SMART: ભારત દરિયાઈ યુદ્ધમાં વધુ મજબૂત બનશે, DRDOએ સુપરસોનિક મિસાઈલ ટોર્પિડોનું સફળતાપૂર્વક કર્યું પરીક્ષણ

|

Dec 13, 2021 | 4:37 PM

આ સિસ્ટમ નેક્સ્ટ જનરેશન મિસાઈલ આધારિત સ્ટેન્ડઓફ ટોર્પિડો ડિલિવરી સિસ્ટમ છે. પરીક્ષણ દરમિયાન મિસાઈલની સંપૂર્ણ શ્રેણીની ક્ષમતાનું સફળતાપૂર્વક પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

SMART: ભારત દરિયાઈ યુદ્ધમાં વધુ મજબૂત બનશે, DRDOએ સુપરસોનિક મિસાઈલ ટોર્પિડોનું સફળતાપૂર્વક કર્યું પરીક્ષણ
Supersonic Missile Assisted Release of Torpedoes

Follow us on

ભારતે સોમવારે ઓડિશાના બાલાસોરના દરિયાકિનારે લાંબા અંતરની સુપરસોનિક મિસાઇલ (Supersonic missile) આસિસ્ટેડ રીલીઝ ઓફ ટોરપિડોઝ ( Supersonic Missile Assisted Release of Torpedoes – SMART) સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ હતુ. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા ભારતીય નૌકાદળ (Indian Navy) માટે શસ્ત્ર પ્રણાલી વિકસાવવામાં આવી રહી છે. આ માહિતી એક અધિકારીએ આપી છે.

DRDOના કહેવા મુજબ,, “પ્રણાલીને ટોર્પિડોઝની પરંપરાગત શ્રેણીની બહાર એન્ટિ-સબ મરીન (Anti-submarine) યુદ્ધ ક્ષમતાને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.”સ્માર્ટ ટોરપિડો એ લાઇટ એન્ટિ-સબમરીન ટોરપિડો સિસ્ટમની મિસાઇલ આસિસ્ટેડ રીલીઝ છે. જે એન્ટી-સબમરીન વોરફેર (ASW) કામગીરી માટે રેન્જની બહાર છે. આ પ્રક્ષેપણ અને પ્રદર્શન એન્ટી-સબમરીન યુદ્ધ ક્ષમતાઓ સ્થાપિત કરવા માટે નિર્ણાયક છે. DRDL, RCI હૈદરાબાદ, ADRDE આગ્રા, NSTL વિશાખાપટ્ટનમ સહિત અનેક DRDO પ્રયોગશાળાઓએ સ્માર્ટ માટે જરૂરી ટેકનોલોજી વિકસાવી છે.

આ સિસ્ટમ નેક્સ્ટ જનરેશન મિસાઈલ આધારિત સ્ટેન્ડઓફ ટોર્પિડો ડિલિવરી સિસ્ટમ છે. પરીક્ષણ દરમિયાન મિસાઈલની સંપૂર્ણ શ્રેણીની ક્ષમતાનું સફળતાપૂર્વક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સિસ્ટમને ટોર્પિડોની પરંપરાગત શ્રેણી કરતાં દૂર સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતાને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. જ્યાં ઇલેક્ટ્રો-ઓપ્ટિક ટેલિમેટ્રી સિસ્ટમ્સ, ડાઉનરેન્જ ઇન્સ્ટ્રુમેન્ટેશન અને ડાઉનરેન્જ જહાજો સહિત વિવિધ શ્રેણીના રડાર દ્વારા સમગ્ર માર્ગનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મિસાઈલમાં એક ટોર્પિડો, પેરાશૂટ ડિલિવરી સિસ્ટમ અને રિલીઝ મિકેનિઝમ હતું. ડીઆરડીઓએ છેલ્લા પરીક્ષણ દરમિયાન કહ્યું હતું કે સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતા સ્થાપિત કરવા માટે આ પ્રદર્શન મહત્વપૂર્ણ છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

DRDO અને ભારતીય વાયુસેના (IAF) દ્વારા શનિવારે પોખરણ રેન્જમાંથી સ્વદેશી રીતે તૈયાર અને વિકસિત કરાયેલ હેલિકોપ્ટર લોન્ચ સ્ટેન્ડ-ઓફ એન્ટી-ટેન્ક (SANT) મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યા પછી આ પરીક્ષણ કરવામાં આવ્યું છે. લોંગ-રેન્જ બોમ્બ અને સ્માર્ટ એન્ટિ-એરફિલ્ડ વેપન (SAAW) પછી ભારતીય વાયુસેનાના શસ્ત્રોમાં વધુ આધુનિક શસ્ત્રનો ઉમેરો થતા, વાયુદળ વધુ મજબૂત બન્યુ છે.

બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે
8 ડિસેમ્બરના રોજ, ભારતે ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતેની પરિક્ષણ રેન્જમાંથી, હવાથી હવામાં માર કરનાર સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસનુ પ્રક્ષેપણનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.

આ પણ વાંચોઃ

Kashi Vishwanath Corridor: PM મોદીએ ‘ભગવાન’ પાસે માગ્યા ત્રણ સંકલ્પ, કહ્યું ‘આઝાદીના 100 વર્ષ પછીના ભારત માટે દરેક નાગરિકે અત્યારથી કામ કરવું પડશે”

આ પણ વાંચોઃ

Vadodara : ખ્રિસ્તી સંસ્થા દ્વારા ધર્મ પરિવર્તનનો ખેલ, રાષ્ટ્રીય બાળ આયોગના ઇન્સ્પેકશન દરમિયાન સંસ્થામાં શંકાસ્પદ પ્રવૃતિઓ થતી હોવાનો રિપોર્ટમાં ખુલાસો

Next Article