શું ભારત-પાક મેચ થશે રદ ? કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું- પાકિસ્તાન સાથે મેચ રમવા મુદ્દે પુનઃવિચાર જરૂરી

કેન્દ્રીયમંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદી હુમલાને જોતા આગામી દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી મેચ પર પુનઃર્વિચાર કરવાની જરૂર છે. પાકિસ્તાન સાથે સંબંધો હજુ સારા નથી.

શું ભારત-પાક મેચ થશે રદ ? કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું- પાકિસ્તાન સાથે મેચ રમવા મુદ્દે પુનઃવિચાર જરૂરી
Union Minister Giriraj Singh (file photo )


જમ્મુ -કાશ્મીરમાં સતત આતંકવાદી હુમલાને જોતા ભારતીય ક્રિકેટ ટીમની પાકિસ્તાન સાથેની મેચ રદ કરવાની માંગ વધવા લાગી છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ મેચ ન હોવી જોઈએ. બીજી બાજુ પંજાબ સરકારમાં મંત્રી પરગટ સિંહે પણ આ જ પ્રકારે માંગ કરી છે.

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ મેચ ન હોવી જોઈએ. આ બાબતે પુનઃર્વિચાર કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનનો આતંકવાદી ચહેરો દુનિયાની સામે આવી ગયો છે. પાકિસ્તાને પણ આના પરિણામો ભોગવવા પડશે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રવિવારે જોધપુરમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના ઘરે શોક સભામાં હાજરી આપ્યા બાદ મીડિયા સાથે વાતચીત દરમિયાન આ વાત કહી હતી.

ગિરિરાજ સિંહે કહ્યું કે, જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદી હુમલાને જોતા આગામી દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી મેચ પર પુનઃર્વિચાર કરવાની જરૂર છે. સંબંધો હજુ સારા નથી. આ દરમિયાન ગિરિરાજ સિંહે કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, ‘કોંગ્રેસ દેશમાં ખોટી રાજનીતિ કરી રહી છે. રાજસ્થાનમાં વાલ્મિકી સમાજના લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે. મહિલાઓ પર બળાત્કાર થઈ રહ્યો છે. કાશ્મીરમાં હિન્દુઓને નિશાન બનાવીને તેમની હત્યા કરવામાં આવી રહી છે. આ મુદ્દાઓ પર કંઈ બોલ્યા વગર, તે લખીમપુરમાં રાજકારણ કરી રહ્યા છે. તાજેતરમાં જ જમ્મુ -કાશ્મીરમાં એક પાણીપુરી વેચનારને આતંકવાદીઓએ નિશાન બનાવ્યો હતો, તે વ્યક્તિ માર્યો ગયો હતો. બિહારના બાંકાના રહેવાસી આ વ્યક્તિના પિતાએ પણ ટી 20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ રદ કરવાની માંગ કરી છે.

પંજાબ સરકારના મંત્રીએ પણ માંગ કરી
પંજાબ સરકારના મંત્રી પરગટ સિંહે પણ આ જ પ્રકારે માંગ કરી છે. પંજાબના કેબિનેટ મંત્રી પરગટ સિંહ સિંહે કહ્યું કે, ભારત પાકિસ્તાન વચ્ચે મેચ ન યોજવી જોઈએ, કારણ કે સરહદ પર તણાવ છે. તેમણે કહ્યું કે ભારત-પાકિસ્તાન તણાવના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ -કાશ્મીરમાં પાકિસ્તાનના ડરપોક કૃત્યને કારણે છેલ્લા એક સપ્તાહમાં ભારતના નવ સૈનિકો શહીદ થયા છે. પાકિસ્તાનમાંથી આતંકવાદીઓ સતત ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, આવી સ્થિતિમાં સરહદ પર સતત એન્કાઉન્ટર થાય છે. આતંકવાદીઓ કાશ્મીરમાં બીન કાશ્મીરી નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. અને 1990ના જેવી જ સ્થિતિ સર્જવા માંગે છે.

આ પણ વાંચોઃ

કેરળમાં મેઘાનું તાંડવ ! ભારે વરસાદને પગલે કોટ્ટાયમના મુંડકાયમમાં એક મકાન પૂરમાં ગરકાવ, Videoમાં જુઓ દિલધડક દ્રશ્યો

આ પણ વાંચોઃ

મહારાષ્ટ્ર : પેટ્રોલ-ડીઝલના વઘતા ભાવને લઇને પવારે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી, કહ્યુ” દેશમાંથી BJP નામનું સંકટ દુર કરવુ પડશે”

Click on your DTH Provider to Add TV9 Gujarati