2028માં COP33ની મેજબાની કરશે ભારત? વડાપ્રધાન મોદીએ દુબઈમાં મુક્યો પ્રસ્તાવ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતે ઈકોલોજી અને અર્થવ્યવસ્થાની વચ્ચે સારા સંતુલન બનાવી દુનિયાની સામે વિકાસનું એક મોડલ રજૂ કર્યુ છે. ભારતે વિકાસ અને પર્યાવરણ સંરક્ષણની વચ્ચે સંતુલન બનાવી દુનિયાની સામે એક મહાન ઉદાહરણ રજૂ કર્યુ છે.
યુએઈ પ્રવાસ પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2028માં સંયૂક્ત રાષ્ટ્ર જલવાયુ સંમેલન અથવા સીઓપી 33ની મેજબાની ભારતમાં કરવાનો શુક્રવારે પ્રસ્તાવ મુક્યો છે. તેની સાથે સાથે વડાપ્રધાને કાર્બન સિંક બનાવવા પર કેન્દ્રિત ગ્રીન ક્રેડિટ પહેલ શરૂ કરી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતે 2030 સુધી ઉત્સર્જનની તીવ્રતાને 45 ટકા સુધી ઓછુ કરવા, બિન-અશ્મિભૂત ઈંધણની ભાગીદારીને 50 ટકા સુધી વધારવાનું લક્ષ્ય રાખ્યું છે.
દુબઈમાં સીઓપી 28ને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત પોતાના રાષ્ટ્રીય સ્તર પર નિર્ધારિત યોગદાન લક્ષ્યોને પ્રાપ્ત કરવાના રસ્તા પર છે. ભારતે ઈકોલોજી અને અર્થવ્યવસ્થાની વચ્ચે સારા સંતુલન બનાવી દુનિયાની સામે વિકાસનું એક મોડલ રજૂ કર્યુ છે. ભારતે વિકાસ અને પર્યાવરણ સંરક્ષણની વચ્ચે સંતુલન બનાવી દુનિયાની સામે એક મહાન ઉદાહરણ રજૂ કર્યુ છે.
Sharing my remarks at Opening Ceremony of High-level segment at @COP28_UAE Summit. https://t.co/gvrlHFWmlv
— Narendra Modi (@narendramodi) December 1, 2023
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત દુનિયાના તે કેટલાક દેશોમાંથી એક છે, જે ગ્લોબલ વોર્મિગને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી સીમિત કરવા માટે રાષ્ટ્રીય સ્તર પર નિર્ધારિત યોગદાનને મેળવવાની રાહ પર છે. વડાપ્રધાન મોદી સીઓપી 28ના અધ્યક્ષ સુલ્તાન અલ જાબેર અને સંયૂક્ત રાષ્ટ્ર જલવાયુ પરિવર્તનના અધ્યક્ષ સાઈમન સ્ટિલની સાથે ઉદ્ઘાટન કાર્યક્રમમાં સામેલ થનારા એક માત્ર નેતા હતા. વડાપ્રધાને અમીર દેશોને જલવાયુ પરિવર્તન સામે લડવા અને મદદ કરવા માટે ટેક્નોલોજી શેયર કરવા માટે પણ આહ્વાન કર્યુ.
ધરતીના અનુકુળ જીવન પદ્ધતિ અપનાવવાની અપીલ
વડાપ્રધાન મોદીએ પર્યાવરણ માટે જીવનશૈલીનું સમર્થન કરતા દેશોને ધરતીના અનુકુળ જીવન પદ્ધતિઓને અપનાવવા અને સઘન ગ્રાહક વર્તનથી દુર જવાનો આગ્રહ પણ કર્યો. તેમને આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીના એક અભ્યાસનો હવાલો આપતા કહ્યું કે આ દષ્ટિકોણ કાર્બન ઉત્સર્જનને 2 બિલિયન ટન સુધી ઓછુ કરી શકે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે દરેકના હિતોનું રક્ષણ કરવું જોઈએ અને જલવાયુ પરિવર્તન સામે લડાઈમાં તમામની ભાગીદારી જરૂરી છે.