મહારાષ્ટ્ર : પેટ્રોલ-ડીઝલના વઘતા ભાવને લઇને પવારે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી, કહ્યુ” દેશમાંથી BJP નામનું સંકટ દુર કરવુ પડશે”

શરદ પવારે વધતા ઈંધણના ભાવને લઈને સરકાર પર નિશાન સાધતા કહ્યું કે 'જો કેન્દ્ર સરકાર તેના ટેક્સમાં 25 ટકાનો ઘટાડો કરે તો પેટ્રોલ અને ડીઝલના ભાવને નિયંત્રિત કરી શકાય છે,પરંતુ કેન્દ્ર સરકાર આ કરવા તૈયાર નથી.'

મહારાષ્ટ્ર : પેટ્રોલ-ડીઝલના વઘતા ભાવને લઇને પવારે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી, કહ્યુ દેશમાંથી BJP નામનું સંકટ દુર કરવુ પડશે
Sharad Pawar (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 12:14 PM

Maharashtra : મહારાષ્ટ્રમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા શરૂ કરાયેલા દરોડા અંગે એનસીપીના વડા શરદ પવારે (Sharad Pawar) ફરી એકવાર ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. શરદ પવારે કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્રને મુશ્કેલીમાં મુકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ED, CBI, આવકવેરા વિભાગ દ્વારા મહારાષ્ટ્રના નાગરિકોને હેરાન કરવામાં આવી રહ્યા છે.

શરદ પવારે કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર

વધુમાં શરદ પવારે કહ્યું કે, કેન્દ્ર સરકારની તમામ મશીનરીનો ઉપયોગ માત્ર રાજ્ય સરકારને પરેશાન કરવા માટે કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર (Maharashtra Government) સાથે સંકળાયેલા ઘણા લોકોને હેરાન કરવામાં આવ્યા હતા. જ્યારે જોવામાં આવ્યું કે તેની કોઈ અસર થઈ નથી, તો હવે મોટા હાથને મારવા માટે અજિત પવાર અને તેના પરિવારને લગતી જગ્યાઓ પર દરોડા શરૂ કરવામાં આવ્યા. પરંતુ ED-FIDI અથવા ગમે તે આવવા દો, આ સરકાર પડશે નહીં.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ED-FIDI લાંબા સમય સુધી નહીં ચાલે, દેશમાંથી ભાજપનું સંકટ દૂર કરવું જરૂરી : શરદ પવાર

પવારે (Sharad Pawar) કહ્યું કે સત્તા તેમના હાથમાં છે, તેથી તેઓ આ બધું કરી રહ્યા છે. પરંતુ તે લાંબા સમય સુધી ચાલશે નહીં. દેશમાં ભાજપના કારણે જે સંકટ આવ્યુ છે તેને દૂર કરવુ પડશે. તમને જણાવી દઈએ કે, પુણે જિલ્લામાં આવેલા પિંપરી-ચિંચવાડની સભામાં શરદ પવારે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કરીને તેની કામગિરીની ટીકા કરી હતી. પુણે અને પિંપરી-ચિંચવાડની આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને શરદ પવારે કહ્યું કે, જેમના હાથમાં તેમણે સત્તા આપી, તેમણે શહેરને વિભાજિત કર્યું. તેમને ખાડાની જેમ બાજુ પર મૂકો. શહેરનું નિર્માણ કરનાર એનસીપીને ફરી એક વખત સત્તા આપવા નાગરિકોને જણાવ્યુ.

પવારે ઇંધણના દરમાં વધારો અને મોંઘવારીને લઇને કેન્દ્ર સરકારને આડે હાથ લીધી

શરદ પવારે ઈંધણના દરોમાં વધારો અને વધતી જતી મોંઘવારીને લઈને પણ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘હું મહારાષ્ટ્રના (Maharashtra) લોકોના સુખ અને દુ:ખ વિશે કેન્દ્ર સરકારને સમજાવવા માટે જિલ્લાથી જિલ્લામાં જઈ રહ્યો છું. પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ એટલા વધી ગયા છે કે આપણી માતાઓ અને બહેનોનું બજેટ ખોરવાઈ ગયું છે. જ્યારે મનમોહન સિંહની સરકાર હતી, ત્યારે જે લોકો આજે સત્તામાં છે તેઓ આંદોલન કરતી વખતે લોકસભાને કામ કરવા દેતા ન હતા. વધુમાં કહ્યુ કે, જો કેન્દ્ર સરકાર તેના ટેક્સમાં 25 ટકાનો ઘટાડો કરે તો પેટ્રોલ અને ડીઝલના ભાવને નિયંત્રિત કરી શકાય છે. પરંતુ કેન્દ્ર સરકાર આમ કરવા તૈયાર નથી.

આ પણ વાંચો : મહારાષ્ટ્રના લોકોને મળશે દિવાળીની ભેટ, વેક્સીનનો એક ડોઝ લેનારાઓને દરેક જગ્યાએ આવવા-જવા પર છૂટ, આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ આપી મહત્વની માહિતી

આ પણ વાંચો : Maharashtra: રાજ ઠાકરેના ફોટાને ન ઓળખવા બદલ સજા! મરાઠી અભિનેત્રીએ ચોકીદારને માર્યો માર, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">