AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Border Sealed : રાજસ્થાનમાં Rakesh Tikait પર હુમલા બાદ પ્રદર્શનકરીઓ ઉગ્ર બન્યા, દિલ્હીની બોર્ડર સીલ, નોયડા બોર્ડર પાસે ટ્રાફિકજામ

Delhi Border Sealed : રાજસ્થાનના અલવર જિલ્લામાં ખેડૂત નેતા રાકેશ ટીકૈત (Rakesh Tikait ) પર કથિત રીતે હુમલો થયો છે.

Delhi Border Sealed : રાજસ્થાનમાં Rakesh Tikait પર હુમલા બાદ પ્રદર્શનકરીઓ ઉગ્ર બન્યા, દિલ્હીની બોર્ડર સીલ, નોયડા બોર્ડર પાસે ટ્રાફિકજામ
નોયડા બોર્ડર પાસે ટ્રાફિકજામ
| Updated on: Apr 02, 2021 | 11:04 PM
Share

Delhi Border Sealed : રાજસ્થાનના અલવર જિલ્લામાં ખેડૂત નેતા રાકેશ ટીકૈત (Rakesh Tikait) પર કથિત રીતે હુમલો થયો છે. રાકેશ ટીકૈત પર થયેલા આ હુમલાનો વિરોધ કરતા દિલ્હી બોર્ડર પર પ્રદર્શનકરી રહેલા પ્રદર્શનકરીઓ ઉગ્ર બન્યા છે અને દિલ્હી બોર્ડર પર રસ્તો રોકીને વિરોધ કરી રહ્યા છે.

દિલ્હીની બોર્ડર સીલ રાજસ્થાનના અલવર જિલ્લામાં કેટલાક અજાણ્યા લોકોએ ખેડૂત આગેવાન રાકેશ ટીકૈત (Rakesh Tikait)  ના કાફલા પર પથ્થરમારો કર્યો હતો. આ હુમલા બાદ દિલ્હીની બોર્ડર પર પ્રદર્શનકરીઓનો રોષ જોવા મળ્યો હતો. દિલ્હી બોર્ડર પર પ્રદર્શનકરીઓએ ઉગ્ર વિરોધ કર્યો જેના પગલે અનેક સ્થળોએ ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા, જેના કારણે દિલ્હીની અનેક બોર્ડર સીલ થઈ ગઈ છે. છેલ્લા ઘણા મહિનાઓથી ખેડૂતો કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. દરમિયાન આજે ખેડૂતોનું ઉગ્ર પ્રદર્શન લોકો માટે મુશ્કેલીનો વિષય બની છે.

નોયડા બોર્ડર પાસે ટ્રાફિકજામ દિલ્હી ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે ખેડૂત આંદોલનના કારણે NH-9 અને NH-24 બંને સ્લિપ સાઇડ સર્વિસ રોડની સાથે ઉપર અને નીચે બંધ છે. પ્રદર્શનકારીઓના વિરોધને કારણે ચિલ્લા બોર્ડર બંને કેરેજ વે પર ટ્રાફિક અવરજવર બંધ કરાયો હતો. જેના કારણે નોઈડા બોર્ડર જામ થઈ ગઈ હતી. નોઇડા-દિલ્હી રૂટ ચીલા રેડ લાઇટ પર ખેડૂતો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનને કારણે આ માર્ગ બંધ થયો હતો. જો કે, હવે નોઇડા-ચિલ્લા બોર્ડર પર ટ્રાફિકજામ દુર થયો છે. નોયડા બોર્ડર સામાન્ય લોકોના ઉપયોગ માટે ખોલવામાં આવી છે.

ટ્રાફિક હલાવો કરવા ડાયવર્ઝન ટ્રાફિક પોલીસે જણાવ્યું કે દિલ્હીથી ગાઝિયાબાદ તરફ અન્ય સ્થળોએ ડાયવર્ઝન ચાલુ છે. ડો.હેડગેવાર રૂટ પર બસો અને ભારે માલના વાહનોને મંજૂરી નથી અપાઈ. તેમજ ગાઝિયાબાદથી આવતા ટ્રાફિકને નાલા રોડ, અપર કેનાલ, હિંડોન કેનાલ પર મંજૂરી નથી અપાઈ.

રાજસ્થાનમાં રાકેશ ટીકૈત પર હુમલો ખેડૂત નેતા રાકેશ ટીકૈતે (Rakesh Tikait) આજે અલવરમાં બે ખેડૂત રેલીઓને સંબોધન કર્યું હતું. અલવરમાં તેમના પર હુમલોની ઘટના સામે આવી હતી. પોલીસે જણાવ્યું કે તેમની કારના પાછળના કાચને આંશિક નુકસાન થયું હતું.ભિવાડી પોલીસ અધિક્ષક રામમૂર્તિ જોશીએ જણાવ્યું હતું કે જે વાહન પર હુમલો કરવામાં આવ્યો તેમાં રાકેશ ટીકૈત નહોતા. તેમણે કહ્યું કે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. આ મામલે વિદ્યાર્થી નેતા સહિત ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે.

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">