તહેવારો દરમિયાન કોરોનાને રોકવા કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન, કેસના પોઝિટિવિટી રેટના આધારે મળશે છૂટછાટ

નવા દિશાનિર્દેશો અનુસાર, કન્ટેનમેન્ટ ઝોન અને જિલ્લાઓમાં 5 ટકાથી વધુ કેસ નોંધાતા વિસ્તારોમાં સામૂહિક મેળાવડા થશે નહીં. 5 ટકા અને તેનાથી ઓછો દર ધરાવતા જિલ્લાઓમાં, પૂર્વ પરવાનગી અને મર્યાદિત લોકો સાથે સભાની મંજૂરી આપવામાં આવશે.

તહેવારો દરમિયાન કોરોનાને રોકવા કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન, કેસના પોઝિટિવિટી રેટના આધારે મળશે છૂટછાટ
પ્રતિકાત્મક ફોટો

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આગામી તહેવારોમાં કોવિડ -19 સંક્રમણને (Corona Virus) રોકવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને માર્ગદર્શિકા જારી કરી છે. નવા દિશાનિર્દેશો અનુસાર, કન્ટેનમેન્ટ ઝોન અને જિલ્લાઓમાં 5 ટકાથી વધુ (પોઝિટિવિટી રેટ) કેસ નોંધાવતા વિસ્તારોમાં સામૂહિક મેળાવડા થશે નહીં. 5 ટકા અને તેનાથી ઓછો દર ધરાવતા જિલ્લાઓમાં, પૂર્વ પરવાનગી અને મર્યાદિત લોકો (સ્થાનિક સંદર્ભ મુજબ) સાથે સભાની મંજૂરી આપવામાં આવશે.

આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે સાપ્તાહિક કેસના પોઝિટિવિટી રેટના આધારે રાજ્યોમાં છૂટ અને પ્રતિબંધો લાદવામાં આવશે. રાજ્યો તમામ જિલ્લાઓમાં દરરોજ કોરોનાના કેસોની નજીકથી દેખરેખ રાખશે જેથી કોઈ પણ પ્રારંભિક ચેતવણી ચિહ્નો ઓળખી શકાય અને તે મુજબ પ્રતિબંધો અને કોરોનાની યોગ્ય વર્તણૂકનું પાલન સુનિશ્ચિત કરી શકાય.

સરકારે કહ્યું છે કે લોકોને મુસાફરી અને મેળાવળાથી રોકવા માટે પ્રચાર થવો જોઈએ. ઓનલાઈન દર્શન અને વર્ચ્યુઅલ મેળાવડાની જોગવાઈને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સિવાય પૂતળા દહન, દુર્ગા પૂજા પંડાલ, દાંડિયા, ગરબા અને છઠ પૂજા જેવી તમામ વિધિઓ પ્રતીકાત્મક હોવી જોઈએ.

માર્ગદર્શિકા અનુસાર, સભાઓ/સરઘસોમાં ભાગ લેવા માટે મંજૂર કરાયેલા લોકોની સંખ્યાનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. પૂજા સ્થાનો પર અલગ પ્રવેશ અને બહાર નીકળવાના રસ્તો રખવો જોઈએ. પ્રસાદ, પવિત્ર જળનો છંટકાવ વગેરેનો ઉપયોગ ટાળવો જોઈએ. 9 દિવસના નવરાત્રિ મહોત્સવની શરૂઆત ગુરુવારે દેશભરમાં COVID-19 સલામતીના નિયમોના અમલ સાથે થઈ હતી.

દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 2.36 લાખ છે

શનિવારે દેશમાં કોવિડ-19 ના 19,740 નવા કેસ નોંધાયા છે. જે બાદ કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 3,39,35,309 થઈ ગઈ. સક્રિય કેસોની સંખ્યા ઘટીને 2,36,643 થઈ ગઈ છે, જે 206 દિવસમાં સૌથી ઓછી છે, જે કુલ કેસના 0.70 ટકા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં કોરોનાના કારણે વધુ 248 દર્દીઓના મોત થતા મૃત્યુઆંક વધીને 4,50,375 પર પહોંચી ગયો છે. સતત 15 મા દિવસે દૈનિક કેસ 30,000 થી ઓછા છે.

મંત્રાલયે કહ્યું કે દેશમાં કોવિડ -19 રસીના 94 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કોવિડ -19 માંથી સ્વસ્થ થવાનો રાષ્ટ્રીય દર 97.98 ટકા નોંધાયો હતો, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે સંક્રમણનો દૈનિક દર 1.56 ટકા નોંધવામાં આવ્યો છે, જે છેલ્લા 40 દિવસથી 3 ટકાથી ઓછો છે. દેશમાં સાજા થતા દર્દીઓની સંખ્યા વધીને 3,32,48,291 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુ દર 1.33 ટકા છે.

 

આ પણ વાંચો : Jammu Kashmir : લઘુમતીઓની હત્યાથી સરકાર એક્શનમાં આવી, સેનાને સૂચના આપી કહ્યું આતંકવાદીઓનો સફાયો કરો

આ પણ વાંચો : UTTARAKHAND : વડાપ્રધાન મોદીના હસ્તે નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી માટે શરૂ થશે અભિયાન

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati