ભારત ટૂંક સમયમાં કોરોના રસીની નિકાસ શરૂ કરશે, અત્યાર સુધીમાં 6.6 કરોડથી વધુ રસીની કરી છે નિકાસ

TV9 GUJARATI

|

Updated on: Oct 09, 2021 | 6:52 PM

એપ્રિલમાં વૈશ્વિક રોગચાળાની બીજી લહેર પછી, સરકારે રસીની નિકાસ બંધ કરી દીધી હતી. ભારતે અત્યાર સુધીમાં 100 થી વધુ દેશોમાં 66 મિલિયનથી વધુ રસીની નિકાસ કરી છે.

ભારત ટૂંક સમયમાં કોરોના રસીની નિકાસ શરૂ કરશે, અત્યાર સુધીમાં 6.6 કરોડથી વધુ રસીની કરી છે નિકાસ
Corona Vaccine

Follow us on

ભારતે સંયુક્ત રાષ્ટ્રને જાણ કરી હતી કે તે નવી ભારતીય રસીઓ સાથે તેની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરશે. તેમણે ભાર મૂક્યો કે કાચા માલનો પુરવઠો જાળવવો મહત્વપૂર્ણ છે કારણ કે કોવિડ -19 રસી (Corona Vaccine) વિશ્વના દરેક ખૂણે પહોંચવાની જરૂર છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ શુક્રવારે જણાવ્યું હતું કે ભારતે વિશ્વના ઘણા દેશોને તબીબી સહાય અને બાદમાં રસી પૂરી પાડી છે.

ટીએસ તિરુમૂર્તિએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કમીટીની સામાન્ય ચર્ચામાં આ વાત કહી હતી. તેમણે કહ્યું, અમે એવા સમયે મળી રહ્યા છીએ જ્યારે કોવિડ સંકટ સમાપ્ત થતું હોય તેવું લાગી રહ્યુ નથી. વેક્સીન આવવાની સાથે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આપણે પરિસ્થિતિ બદલી શકીએ.

ટીએસ તિરુમૂર્તિએ વધુમાં કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું તેમ, અન્ય ભાગીદારો સાથે મળીને આ મહામારીનો અંત લાવીશું અને સાથે મળીને કામ કરીશું. આ માટે, કાચા માલની સપ્લાય ચેઇન ખુલ્લી રાખવી પડશે. ભારતમાંથી નવી રસીઓ પણ આવી રહી છે જેની સાથે અમે પુરવઠા ક્ષમતામાં વધારો કરીશું.

ભારતે 6.6 કરોડથી વધુ રસીની નિકાસ કરી છે વૈશ્વિક રસી દાન પહેલ ‘કોવેક્સ’ ના તેના વચનને પૂર્ણ કરવા માટે ભારત ‘ટીકા મૈત્રી’ કાર્યક્રમ હેઠળ 2021 ના ​​ચોથા ક્વાર્ટરમાં વધારાની કોવિડ -19 રસીઓની નિકાસ ફરી શરૂ કરશે. દેશમાં, એપ્રિલમાં વૈશ્વિક રોગચાળાની બીજી લહેર પછી, સરકારે રસીની નિકાસ બંધ કરી દીધી હતી. ભારતે અત્યાર સુધીમાં અનુદાન, વ્યાપારી માલસામાન અને કોવેક્સ પહેલ હેઠળ 100 થી વધુ દેશોમાં 66 મિલિયનથી વધુ રસીની નિકાસ કરી છે.

ટીએસ તિરુમૂર્તિએ મહાસભામાં જણાવ્યું હતું કે વૈશ્વિક રોગચાળા કોરોના વાયરસને કારણે ઓછી આવક ધરાવતા દેશોને પ્રતિકૂળ અસર થઈ છે. ટકાઉ વિકાસ લક્ષ્યો સહિત અમારી ઘણી મહત્વાકાંક્ષાઓ અને લક્ષ્યો સ્થિર થઈ ગયા છે. તેમણે કહ્યું ‘વસુધૈવ કુટુંબકમ’ ની ભારતીય નીતિ વધુ સારા ભવિષ્યના નિર્માણનો માર્ગ બતાવશે.

આ પણ વાંચો : કોંગ્રેસે 16 ઓક્ટોબરે CWC ની બેઠક બોલાવી, પાર્ટી અધ્યક્ષના નામ પર લાગી શકે છે મહોર

આ પણ વાંચો : તહેવારો દરમિયાન કોરોનાને રોકવા કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન, કેસના પોઝિટિવિટી રેટના આધારે મળશે છૂટછાટ

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati