કેસ મામલે વૃદ્ધ અને દિવ્યાંગ દંપતીને લોઅર બર્થ ન ઉપલબ્ધ કરાવવા તથા ગંતવ્ય સ્થાનથી લગભગ 100 કિલોમીટર પહેલા ઉતારવાના મામલે રેલવેને મોટી લાપરવાહી અને સેવામાં બેદરકારી કરતા 3 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

 

 

રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગે રેલવેની અરજીને રદ કરતાં વળતર આપવાનો જિલ્લા ગ્રાહક ફોરમ અને રાજ્ય ગ્રાહક ફોરમના આદેશને યોગ્ય ઠેરવ્યો છે. રાષ્ટ્રીય આયોગે કહ્યું કે રાજ્ય પંચે ફોરમના નિર્ણયની તપાસ કર્યા બાદ તેને સમર્થન પણ આપ્યું છે અને તેનો નિર્ણય સાક્ષીઓ પર આધારિત છે. રાજ્ય આયોગે પણ ફોરમના નિર્ણયને ઓળખ્યા બાદ યોગ્ય ઠેરવ્યો છે. નિર્ણયમાં કોઈ કાયદાકીય ખામી નથી. રાષ્ટ્રીય પંચે આ અરજીને પાયાવિહોણા ગણાવી હતી.

 

આગ્રહ કર્યા બાદ પણ TTEએ ના આપી લોઅર બર્થ 

 

રેલવેની બેજવાબદારીનો આ કેસ કર્ણાટકનો છે. 4 સપ્ટેમ્બર 2010ના રોજ વૃદ્ધ દંપતી સોલાપુરથી બિરૂર જવા માટે થર્ડ એસીમાં દિવ્યાંગ કોટામાંથી સીટ આરક્ષિત કરાવી. કારણકે દંપતીમાં એક વ્યક્તિ દિવ્યાંગ હતા, તેમને રેલવે તરફથી લોઅર બર્થ ના મળી. દંપતીએ પણ TTEને લોઅર બર્થ આપવાનો આગ્રહ કર્યો પણ TTEએ લોઅર બર્થ ના આપી. ઘણા સમય સુધી પરેશાન થયા બાદ એક મુસાફરે પોતાનો લોઅર બર્થ તેમને આપી દીધો પણ સીટ ના મળવાના કારણે તે ખુબ પરેશાન રહ્યા અને થોડો સમય તેમને ટ્રેનમાં સીટની પાસે નીચે બેસી મુસાફરી કરવી પડી.

 

ગંતવ્ય સ્ટેશનથી લગભગ 100 કિલોમીટર પહેલા દંપતીને ઉતારી દીધા 

આ સિવાય તેમને કોચ અટેન્ડેન્ટ અને ટીટીઈને કહ્યું હતું કે બિરૂર સ્ટેશન આવવા પર તેમને જણાવી દે, જેથી ત્યાં તે ઉતરી શકે, કારણ કે ટિકિટ મુજબ ટ્રેન વહેલી સવારે પહોંચવાની હતી. દંપતી તરફથી રેલવેની વિરૂદ્ધ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રેન ચાલતા સમયે કોચમાં 6 લોઅર બર્થ ખાલી હોવા છતાં ટીટીઈએ તેમને લોઅર બર્થ આપ્યા નહીં. તે સિવાય તેમને ગંતવ્ય સ્ટેશન બિરૂરથી લગભગ 100 કિલોમીટર પહેલા ચિકજાજુરમાં ઉતારી દીધા, જેનાથી તેમને મોટી અસુવિધા ઉભી થઈ.

 

 

વૃદ્ધ દંપતીનો પુત્ર તેમને ચિકજાજુર સ્ટેશન લેવા આવ્યો અને ત્યાં સુધી ઠંડીમાં વૃદ્ધ દંપતિને સમય પસાર કરવો પડ્યો, તેમને રેલવે પર બેદરકારીનો આરોપ લગાવતા વળતર માંગ્યું હતું. જિલ્લા ગ્રાહક ફોરમે રેલવેની મોટી બેદરકારી બદલ 3,02,000 રૂપિયા વળતર ચૂક્વવાનો આદેશ આપ્યો, સાથે જ 2,500 રૂપિયા કેસમાં થયેલા ખર્ચ માટે આપવાનો આદેશ આપ્યો.

 

આ પણ વાંચો: Delhi Border Sealed : રાજસ્થાનમાં Rakesh Tikait પર હુમલા બાદ પ્રદર્શનકરીઓ ઉગ્ર બન્યા, દિલ્હીની બોર્ડર સીલ, નોયડા બોર્ડર પાસે ટ્રાફિકજામ