Independence Day: 15 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન માટે લાલ કિલ્લા પર જમીનથી લઈને આકાશ સુધી આવી છે તૈયારી

|

Aug 14, 2022 | 1:13 PM

પોલીસના (Police) જણાવ્યા અનુસાર લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં લગભગ 7 હજાર મહેમાનો હાજરી આપશે. લાલ કિલ્લાની આસપાસ 10,000 થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

Independence Day: 15 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન માટે લાલ કિલ્લા પર જમીનથી લઈને આકાશ સુધી આવી છે તૈયારી
Red Fort - Delhi

Follow us on

આખો દેશ 75માં સ્વતંત્રતા દિવસની (Independence Day) ઉજવણી માટે તૈયાર છે. 15 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) રાજધાની દિલ્હીના લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને સંબોધિત કરશે. આ માટે લાલ કિલ્લા અને તેની આસપાસ બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલા આતંકવાદી હુમલાની ધમકીને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અધિકારીઓએ લાલ કિલ્લામાં કાર્યક્રમો અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

વડાપ્રધાન માટે સુરક્ષા વ્યવસ્થા

પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવશે અને રાષ્ટ્રને સંબોધિત કરશે. આ દરમિયાન વિશ્વભરમાંથી ઘણા VIP/VVIP, NCC કેડેટ્સ અને અન્ય વિશેષ આમંત્રિતો, આ કાર્યક્રમમાં જનતાની સાથે ઉપસ્થિત રહેશે. સુરક્ષા ટુકડી VVIP કાફલા માટે પસાર થવાની ખાતરી કરશે અને અનિચ્છનીય ઘટનાઓને અટકાવશે. આ સાથે શાંતિપૂર્ણ કાર્યક્રમ માટે ભીડને કાબૂમાં રાખવા માટેના પગલાં પણ લેવામાં આવ્યા છે. આ સિવાય કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કોવિડ-19 પ્રોટોકોલ પણ લાગુ કરવામાં આવશે. આ સાથે લાલ કિલ્લાની આસપાસના 5 કિલોમીટરની ત્રિજ્યામાં એરસ્પેસને પણ ચિહ્નિત કરવામાં આવી છે.

10,000થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત

સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને, લાલ કિલ્લાના પ્રવેશદ્વાર પર ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ (FRS) સાથે કેમેરા લગાવવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં લગભગ 7 હજાર મહેમાનો હાજરી આપશે. લાલ કિલ્લાની આસપાસ 10,000 થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

5 કિમી વિસ્તાર ‘નો કાઈટ ફ્લાઈંગ ઝોન’

દિલ્હી પોલીસે ડ્રોન અને યુએવી વગેરેના કોઈપણ સંભવિત ખતરાનો સામનો કરવા માટે લાલ કિલ્લા વિસ્તારમાં ટેરેસ અને અન્ય સંવેદનશીલ સ્થળો પર 400 થી વધુ પતંગ અથવા ઉડનારી અન્ય વસ્તુઓને પકડવા માટે લોકોને તૈનાત કર્યા છે. લાલ કિલ્લાની આસપાસના પાંચ કિલોમીટરના વિસ્તારને ત્રિરંગો ફરકાવાય ત્યાં સુધી ‘નો કાઈટ ફ્લાઈંગ ઝોન’ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો છે.

7 હજાર મહેમાનો હાજરી આપશે

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) અને અન્ય સુરક્ષા એજન્સીઓએ પણ ‘એન્ટી-ડ્રોન સિસ્ટમ’ ગોઠવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, લાલ કિલ્લામાં અને તેની આસપાસ હાઈ-એન્ડ સુરક્ષા કેમેરા લગાવવામાં આવ્યા છે અને તેમના ફૂટેજ પર ચોવીસ કલાક નજર રાખવામાં આવશે. આ વખતે આમંત્રિત મહેમાનોની સંખ્યા વધીને સાત હજાર થઈ છે.

Published On - 1:13 pm, Sun, 14 August 22

Next Article