જમ્મુ કાશ્મિરના (Jammu and Kashmir)પુલવામાં બે વર્ષ પૂર્વે આજના દિવસે થયેલા આત્મધાતી હુમલામા, કેન્દ્રીય રીઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના 40 જવાનો શહીદ થયા હતા. દક્ષિણ કાશ્મિરના પુલવામાં થયેલા આ હિંચકારા હુમલામાં શહીદ થયેલા CRPFના 40 જવાનોની યાદ આજે પણ દેશવાસીઓના દિલમાં તાજી છે. જે ક્યારેય ભૂલી નહી શકે અને તેના બદલારૂપે, ભારતીય સૈન્યે પાકિસ્તાનના બાલાકોટમાં ઘરમાં ઘૂસીને કરેલા હુમલાને કાયમ યાદ રાખશે.
બે વર્ષ પૂર્વે 14મી ફેબ્રુઆરી 2019ના રોજ બપોરના 3 વાગ્યાની આસપાસ, દક્ષિણ કાશ્મિરમાં પુલવામાંથી પસાર થઈ રહેલા અર્ધલશ્કરી દળના કાફલા ઉપર પાકિસ્તાન સ્થિત જૈશ એ મહોમદના આતંકવાદીઓએ આત્મધાતી હુમલો કર્યો હતો. મોટીમાત્રામાં વિસ્ફોટ ભરેલ કાર CRPFના જવાનોને લઈને જતી બસ સાથે ટકરાવીને હુમલો કર્યો હતો. જેમાં 40 જવાનો શહીદ થયા હતા. આ ઘટનાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો. એ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, કહ્યુ હતું કે, મારા દિલમાં પણ એવી જ આગ ભડકી રહી છે જેવી તમારા દિલમાં છે. તમામ આસુઓનો બદલો લેવામાં આવશે. આ નિવેદન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં દેશની સેનાએ, પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકવાદી કેમ્પનો સફાયો કર્યો હતો.
Pulwama Attack || India Remembers || 🙏🏻#PulwamaTerrorAttack #Kashmirrejectsterrorism @adgpi @NorthernComd_IA @SWComd_IA pic.twitter.com/obIcfDk1dl
— Chinar Corps🍁 – Indian Army (@ChinarcorpsIA) February 14, 2021