અવકાશમાંથી ભારતીયો માટે આવી સ્વતંત્રતા દિવસની શુભકામના, અવકાશમાં ત્રિરંગો જોઈ ભારતીયો થયા ભાવુક

અવકાશમાંથી (space) કેટલીક શુભકામના અને ચોંકાવનારા ફોટોઝ આવ્યા હતા. જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ (Viral Photos) થયા હતા.

અવકાશમાંથી ભારતીયો માટે આવી સ્વતંત્રતા દિવસની શુભકામના, અવકાશમાં ત્રિરંગો જોઈ ભારતીયો થયા ભાવુક
triranga hoisted high in spaceImage Credit source: twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2022 | 6:36 PM

ભારતમાં આજે સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ભારત સહિત દુનિયામાં અલગ અલગ દેશોમાં રહેતા ભારતીયોએ પણ હર્ષો ઉલ્લાસથી કરી હતી. હર ઘર તિરંગા અભિયાનને કારણે ચારે તરફ ત્રિરંગના રંગો છવાય ગયા હતા. ભારતીયોના ઘરો, દુકાનો, ઓફિસો, સાઈકલ, ગાડી, બાઈક, ભારતના ઐતિહાસિક સ્થળો, નદી પરના ડેમો, મંદિરો વગેરે ત્રિરંગાના રંગે રગાયા હતા. ચારે તરફ આ વર્ષે દેશભક્તિનો માહોલ હતો. નાનાથી લઈને મોટા વડીલ સુધી દરેકે આ સ્વાતંત્રતા દિવસને હર્ષો ઉલ્લાસથી ઉજવીને દેશની આઝાદી માટે શહીદ થનારા લોકોને યાદ રહ્યા હતા. આ બધા વચ્ચે અવકાશમાંથી (space) કેટલીક શુભકામના અને ચોંકાવનારા ફોટોઝ આવ્યા હતા. જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ (Viral Photos) થયા હતા.

અવકાશમાંથી ભારતીયો માટે એક ખાસ મેસેજ આવ્યો હતો. આ મેસેજ ભારતની આઝાદીના અવસરે શુભકામના માટે હતો. આ ઉપરાંત અવકાશમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગો અવકાશમાં લહેરાયો હતો. અવકાશમાં ભારતના સ્વતંત્રતા દિવસે ભારતીયો માટે કરવામાં આવેલી આ ખાસ વસ્તુને કારણે ભારતીયો ગદગદ થયા હતા. લોકો એ વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયા પર ખુબ શેર કર્યા છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

અવકાશમાંથી ભારતીયો માટે આવ્યો ખાસ મેસેજ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન આ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)ના સભ્યો દ્વારા મોકલવામાં આવેલ વીડિયો મેસેજ ટ્વિટર પર શેર કર્યો હતો. યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)ના અવકાશયાત્રી સામન્થા ક્રિસ્ટોફિરેટીએ ભારતને સ્વતંત્રતાના 75 વર્ષ માટે ભારતીયોને અભિનંદન આપ્યા હતા. તેણે ભારતની સ્પેસ એજન્સી ISROને પણ નાસાને સતત સહકાર આપવા બદલ આભાર માન્યો હતો.

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ત્રિરંગો

ભારતીય-અમેરિકન અવકાશયાત્રી રાજા ચારીએ પણ ભારતને સ્વતંત્રતા દિવસના અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે “નાસા અને ઈસરોનો સહયોગનો લાંબો ઈતિહાસ છે, જે અવકાશ યુગના શરૂઆતના દિવસોમાં જ્યારે નાસાએ ઈસરો સાથે ભારતમાં રોકેટના અવાજ પર કામ કર્યું હતું. સહયોગ આજે પણ ચાલુ છે કારણ કે અમે સંયુક્ત અવકાશ અને પૃથ્વી વિજ્ઞાન મિશન પર કામ કરીએ છીએ.” રાજા ચારી હાલમાં 6 મહિના ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહ્યા હતા. તેમણે ફોટો શેર કર્યા છે જેમાં દેખાય રહ્યુ છે કે, સ્પેસ સ્ટેશનમાં એક ત્રિરંગો છે અને પાછળ પૃથ્વી દેખાય રહી છે. આ તમામ નજારા ભારતીયોને ગર્વ અપાવે એવા હતા.

અવકાશમાં લહેરાયો ભારતનો ત્રિરંગો

દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસરે સ્પેસ કિડ્સ ઈન્ડિયાએ અવકાશની નજીક 30 કિમીની ઉંચાઈ પર ભારતીય ધ્વજ ફરકાવ્યો હતો. આ રીતે 76માં સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ખાસ રીતે કરવામાં આવી હતી. સ્પેસ કિડ્સ ઈન્ડિયાએ તેનો વીડિયો પણ જાહેર કર્યો છે. સંગઠનનું કહેવું છે કે, તે તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓના સન્માન માટે અવકાશમાં ત્રિરંગો લહેરાવ્યો છે અને તે લોકો માટે પણ છે જેઓ ભારતને ગૌરવ અપાવવા માટે દરરોજ સખત મહેનત કરી રહ્યા છે. સ્પેસ કિડ્સ ઈન્ડિયા એ એરોસ્પેસ સંસ્થા છે જે દેશ માટે યુવા વૈજ્ઞાનિકોનું સર્જન કરે છે.  

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">