ઓપરેશન ગંગા છેલ્લા તબક્કામાં, વિદ્યાર્થીઓને સવારે 10 થી 12 વાગ્યાની વચ્ચે બુડાપેસ્ટ પહોંચવાની ભારતીય દૂતાવાસની અપીલ

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ઓપરેશન ગંગા તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. ભારતીય દૂતાવાસે આ માહિતી આપી છે. એમ્બેસીએ બાકીના વિદ્યાર્થીઓને હંગેરીની રાજધાની બુડાપેસ્ટ પહોંચવા વિનંતી કરી છે.

ઓપરેશન ગંગા છેલ્લા તબક્કામાં, વિદ્યાર્થીઓને સવારે 10 થી 12 વાગ્યાની વચ્ચે બુડાપેસ્ટ પહોંચવાની ભારતીય દૂતાવાસની અપીલ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 3:58 PM

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ઓપરેશન ગંગા (Operation Ganga) તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. ભારતીય દૂતાવાસે આ માહિતી આપી છે. એમ્બેસીએ બાકીના વિદ્યાર્થીઓને હંગેરીની રાજધાની બુડાપેસ્ટ પહોંચવા વિનંતી કરી છે. અગાઉ, યુક્રેનમાં ભારતીય દૂતાવાસે યુક્રેનમાં ભારતીયોને તેમના મોબાઈલ નંબર અને સ્થાન સાથે “તાત્કાલિક ધોરણે” સંપર્ક કરવા જણાવ્યું છે. હંગેરીમાં ભારતીય દૂતાવાસે ટ્વીટ કરીને મહત્વની જાહેરાત કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “ભારતીય દૂતાવાસે આજે ઓપરેશન ગંગા ઉડાનનો અંતિમ તબક્કો શરૂ કર્યો છે. તેમના પોતાના આવાસમાં રહેતા તમામ વિદ્યાર્થીઓને (દૂતાવાસ દ્વારા ગોઠવાયેલા વ્યવસ્થા સિવાય) હંગેરી, રાકોઝી UT 90 (બુડાપેસ્ટ) પર સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધીમાં પહોંચવા વિનંતી કરવામાં આવે છે.”

તમને જણાવી દઈએ કે, હંગેરી તેની સરહદ યુદ્ધગ્રસ્ત યુક્રેન સાથે વહેંચે છે અને અત્યાર સુધીમાં હજારો ભારતીયોને આ દેશમાંથી ભારત લાવવામાં આવ્યા છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે સંકલન કરવા માટે ભારતીય દૂતાવાસે બુડાપેસ્ટ (હંગેરી)માં એક કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે. 2,200 થી વધુ ભારતીયોને પરત લાવવા માટે બુડાપેસ્ટ, કોસીસ, રેજોય અને બુકારેસ્ટથી રવિવારે વધુ અગિયાર વિશેષ ફ્લાઈટ્સ ચલાવવાની અપેક્ષા છે.

ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસના ડેપ્યુટી ચીફ રાજીવ બોદવડેને પણ વિશેષ ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું, “અમારી પાસે હંગેરિયન-યુક્રેન બોર્ડર પર ટીમો છે જે અમને જાણ કરે છે કે કેટલા ભારતીયો સરહદ પાર કરી રહ્યા છે, અન્ય ટીમો આવાસ, પરિવહન વગેરેની દેખરેખ રાખે છે. 150 થી વધુ સ્વયંસેવકો અમારી મદદ કરી રહ્યા છે.”

આ પણ વાંચો: આ લિંક ઉપર ક્લિક કરી સરળતાથી સરકારી નોકરી મેળવવાનો મેસેજ તમને મળ્યો કે નહિ? જાણો હકીકત

આ પણ વાંચો: ગુજરાતમાં સ્થપાશે ડ્રોન સ્કીલ ઇન્સ્ટિટ્યૂટ, રોજગાર સર્જનના સરકારના પ્રયાસ

g clip-path="url(#clip0_868_265)">