આગામી 15 દિવસમાં રોજના 3 લાખ રેમડેસિવીર ઈન્જેકશન તૈયાર થશેઃ મનસુખ માંડવિયા

સરકાર રેમડેસિવીર ઈન્જેકશનના ( remdesivir injections) ઉત્પાદનમાં વધારો કરવા અને તેના ભાવ પણ ઘટાડવા કામ કરે છે. હાલ રોજના દોઢ લાખ રેમડેસિવીર ઈન્જેકશનનું (remdesivir injections ) ઉત્પાદન થાય છે.

  • Bipin Prajapati
  • Published On - 14:54 PM, 18 Apr 2021
આગામી 15 દિવસમાં રોજના 3 લાખ રેમડેસિવીર ઈન્જેકશન તૈયાર થશેઃ મનસુખ માંડવિયા
આગામી 15 દિવસમાં રોજના 3 લાખ રેમડેસિવીર ઈન્જેકશનનું ઉત્પાદન કરાશેઃ મનસુખભાઈ માંડવિયા

કેન્દ્રીય રસાયણ અને ખાતર વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન મનસુખ મંડવીયાએ ( Mansukh Mandaviya ) જણાવ્યું હતું કે, આગામી 15 દિવસમાં રોજ રેમેડેસીવીરના (Remdesivir ) 3 લાખ ઇન્જેક્શન તૈયાર કરવામાં આવશે. માંડવીયાએ જણાવ્યું હતું કે હાલના 20 ઉત્પાદન પ્લાન્ટ ઉપરાંત 20 વધુ પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે.
કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું કે, રેમેડિસવીર ઈન્જેકશનની ( remdesivir injections ) કિંમત ઘટાડવા માટે તમામ કંપનીઓ સાથે વાતચીત કરવામાં આવી. જે બાદ તમામ કંપનીઓએ તેનો રિટેલ ભાવ ઓછા કરી દીધો છે.

દેશમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસ વચ્ચે કેન્દ્રએ મોટો નિર્ણય લીધો છે અને રીમડેસિવીર ઇન્જેક્શનના ( Mansukh Mandaviya  )ભાવમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કંપનીઓએ સરકારના કહેવાથી ભાવમાં 70 ટકા જેટલો ઘટાડો કર્યો છે. અગાઉ સરકારે વધતી માંગને ધ્યાનમાં રાખીને રેમેડિસવીર ઈન્જેક્શનનું ઉત્પાદન વધારવાનો નિર્ણય લીધો હતો.

રસાયણ અને ખાતર વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન મનસુખ માંડવીયાએ ટિવટર દ્વારા ટિવટ કરીને લોકોને જાણ કરી છે કે, “સરકારની દખલને કારણે રેમેડેસિવીર ઈન્જેકશનના ભાવ ઘટાડવામાં આવ્યા છે.” હું ડ્રગ કંપનીઓનો આભારી છું કે તેઓએ કોવિડ 19 રોગચાળો સામે લડવામાં સરકારને ટેકો પૂરો પાડ્યો છે.

એનપીપીએ (નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસીંગ ઓથોરિટી) દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, કેડિલાએ ( Cadila) રેમડેક ( રિમડેસિવીર 100 મિલિગ્રામ) ના ઈંજેક્શનની કિંમત રૂ 2,800 થી ઘટાડીને રૂ .899 કરી દીધી છે. એ જ રીતે સિંજેન ( Syngen International) ઇન્ટરનેશનલ દ્વારા રેમવિન નામથી વેચવામાં આવતી દવાઓની કિંમત 3950 રૂપિયાથી ઘટાડીને પ્રતિ યુનિટ દીઠ રૂ. 2,450 કરવામાં આવી છે.

હૈદરાબાદની ડો રેડ્ડીઝ લેબ ( Dr. Reddy’s Lab )દ્વારા બનાવાયેલ ઈન્જેકશન રેડીક્સ નામથી વેચવામાં આવે છે. જે હવે 5,400 રૂપિયાથી ઘટાડીને 2,700 રૂપિયા કરી દીધા છે. તેવી જ રીતે, સિપ્લાની ( Cipla) ડ્રગ સિપ્રેમી હવે 3,000 રૂપિયા થઈ ગઈ છે. તે પહેલાં 4,000માં વેચવામાં આવતી હતી.

માયલેને( Milene) તેની બ્રાન્ડની ડ્રગની કિંમત 4,800 રૂપિયાથી લઇને 3,400 રૂપિયા કરી છે અને જ્યુબિલેંટ જેનેરીક્સે ( Jubilant Generics) તેની દવાનો દર યુનિટદીઠ ઘટાડીને રૂ. 3,400 કરી દીધો છે. જે અગાઉ રૂ. 4,700 વેચાણ કરવામાં આવતુ હતું. એ જ રીતે, હેટ્રો હેલ્થકેરે ( Hetro Healthcare) આ દવાના ભાવ રૂ .5,400 થી ઘટાડીને રૂ 3,490 કરી છે. તે તેને કોવિફર બ્રાન્ડ નામથી દવા બજારમાં વેચે છે.