ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના ‘Sea to Sea’ વેરિઅન્ટનું INS વિશાખાપટ્ટનમથી કર્યુ સફળ પરીક્ષણ
ભારતીય નૌકાદળે જણાવ્યું કે ભારત દ્વારા INS વિશાખાપટ્ટનમથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના 'Sea-to-Sea' પ્રકારનું પરીક્ષણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે.
ભારતીય નૌકાદળે જણાવ્યું કે ભારત દ્વારા INS વિશાખાપટ્ટનમથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના ‘Sea-to-Sea’ પ્રકારનું પરીક્ષણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે.
ભારતે આજે પશ્ચિમી કિનારે ભારતીય નૌકાદળના વિનાશક યુદ્ધ જહાજ INS વિશાખાપટ્ટનમમાંથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું. મિસાઈલના ‘સી-ટુ-સી’ પ્રકારનું મહત્તમ રેન્જમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને લગભગ સંપૂર્ણ સટીકતાથી ટાર્ગેટ જહાજને હિટ કર્યું હતું. ભારતીય નૌકાદળના સૂત્રોએ આ માહિતી આપી છે કે ચીન અને પાકિસ્તાનની સરહદ પર સતત તણાવ ચાલી રહ્યો છે ત્યારે ભારતે આ પરીક્ષણ કર્યું છે.
Advanced sea to sea variant of BrahMos Supersonic Cruise missile was tested from INS Visakhapatnam today. Missile hit the designated target ship precisely. @indiannavy @BrahMosMissile#SashaktBharat#AtmaNirbharBharat pic.twitter.com/BbnazlRoM4
— DRDO (@DRDO_India) January 11, 2022
અગાઉ 8 ડિસેમ્બરે, સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસ એર-ટુ-એર વેરિઅન્ટનું ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન(DRDO)ના સૂત્રોએ આ માહિતી આપી હતી.
બ્રહ્મોસના વિકાસમાં મિશનને એક મુખ્ય સીમાચિહ્નરૂપ ગણાવતા, સૂત્રોએ જણાવ્યું હતું કે મિસાઇલના એર-ટુ-એર પ્રકારનું સુપરસોનિક ફાઇટર એરક્રાફ્ટ સુખોઇ 30 Mk-I થી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ પ્રક્ષેપણ સાથે બ્રહ્મોસ મિસાઈલના એર-ટુ-એર વેરિયન્ટના મોટાપાયે ઉત્પાદનનો માર્ગ સાફ થઈ ગયો છે.
બ્રહ્મોસ મિસાઈલની વિશેષતાઓ શું છે?
બ્રહ્મોસ મિસાઈલની સટીકતા તેને વધુ ઘાતક બનાવે છે. તેની રેન્જ પણ વધારી શકાય છે. આ સિવાય આ મિસાઈલ દુશ્મનના રડારથી બચવામાં પણ માહિર છે. બ્રહ્મોસ મિસાઈલને રશિયા અને ભારતના સંયુક્ત પ્રોજેક્ટ તરીકે તૈયાર કરવામાં આવી હતી.
આમાં બ્રહ્મ એટલે ‘બ્રહ્મપુત્રા’ અને મોસ એટલે ‘મોસ્કવા’. મોસ્કવા એ રશિયામાં વહેતી નદીનું નામ છે. બ્રહ્મોસની ગણતરી 21મી સદીની સૌથી ખતરનાક મિસાઈલોમાં થાય છે, જે એક સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ છે. આ મિસાઈલ 4300 કિમી પ્રતિ કલાકની ઝડપે દુશ્મનની જગ્યાને નષ્ટ કરી શકે છે. તે 400 કિમીની રેન્જમાં દુશ્મનને નિશાન બનાવી શકે છે.
લખનૌમાં બ્રહ્મોસ મિસાઇલ ઉત્પાદન એકમનો શિલાન્યાસ
હાલમાં જ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બ્રહ્મોસ મિસાઈલ મેન્યુફેક્ચરિંગ યુનિટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ટૂંક સમયમાં અહીં બ્રહ્મોસ મિસાઈલ બનાવવામાં આવશે. શિલાન્યાસ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા.
તેમણે કહ્યું કે અમે બ્રહ્મોસ મિસાઈલ, અન્ય સંરક્ષણ ઉપકરણો અને હથિયારો બનાવી રહ્યા છીએ, તેને વિશ્વના કોઈપણ દેશ પર હુમલો કરવા માટે નથી બનાવી રહ્યા. અમે ભારતની ધરતી પર બ્રહ્મોસ બનાવવા માંગીએ છીએ જેથી ભારતમાં ઓછામાં ઓછી એટલી શક્તિ હોવી જોઈએ કે વિશ્વનો કોઈ દેશ ભારત તરફ ખરાબ નજરથી જોવાની હિંમત ન કરે.
આ પણ વાંચો : UP Elections 2022: યોગી કેબિનેટમાંથી Swami Prasad Mauryaએ આપ્યું રાજીનામું, જાણો હવે કઈ પાર્ટીમાં જોડાશે
આ પણ વાંચો : Covid-19: વિદેશથી આવતા પ્રવાસીઓ માટે કડક નિયમો, આજથી 7 દિવસ હોમ ક્વોરેન્ટાઈન જરૂરી