AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Army: ભારતીય સેના બ્રહ્મપુત્ર નદીની નીચે બનાવશે ટનલ, જાણો ચીનને ઘેરવાના આ Deadly plan વિશે

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વાએ (CM Himant Biswa) જણાવ્યું હતું કે, "જે સુરંગ બનાવવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે તે બ્રહ્મપુત્ર નદીની નીચે મીસાથી શરૂ થશે અને તેજપુર સુધી જશે. ઉપરાંત તેની લંબાઈ 12 થી 15 કિલોમીટરની આસપાસ હશે."

Indian Army: ભારતીય સેના બ્રહ્મપુત્ર નદીની નીચે બનાવશે ટનલ, જાણો ચીનને ઘેરવાના આ Deadly plan વિશે
Brahmaputra River (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 10:41 AM
Share

Indian Army: આસામના મુખ્યપ્રધાન હિમંત બિસ્વાએ(Hemant Biswa)  જણાવ્યું કે, ભારતીય સેના ઐતિહાસિક બ્રહ્મપુત્રા નદીની નીચે એક સુરંગ બનાવશે. આ ટનલની (Tunnel) મદદથી ભારતીય સેનાને ચીનને ઘેરવામાં મદદ મળશે. CM હિમંત બિસ્વાના જણાવ્યા અનુસાર, નદીની નીચે બનનાર આ ટનલ મનાલીની અટલ ટનલ (Atal Tunnel) જેવી હશે. વધુમાં જણાવ્યું કે,અરુણાચલ પ્રદેશ સાથે ચીનની સરહદ પર પડોશી દેશની આક્રમક નીતિઓને કારણે આ ટનલ ખૂબ મહત્વની સાબિત થશે.

ટનલ નિર્માણમાં 5000 કરોડનો ખર્ચ કરવામાં આવશે

હેમંત બિસ્વાના જણાવ્યા અનુસાર,આ સુરંગ બ્રહ્મપુત્ર નદીની (Brahmaputra River) નીચે મીસાથી શરૂ થશે અને તેજપુર સુધી જશે અને તેની લંબાઈ 12 થી 15 કિલોમીટરની આસપાસ હશે. હેમંત બિસ્વાએ જણાવ્યું હતુ કે, આસામમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર સુધી પહોંચવા માટે ચીન પાસે 5 રસ્તા છે, જ્યારે ભારત પાસે માત્ર એક જ રસ્તો છે જે બોમડિલામાંથી પસાર થાય છે.

ઉપરાંત સેનાએ વધુ રસ્તા બનાવવાની યોજના બનાવી છે, જેથી અરુણાચલ પ્રદેશમાં (Arunachal Pradesh) ચીનની સરહદને માર્ગ દ્વારા જોડી શકાય. વધુમાં કહ્યું કે, જે ટનલ બનાવવામાં આવશે તેની મદદથી સેનાને કોઈપણ પરિસ્થિતિમાં તૈયાર રહેવા સક્ષમ બનાવશે.આપને જણાવી દઈએ કે, આ ટનલ બનાવવામાં 4,000 થી 5,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

ચીન સરહદ નજીક પ્રથમ વખત ટનલ બનાવવામાં આવશે

અહેવાલોનું માનીએ તો, મોદી સરકારે બ્રહ્મપુત્રા નદીની નીચે ચાર લેન ટનલ (Lane Tunnel) બનાવવાની મંજૂરી ગયા વર્ષ જ આપી હતી, જે ટનલ આસામના ગોહપુર અને નુમાલીગઢ શહેરને જોડવામાં આવશે. આપને જણાવી દઈએ કે બ્રહ્મપુત્રા નદી આસામ અને અરુણાચલ પ્રદેશમાંથી થઈને તિબેટ (Tibet)અને પછી ચીનમાં જાય છે. જો બ્રહ્મપુત્ર નદીની નીચે એક સુરંગ બનાવવામાં તે ચીન સરહદ નજીક બનાવવામાં આવેલી પ્રથમ ટનલ હશે.

હથિયારો પહોંચાડવામાં સરળતા રહેશે

અહેવાલો અનુસાર, ચીનના જિયાંગસુ પ્રાંતમાં તાઈહુ તળાવની નીચે બનાવવામાં આવી રહેલી સુરંગ કરતાં આ ટનલ લાંબી હશે. ઉપરાંત આ ટનલ ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વની સાબિત થશે, કારણ કે આ સુરંગની મદદથી આસામ (Assam) અને અરુણાચલ પ્રદેશ જોડાયેલા રહી શકશે. જો સૂત્રોનું માનીએ તો, સુરંગની મદદથી લશ્કરી પુરવઠો અને શસ્ત્રોનો પુરવઠો પહોંચાડવામાં પણ મદદ થશે.

આપને જણાવવું રહ્યું કે,આ ટનલની અંદર 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાહનો દોડી શકશે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, સેનાએ સરકારને બ્રહ્મપુત્રા નદીની નીચે ટનલ બનાવવા અંગે જણાવ્યું હતુ. સેનાએ જણાવ્યું કે, “દુશ્મનો પુલને સરળતાથી નિશાન બનાવી શકે છે, પરંતુ સુરંગના કારણે એવું થશે નહિ.”

આ પણ વાંચો: RBI એ આ બેંકનું લાયસન્સ રદ કર્યું, જાણો ખાતાધારકોના પૈસાનું શું થશે?

આ પણ વાંચો: Maharashtra: ડેલ્ટા પ્લસ વેરીએન્ટને કારણે અત્યાર સુધીમાં પાંચ લોકોના મુત્યુ, કુલ 66 કેસની પુષ્ટિ થતા આરોગ્યતંત્રની વધી ચિંતા

Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">