UAPA અંતર્ગત ભારતે પાકિસ્તાનમાં હાજર સાત આતંકીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો આ નિર્ણયથી પડોશી દેશનું કેટલું થશે નુક્સાન

ગૃહમંત્રી અમિત શાહના (Amit Shah) નેતૃત્વમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પાકિસ્તાનમાં હાજર સાત આતંકવાદીઓ પર ગેરકાનૂની ગતિવિધિઓ (નિવારણ) કાયદા હેઠળ પ્રતિબંધ મૂક્યો છે. છેલ્લા પખવાડિયામાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

UAPA અંતર્ગત ભારતે પાકિસ્તાનમાં હાજર સાત આતંકીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો આ નિર્ણયથી પડોશી દેશનું કેટલું થશે નુક્સાન
પ્રતિકાત્મક તસવીર
TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Apr 20, 2022 | 3:38 PM

ગૃહમંત્રી અમિત શાહના (Amit Shah) નેતૃત્વમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પાકિસ્તાનમાં હાજર સાત આતંકવાદીઓ પર ગેરકાનૂની ગતિવિધિઓ (નિવારણ) કાયદા હેઠળ પ્રતિબંધ મૂક્યો છે. છેલ્લા પખવાડિયામાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી દ્વારા ભારતે ફરી એકવાર તેના આતંકવાદ વિરોધી સંકલ્પને મજબૂત બનાવ્યો છે. CID અને જમ્મુ-કાશ્મીર પોલીસની ભલામણો પર UAPA હેઠળ આ આતંકવાદીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ તમામ આતંકવાદીઓ પાકિસ્તાનમાં (Pakistan) હાજર છે. પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો લાંબા સમયથી ભારત વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે. પરંતુ સેના તેમને જડબાતોડ જવાબ આપી રહી છે.

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા યુએપીએ હેઠળ પ્રતિબંધિત આતંકવાદીઓમાં સજ્જાદ ગુલ, આશિક અહેમદ નેંગરો, મુશ્તાક અહેમદ ઝરગર ઉર્ફે લતરામ, અર્જુમંદ ગુલઝાર જાન ઉર્ફે હમઝા બુરહાન, અલી કાશિફ જાન, મોહિઉદ્દીન ઔરંગઝેબ આલમગીર અને હાફિઝ તલ્હા સઈદ. આ ઉપરાંત મંત્રાલયે UAPA હેઠળ કુલ 38 પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. તે જ સમયે આજે સવારે સજ્જાદ ગુલ અને અલ-બદરના વડા અર્જુમંદ ગુલઝાર જાન પર UAPA હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ આતંકવાદી સંગઠન પુલવામામાં પોતાનો પગપેસારો કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું.

આ માટે સરકાર ડેટાબેઝ તૈયાર કરી રહી છે

નોર્થ બ્લોકના ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘાટીમાં સક્રિય પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓનો ડેટાબેઝ તૈયાર કરવા પાછળ ઘણા કારણો છે. પહેલું કારણ એ છે કે, આ તમામ આતંકવાદીઓ પર તૈયાર ડોઝિયર તૈયાર કરવામાં આવી રહ્યું છે જેથી કરીને ભારત આ મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર અને સંબંધિત દેશો સમક્ષ ઉઠાવી શકે. બીજું કારણ એ છે કે આ નિયુક્ત આતંકવાદીઓના સાથીઓ હવે ઘાટીમાં સેનાથી ડરશે, કારણ કે, તેઓ પાકિસ્તાની જેહાદી જૂથોને સમર્થન આપવા માટે નિશાન બનાવવામાં આવશે. આવી સ્થિતિમાં તેઓ કાયદાની કડક તપાસ હેઠળ આવશે. ત્રીજું કારણ એ છે કે, આ આતંકવાદીઓ અને તેમના સહયોગીઓ દ્વારા હસ્તગત કરવામાં આવેલી મિલકતો જપ્ત કરવામાં આવશે જો તેઓ આતંકવાદી ભંડોળ અથવા અપરાધની આવક સાથે સંકળાયેલા હોવાનું જણાયું.

ચોથું કારણ એ છે કે, આ ડેટા ફાઇનાન્શિયલ ટાસ્ક એક્શન ફોર્સ (FATF)ને બતાવવામાં આવશે, જેથી કરીને કહી શકાય કે પાકિસ્તાન કાશ્મીર અને અંતરિયાળ વિસ્તારોમાં કાર્યરત ભારત વિરોધી જેહાદીઓને આશ્રય અને મદદ આપવાનું કામ કરી રહ્યું છે. પાકિસ્તાન પહેલાથી જ FATFની ગ્રે લિસ્ટમાં છે. જેના કારણે તેની અર્થવ્યવસ્થા પર પણ અસર પડી છે. UAPAની યાદી જૂનમાં પેરિસમાં યોજાનારી બેઠકમાં જણાવશે કે પાકિસ્તાન કેવી રીતે ભારત વિરુદ્ધ જેહાદ ફેલાવી રહ્યું છે અને આતંકવાદીઓને સમર્થન આપી રહ્યું છે.

આ પણ વાંચો: શિક્ષકનો સેવાયજ્ઞ : આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસ છોડનાર દીકરીઓને ઘરે ઘરે જઈ આપી રહ્યા છે શિક્ષણ

આ પણ વાંચો: દુબઇ અને અબુધાબીમાં નોકરી કરવાનું તમારું સપનું થશે સાકાર, વિઝા અને નાગરિકતાના નિયમો સરળ બનાવાયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati