AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત-પાકિસ્તાનના ભાગલા અને નેહરુને લઈને ખુલશે અનેક રહસ્યો ! ભારતના છેલ્લા વાઇસરોય માઉન્ટબેટન અને એડવિનાની અંગત ડાયરી થઈ શકે છે જાહેર

2011 માં, યુનિવર્સિટી ઓફ સાઉધમ્પ્ટનએ માઉન્ટબેટન પરિવાર પાસેથી બ્રોડલેન્ડ્સ નામના દસ્તાવેજો ખરીદ્યા. આ માટે 28 લાખ બ્રિટિશ પાઉન્ડના પબ્લિક ફંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ભારત-પાકિસ્તાનના ભાગલા અને નેહરુને લઈને ખુલશે અનેક રહસ્યો ! ભારતના છેલ્લા વાઇસરોય માઉન્ટબેટન અને એડવિનાની અંગત ડાયરી થઈ શકે છે જાહેર
The partition of India and Pakistan
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 9:49 AM
Share

ભારત અને પાકિસ્તાનના વિભાજનને (The partition of India and Pakistan) લઈને બ્રિટિશ સરકાર (British Government ) ના ઘણા રહસ્યો ટૂંક સમયમાં ખુલી શકે છે. વાસ્તવમાં યુકે (UK) ની કોર્ટમાં સુનાવણી થવાની છે. જેમાં ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન (Lord Mountbatten) ની ડાયરી (Dairy) અને કેટલાક પત્રો (Letters) ને સાર્વજનિક કરવા અંગે આ સપ્તાહે નિર્ણય લેવામાં આવશે.

ન્યાયાધીશ સોફી બકલી 1930 ના દાયકાથી જાહેર ડાયરીઓ અને પત્રવ્યવહાર કરવા પર માહિતી અધિકાર ટ્રિબ્યુનલ (RTI) ની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ અંગે શુક્રવાર સુધીમાં સુનાવણી હાથ ધરાશે. બ્રિટિશ-ભારતીય ઇતિહાસમાં આ એક મહત્વપૂર્ણ સમયગાળો છે, જેમાં માઉન્ટબેટન ભારતના ભાગલાની દેખરેખ રાખતા હતા.

તેમાં લોર્ડ લુઈસ અને લેડી એડવિના માઉન્ટબેટન બંનેના અંગત ડાયરીઓ અને પત્રો પણ છે. બ્રિટનની કેબિનેટ ઓફિસે કહ્યું છે કે તે કાગળોમાંની મોટાભાગની માહિતી પહેલાથી જ સાર્વજનિક છે અને ભારત અને પાકિસ્તાનના કોઈપણ ગોપનીય પાસાઓનો ખુલાસો અન્ય દેશો સાથેના બ્રિટનના સંબંધોને અસર કરશે. ઈતિહાસકાર અને ધ માઉન્ટબેટન: ધ લાઈવ્સ એન્ડ લવ્સ ઓફ ડિકી એન્ડ એડવિના માઉન્ટબેટનના લેખક, એન્ડ્રુ લૂની, તમામ દસ્તાવેજોને સાર્વજનિક કરવા માટે ચાર વર્ષથી લડી રહ્યા છે.

સાઉધમ્પ્ટન યુનિવર્સિટીએ સામગ્રી ખરીદી 2011 માં, યુનિવર્સિટી ઓફ સાઉધમ્પ્ટનએ માઉન્ટબેટન પરિવાર પાસેથી બ્રોડલેન્ડ્સ નામના દસ્તાવેજો ખરીદ્યા. આ માટે 28 લાખ બ્રિટિશ પાઉન્ડના પબ્લિક ફંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેની પાછળનો હેતુ આ દસ્તાવેજોને સાર્વજનિક કરવાનો હતો. જોકે, તે સમયે યુનિવર્સિટીએ કેબિનેટ ઓફિસને કેટલાક પત્રો મોકલ્યા હતા.

નેહરુ અને એડવિનાના પત્રોને પણ સાર્વજનિક કરવાનો આદેશ આ ક્રમમાં, તે પત્રોને પણ સાર્વજનિક કરવા માટે કહેવામાં આવ્યું હતું, જે લેડી માઉન્ટબેટને ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ (Jawaharlal Nehru) ને લખ્યા હતા. 1948 થી 1960 વચ્ચે લખેલા પત્રોની કુલ 33 ફાઈલો હતી. આમાં નેહરુએ એડવિના માઉન્ટબેટનને લખેલા પત્રોનો સમાવેશ થાય છે.

સાઉધમ્પ્ટન યુનિવર્સિટીએ જવાબ આપતા કહ્યું કે નેહરુ અને લેડી માઉન્ટબેટન વચ્ચેનો પત્રવ્યવહાર હજુ પણ અંગત કબજામાં હતો અને તે ગોપનીય હતો, પરંતુ યુનિવર્સિટીને તેમાં વધુ રસ હતો. આ અંગેનો નિર્ણય હજુ બાકી હતો જેની સુનાવણી આ અઠવાડિયે થવાની છે. આ અંગેનો નિર્ણય હજુ બાકી હતો જેની સુનાવણી આ અઠવાડિયે થવાની છે.

આ દસ્તાવેજોને સાર્વજનિક કરનાર એન્ડ્ર્યુ લોનીનું કહેવું છે કે તેણે પોતાની તમામ બચત આ કેસમાં લગાવી દીધી છે અને ક્રાઉડફંડિંગ દ્વારા 54 હજાર બ્રિટિશ પાઉન્ડ પણ ખર્ચ્યા છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજો છે અને તેને સાર્વજનિક ન કરવું એ સત્તાનો દુરુપયોગ અને માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે.

આ પણ વાંચો: Weather: અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયુ લો પ્રેશર, કેરળ-કર્ણાટક સહિત સાત રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો: ICC Rankings: મિતાલી રાજ નંબર ત્રણ અને સ્મૃતી મંધાના છઠ્ઠા ક્રમ પર યથાવત, સ્ટેફની ટેલરને થયો ફાયદો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">