Breaking News : ભારતનો વધુ એક ગદ્દાર પકડાયો, ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને આપી રહ્યો હતો માહિતી, જુઓ Video
પંજાબ પોલીસે ગગનદીપ સિંહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે, જે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે સંકળાયેલો હતો અને ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતો. તેનો સંબંધ ખાલિસ્તાની આતંકવાદી ગોપાલસિંહ ચાવલા સાથે પણ હતો.

ભારત વિરુદ્ધ દેશદ્રોહી પ્રવૃત્તિમાં સંડોવાયેલા વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પંજાબ પોલીસે કાર્યવાહી કરતાં આરોપીને પકડ્યો છે. માહિતી મુજબ, આરોપી ગગનદીપ સિંહ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે સતત સંપર્કમાં હતો અને ભારતની સેના સંબંધિત ગુપ્ત માહિતી વહેંચતો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપીનો સંબંધ ખાલિસ્તાની આતંકવાદી ગોપાલસિંહ ચાવલા સાથે પણ હતો, જે છેલ્લા પાંચ વર્ષથી પાકિસ્તાનમાં છે. ગગનદીપે ચાવલા મારફતે પીઆઈઓ (પાકિસ્તાન ઈન્ટેલિજન્સ ઓપરેટિવ્સ) સાથે સંપર્ક સાધ્યો હતો અને ભારતમાં રહેલા કેટલાક સૂત્રો દ્વારા તેને આ પીઆઈઓ પાસેથી ચુકવણી પણ મળી હતી.
पंजाब के तरनतारन से एक और पाकिस्तानी जासूस गिरफ्तार #Punjab #Spy | @anjali_speak pic.twitter.com/q8HAnzJKLA
— TV9 Bharatvarsh (@TV9Bharatvarsh) June 3, 2025
મીડિયા રિપોર્ટ મુજબ, ગગનદીપે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતની સેનાની ગતિવિધિઓ, મહત્વપૂર્ણ સેનાક્ષેત્રો અને તૈનાત દળોની માહિતી પાકિસ્તાન સાથે શેર કરી હતી. તેની પાસે મોબાઇલ ફોનમાંથી સંવેદનશીલ માહિતી પણ મળ્યા છે, જે તે પાકિસ્તાની એજન્ટો સુધી પહોંચાડતો હતો. અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે ગગનદીપ સિંહના ISI સાથેના 20થી વધુ સંપર્કો હતા.
હાલમાં પંજાબ પોલીસ આ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આરોપી પાસેથી મળેલી માહિતીના આધારે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.