AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતનો દુલ્હો અને પાકિસ્તાનની દુલ્હને ‘ઓનલાઈન’ નિકાહ કર્યા કબૂલ, અનોખી રીતે કરવામાં આવી વિધિ

દુલ્હન તેના પરિવાર સાથે પાકિસ્તાનના કરાચીનસાથી માં ઓનલાઈન નિકાહ વિધિ કરી રહી હતી. કાઝીએ નિકાહ પઢાવ્યા અને વર-કન્યાએ ઓનલાઈન નિકાહ સ્વીકાર્યા અને એકબીજાના જીવસાથી બની ગયા.

ભારતનો દુલ્હો અને પાકિસ્તાનની દુલ્હને 'ઓનલાઈન' નિકાહ કર્યા કબૂલ, અનોખી રીતે કરવામાં આવી વિધિ
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2023 | 8:26 AM
Share

પરસ્પર મતભેદો અને દુશ્મનાવટના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સતત બગડી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આવી પરિસ્થિતિઓને કારણે 75 વર્ષમાં પણ સંબંધો સુધર્યા નથી. બંને દેશો વચ્ચેના સંબંધો ભલે સારા ન હોય, પરંતુ ભારત અને પાકિસ્તાનમાં રહેતા લોકોના હૃદય વચ્ચેના સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે. ભારત અને પાકિસ્તાનમાં રહેતા લોકો વચ્ચેના પરસ્પર સંબંધો વધુ ગાઢ બની રહ્યા છે. જોધપુર સ્થિત દુલ્હો અરબાઝ અને કરાચી સ્થિત કન્યા અમીનાના નિકાહ ઓનલાઈન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કબૂલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સરહદ પાર અંજૂ બની રહી છે ષડયંત્રનો શિકાર? નસરુલ્લા કેમ નિકાહને ખોટા માની રહ્યો છે ?

જોધપુર શહેરમાં રહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અરબાઝ ખાનના નિકાહ પાકિસ્તાનના કરાચીમાં રહેતી અમીના સાથે નક્કી થયા હતા. નિકાહ પહેલા વિઝા ન મળવાના કારણે અરબાઝ અને અમીનાના નિકાહ બુધવારે ઓનલાઈન થયા હતા. અરબાઝ, તેના પરિવાર અને સંબંધીઓ સાથે, સેહરો લગાવીને અને ઓસવાલ સમાજની બિલ્ડિંગમાં પહોંચ્યો હતો, જ્યાં ઓનલાઈન નિકાહ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. શહેરના કાઝી પણ ત્યા હાજર રહ્યા હતા.

નિકાહ પછી પણ કન્યા તેના સાસરે આવી શકતી નથી

બીજી તરફ, દુલ્હન તેના પરિવાર સાથે પાકિસ્તાનના કરાચીમાં ઓનલાઈન નિકાહની વિધિ કરી રહી હતી. સિટી કાઝીએ નિકાહ પઢીયા અને વર-કન્યાએ ઓનલાઈન નિકાહ કબુલ્યા અને એકબીજાના જીવનસાથી બન્યા હતા. બંને પરિવારમાં ખુશી સ્પષ્ટ દેખાતી હતી, પરંતુ નિકાહ પછી કન્યાને સાસરે આવતા સમય લાગશે.

જોધપુર સિટી કાઝીએ જણાવ્યું કે જોધપુરના અરબાઝ ખાન અને કરાચીની અમીના બંનેએ ઓનલાઈન નિકાહ કબુલ કર્યા છે. મોટાભાગની પાકિસ્તાની છોકરીઓ દુલ્હન તરીકે ભારત આવવાનું પસંદ કરે છે. પાકિસ્તાનની તમામ દીકરીઓ જે દુલ્હન બનીને ભારત આવી છે તે ખૂબ જ ખુશ છે. નિકાહ દરમિયાન વર અને કન્યા એક જ જગ્યાએ હાજર રહે છે. તે અરબાઝ અને અમીનાના નિકાહની તારીખ હતી. બંનેએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નિકાહ કર્યા હતા.

‘ઇન્ટરનેટ ક્રાંતિ માટે સરકારનો આભાર’

ભાલે ખાને કહ્યું કે અમારા મુસ્લિમ સમાજમાં નિકાહમાં વધુ ખર્ચ કરવામાં આવે છે. એટલા માટે ઇન્ટરનેટ ક્રાંતિ લાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર. હવે નિકાહ સરળતા સાથે ઓનલાઈન થઈ રહ્યા છે. અમારી સરકાર પાસે માંગ છે કે કન્યાને વિઝા ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી બંને લોકો સાથે રહી શકે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">