જોધપુરમાં ભારત-ઓમાને કર્યો સંયુક્ત યુદ્ધા-અભ્યાસ, વાયુસેનાએ કહ્યું ‘બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મળશે મજબૂતી’

જોધપુરમાં ભારત-ઓમાને કર્યો સંયુક્ત યુદ્ધા-અભ્યાસ, વાયુસેનાએ કહ્યું 'બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મળશે મજબૂતી'
India, Oman Bilateral Air Force Exercise (PTI Photo)

બંને દેશોના હવાઈ દળો દ્વારા આ દાવપેચ ઓપરેશનલ ક્ષમતાઓને વધારવાની તક પૂરી પાડશે, સાથે જ IAF અને RAFOની ભાગીદારી પણ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવશે.

TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Feb 22, 2022 | 1:51 PM

ભારત અને ઓમાને સોમવારે જોધપુરમાં પાંચ દિવસીય હવાઈ યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો છે, જે બંને દેશો વચ્ચે વધતા દ્વિપક્ષીય સૈન્ય સહયોગને દર્શાવે છે. ભારતીય વાયુસેનાએ ‘ઈસ્ટર્ન બ્રિજ’ (Eastern Bridge) અભ્યાસની છઠ્ઠી આવૃત્તિ માટે સુખોઈ-30MKI, જગુઆર અને મિરાજ-2000 ફાઈટર જેટનો કાફલો તૈનાત કર્યો છે. તે જ સમયે, ઓમાનની રોયલ એર ફોર્સ (RAFO) એ તેના F-16 જેટ તૈનાત કર્યા છે. ભારતીય વાયુસેના (IAF) એ કહ્યું, “આ બંને વાયુસેનાને તેમની ઓપરેશનલ ક્ષમતા અને આંતર-સંચાલન ક્ષમતા વધારવાની તક પૂરી પાડશે.”

બંને દેશોના હવાઈ દળો દ્વારા આ દાવપેચ ઓપરેશનલ ક્ષમતાઓને વધારવાની તક પૂરી પાડશે, સાથે જ IAF અને RAFOની ભાગીદારી પણ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવશે. બંને દેશો 21 ફેબ્રુઆરીથી એરફોર્સ સ્ટેશન, જોધપુર ખાતે દ્વિપક્ષીય અભ્યાસ ઈસ્ટર્ન બ્રિજ-VI માં ભાગ લઈ રહ્યા છે અને 25 ફેબ્રુઆરી સુધી ચાલશે. જેમાં બંને દેશોના વાયુસેનાના વડા હાજરી આપે તેવી શક્યતા છે. તેમની ગેરહાજરીના કિસ્સામાં એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ અથવા દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના અન્ય વરિષ્ઠ અધિકારીઓ આવશે.

ઓમાનની રોયલ નેવીના કમાન્ડર રીઅર એડમિરલ ગયા અઠવાડિયે ભારત આવ્યા હતા

ભારત અને ઓમાન વચ્ચેના સંરક્ષણ સંબંધો થોડા વર્ષોથી મજબૂત થયા છે. ઓમાનની રોયલ નેવીના કમાન્ડર, રીઅર એડમિરલ (CRNO) સૈફ બિન નાસીર બિન મોહસીન અલ રહાબી, દ્વિપક્ષીય દરિયાઈ સુરક્ષા સહયોગને વધારવાના માર્ગો શોધવા માટે ગયા અઠવાડિયે ભારતની મુલાકાતે આવ્યા હતા. ભારતીય નૌકાદળ દ્વારા જાહેર કરેલા એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.

બંને નૌકાદળ વચ્ચે દરિયાઈ ક્ષેત્રમાં સહયોગ વધારવાના માર્ગો પર વિચારણા કરવામાં આવી

આ દરમિયાન રીઅર એડમિરલ અલ રહાબીએ વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ વાઈસ એડમિરલ અજેન્દ્ર બહાદુર સિંઘને મળ્યા અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરી. નિવેદન અનુસાર બંને પક્ષોએ બંને નૌકાદળો વચ્ચે દરિયાઈ ક્ષેત્રમાં સહયોગ વધારવાના માર્ગો પર ધ્યાન આપ્યું. પ્રતિનિધિમંડળે મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડની પણ મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો: ડોનેટ્સક અને લુહાન્સ્કની ‘સ્વતંત્રતા’ પર ગુસ્સે થયા UN ચીફ, કહ્યું રશિયાએ યુક્રેનની પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન કર્યું

આ પણ વાંચો: સામંથ રૂથ પ્રભુને સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા પૂછવામાં આવ્યો એવો સવાલ કે ભડકી ગઇ એક્ટ્રેસ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati