પાકિસ્તાનમાં ટ્રેન દુર્ઘટના, રાવલપિંડી જતી હજારા એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા, 20ના મોત

પાકિસ્તાનમાં એક મોટી ટ્રેન દુર્ઘટના ઘટી છે. રાવલપિંડી જતી હજારા એક્સપ્રેસના ઘણા ડબ્બા રેલવે લાઇન પરથી ઉતરી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, આ અકસ્માતમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે.

પાકિસ્તાનમાં ટ્રેન દુર્ઘટના, રાવલપિંડી જતી હજારા એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા, 20ના મોત
Train accident in Pakistan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2023 | 3:53 PM

પાકિસ્તાનમાં આજે રવિવારે બપોરે એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. રાવલપિંડી જતી હજારા એક્સપ્રેસની એક પછી એક એમ કુલ 10 બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી. અધિકારીઓ દ્વારા અકસ્માતનો ભોગ બનેલા લોકો વિશે માહિતી આપવામાં આવી હતી કે, આ અકસ્માતમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે.

મીડિયા અહેવાલો અનુસાર, શહઝાદપુર અને નવાબશાહ વચ્ચે સ્થિત સરહરી રેલવે સ્ટેશન નજીક રાવલપિંડી જતી હજારા એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતરી જતાં ઓછામાં ઓછા 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. જ્યારે અકસ્માતમાં 20 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

ઘાયલોને નવાબશાહની પીપલ્સ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં વધુ લોકો ઘાયલ થવાની આશંકા છે, કારણ કે અધિકારીઓનું કહેવું છે કે ડબ્બા પાટા પરથી ઉતરી જવા પાછળનું કારણ જાણી શકાયું નથી.

ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List

સ્થાનિક મીડિયા અનુસાર, આ ટ્રેન કરાચીથી રાવલપિંડી જઈ રહી હતી. રેસ્ક્યુ ટીમ અને પોલીસ અધિકારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. ત્યાંથી મળેલા ઘણા ફૂટેજમાં જોવા મળે છે કે, આ ટ્રેન પુલ પાસે પાટા પરથી ઉતરી ગઈ છે. લોકો પોતાની મેળે બહાર આવી રહ્યા છે. પુલ નીચે કેટલાક લોકોના મૃતદેહ પડેલા છે. અકસ્માત બાદ પલટી ગયેલી બોગીમાંથી મુસાફરો જાતે જ બહાર નીકળી રહ્યા છે.

પાકિસ્તાન રેલવેના સુક્કર ડિવિઝનલ કોમર્શિયલ ઓફિસર (ડીસીઓ) મોહસીન સિયાલે કહ્યું કે ટ્રેનના કેટલા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા તેની ચોક્કસ માહિતી મળી શકી નથી. સત્તાવાળાઓ દ્વારા કોઈ જાનહાનિની ​​પુષ્ટિ કરવામાં આવી નથી. સિયાલે ડૉન ન્યૂઝને કહ્યું, “હું ઘટનાસ્થળે જઈ રહ્યો છું. આ અકસ્માત સિરહરી રેલવે સ્ટેશનના આઉટર સિગ્નલ પર થયો હતો.

કેટલા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા તે અંગે તેમણે કહ્યું, “કેટલાક લોકો કહી રહ્યા છે કે પાંચ કોચ પાટા પરથી ઉતરી ગયા છે, જ્યારે કેટલાક કહે છે કે આઠ કોચ પાટા પરથી ઉતરી ગયા છે. કેટલાક કહી રહ્યા છે કે 10 કોચ પાટા પરથી ઉતરી ગયા છે.

શહીદ બેનજીરાબાદના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીઆઈજી) મુહમ્મદ યુનિસે આ અકસ્માતને “મોટો અકસ્માત” ગણાવ્યો હતો. તેમણે કહ્યું, “રાહત અને બચાવ કામગીરી શરૂ કરવા માટે બચાવ ટીમોની જરૂર છે. તેમની ટીમ અને કમિશનર સ્થળ પર જઈ રહ્યા છે.

જ્યારે સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમના એક નિવેદનમાં, તેમણે નવાબશાહના ડેપ્યુટી કમિશનર (DC) ને ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">