Pakistan News: પાકિસ્તાનના ગજબ ભિખારીઓ! વિઝા લઈને ભીખ માંગવા જતા હતા સાઉદી અરેબિયા, એરપોર્ટ પરથી કરવામાં આવી ધરપકડ
FIA અનુસાર, આ તમામ લોકો પંજાબના સાહિવાલ જિલ્લાના રહેવાસી છે. એરપોર્ટ પર ધરપકડ કરાયેલ લોકોની વધુ તપાસ કરવામાં આવશે. તાજેતરમાં જ એક અહેવાલ સામે આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે મધ્ય પૂર્વના દેશોમાં ધરપકડ કરાયેલા 90 ટકા ભિખારીઓ પાકિસ્તાનથી આવેલા છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ભીખ માંગતી પાકિસ્તાન (Pakistan) સરકારને હવે આ ભિખારીઓના કારણે શરમાવું પડ્યું છે. પાકિસ્તાનની સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સી FIAએ શુક્રવારે સાઉદી અરેબિયા જઈ રહેલા ભિખારીઓને પકડ્યા હતા. આ તમામ ઉમરાહ યાત્રીઓ બની ભીખ માંગવા જઈ રહ્યા હતા. ભીખારીઓના આ ગૃપમાં કેટલીક મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. આ અંગેનો અહેવાલ પાકિસ્તાનના અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુન તરફથી આવ્યો છે.
ભીખ માંગવા માટે સાઉદી જતા હતા
સાઉદી અરેબિયા છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનથી ભિખારીઓની વધતી સંખ્યાને લઈને ચિંતિત છે. આ વખતે 16 લોકો ઝડપાયા છે, જે ભીખ માંગવા માટે સાઉદી જતા હતા. મીડિયા અહેવાલ અનુસાર, ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ઉમરાહ સિઝન દરમિયાન મુલતાન એરપોર્ટ પર સાઉદી અરેબિયા જતી ફ્લાઇટમાંથી પ્રવાસીઓની આડમાં જતા 16 લોકોની અટકાયત કરી હતી.
સાઉદી અરેબિયા મોકલવા એજન્ટ કરે છે મદદ
FIAના ડાયરેક્ટર ખાલિદ અનીસે જણાવ્યું કે, આ બધા લોકોને મોકલવા પાછળ નૂરો નામનો એજન્ટ છે. તે લોકોને સાઉદી અરેબિયા મોકલવા માટે મદદ કરે છે. આ લોકો સાઉદી પહોંચીને પવિત્ર શહેરમાં ભીખ માંગવાનું કામ કરે છે. પકડાયેલા લોકોમાં 8 મહિલા, 4 પુરૂષો અને 4 બાળકોનો સમાવેશ થાય છે.
90 ટકાથી વધુ ભિખારીઓ પાકિસ્તાની
FIA અનુસાર, આ તમામ લોકો પંજાબના સાહિવાલ જિલ્લાના રહેવાસી છે. એરપોર્ટ પર ધરપકડ કરાયેલ લોકોની વધુ તપાસ કરવામાં આવશે. તાજેતરમાં જ એક અહેવાલ સામે આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે મધ્ય પૂર્વના દેશોમાં ધરપકડ કરાયેલા 90 ટકા ભિખારીઓ પાકિસ્તાનથી આવેલા છે.
આ પણ વાંચો : Pakistan News : ભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો ! હાફિઝ સઈદના નજીકના સાથીને પહોચાડ્યો જન્નતમાં, જુઓ CCTV Video
ભિખારીઓની વિદેશમાં ગેરકાયદેસર કરવામાં આવે છે હેરફેર
રીપોર્ટ અનુસાર આ ભિખારીઓ સાઉદી અરેબિયાની પ્રતિષ્ઠિત ગ્રાન્ડ મસ્જિદ અને તેની આસપાસ પાકિટ મારવાના અપરાધમાં પણ સામેલ છે. બુધવારે પાકિસ્તાની મંત્રાલયની સ્થાયી સમિતિની બેઠક દરમિયાન આ ચોંકાવનારા આંકડા બહાર આવ્યા હતા. આ દરમિયાન સેક્રેટરી ઝુલ્ફીકાર હૈદરે આ અંગે નિરાશા વ્યક્ત કરી હતી. ભિખારીઓની ગેરકાયદેસર માધ્યમો દ્વારા વિદેશમાં હેરફેર કરવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો