Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu Kashmir: સુરક્ષા દળોએ બે આતંકીઓને કર્યા ઠાર, મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો કર્યો જપ્ત

સ્થાનિક પોલીસ અને સેના દ્વારા અપનાવવામાં આવેલી તકેદારી અને આક્રમક વલણને કારણે આ સફળતા મળી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી કાશ્મીર ઘાટીમાં શાંતિ અને સુરક્ષાને ભંગ કરવાના કોઈપણ કાવતરાને નિષ્ફળ બનાવવા માટે સેના, સુરક્ષા દળો અને પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

Jammu Kashmir: સુરક્ષા દળોએ બે આતંકીઓને કર્યા ઠાર, મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો કર્યો જપ્ત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2023 | 5:39 PM

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ સફળતા હાંસલ કરી અને બે સશસ્ત્ર આતંકવાદીઓને ઠાર કર્યા. આટલું જ નહીં, આતંકીઓ પાસેથી દારૂગોળાની સાથે એકે સિરીઝની રાઈફલ્સ પણ મળી આવી છે. મળતી માહિતી મુજબ, આ એન્કાઉન્ટર LOC નજીક કુપવાડાના માછિલ સેક્ટરના કુમકડી વિસ્તારમાં થયું હતું. આતંકીઓ પાસેથી બે એકે રાઈફલ, ચાર મેગેઝીન, 90 રાઉન્ડ ગોળીઓ અને પાકિસ્તાની પિસ્તોલ મળી આવી છે.

આ પણ વાંચો: Pakistan News: પાકિસ્તાનના ગજબ ભિખારીઓ! વિઝા લઈને ભીખ માંગવા જતા હતા સાઉદી અરેબિયા, એરપોર્ટ પરથી કરવામાં આવી ધરપકડ

Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025
આકડાના પાન તમારી આટલી સમસ્યાઓ કરે છે દૂર, જાણી ને ચોંકી જશો

વાસ્તવમાં, કુપવાડાના માછિલ સેક્ટર પાસે એલઓસી પર આતંકવાદીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારબાદ આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઘેરી લીધા હતા. આતંકવાદીઓને તેઓ ઘેરાયેલા હોવાની જાણ થતાં જ ઘૂસણખોરોએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી અને બે આતંકવાદીઓને ઠાર કર્યા. એન્કાઉન્ટર બાદ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી.

ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો

આ એન્કાઉન્ટરની પુષ્ટિ કરતા ભારતીય સેનાએ કહ્યું કે કુપવાડાના માછિલ સેક્ટરના કુમકારી હૈહામામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કરવામાં આવ્યો હતો. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર વધુ આતંકીઓ ઘૂસણખોરી કરે તેવી શક્યતા છે. મૃતદેહોને બહાર કાઢવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. સામાન્ય લોકોને આ વિસ્તારમાં આવતા અટકાવવામાં આવ્યા હતા.

સુરક્ષા દળો દ્વારા જપ્ત કરવામાં આવેલ દારૂગોળો

  • 01 એકે સિરીઝની રાઈફલ
  • 04 એકે મેગેઝિન
  • 02 UBGL (અંડર બેરલ ગ્રેનેડ લોન્ચર)
  • 02 ગ્રેનેડ
  • 26 UBGL ગ્રેનેડ
  • 7.62mm AK દારૂગોળાના 2088 રાઉન્ડ
  • 01 સાયલેન્સર પિસ્તોલ
  • 900 ગ્રામ PEK (પોટેશિયમ નાઈટ્રેટ)
  • 27 ડિટોનેટર
  • વાયર સાથે 19 કોમર્શિયલ ડિટોનેટર
  • 02 બૂસ્ટર ચાર્જ
  • 02 વિસ્ફોટક ઉપકરણો
  • 10 સંશોધિત મિકેનિઝમ ટૂલ્સ
  • 04 બેટરી
  • 01 આઇકોમ રેડિયો સેટ

સોશિયલ મીડિયા માધ્યમ X પર માહિતી આપતા ભારતીય સેનાએ કહ્યું કે શનિવારે ગુપ્તચર એજન્સીઓએ કુપવાડાના માછિલ સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ઘૂસણખોરો પાસેથી બે એકે રાઈફલ, ચાર મેગેઝીન, 90 રાઉન્ડ ગોળીઓ, 2 હેન્ડ ગ્રેનેડ, પાકિસ્તાની પિસ્તોલ સહિત મોટી માત્રામાં હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટકો મળી આવ્યા છે.

આ પહેલા 14 સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ભારતીય સેનાના બે અધિકારીઓ અને એક જવાન સિવાય જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી શહીદ થયા હતા. અનંતનાગના જંગલોમાં પહાડોની ગુફાઓમાં આતંકવાદીઓ છુપાયેલા હતા, જેમને ખતમ કરવા માટે સેનાએ 5 દિવસ સુધી ઓપરેશન ચલાવ્યું હતું.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">