રાષ્ટ્રીય મુદ્દા પર રાહુલ ગાંધીની બોલતી બંધ કરી દેનારા સિદ્ધાર્થ વર્મા દુનિયાભરમાં થયા ફેમસ, જાણો કોણ છે આ અધિકારી

રાષ્ટ્રીય મુદ્દા પર રાહુલ ગાંધીની બોલતી બંધ કરી દેનારા સિદ્ધાર્થ વર્મા દુનિયાભરમાં થયા ફેમસ, જાણો કોણ છે આ અધિકારી
Rahul gandhi and Siddharth verma (File)
Image Credit source: twwiter

લંડનના કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને જવાબ આપનાર સિદ્ધાર્થ વર્મા (Siddharth Varma) વર્ષ 2015 બેંચના આઈઆરટીએસ અધિકારી ( IRTS OFFICER) છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં સ્કોલરશિપ મેળવી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા આવ્યા હતા.

TV9 GUJARATI

| Edited By: Pinak Shukla

May 28, 2022 | 10:50 AM

 Siddharth Verma :  લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ( University Of Cambridge) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને (Rahul gandhi) રાષ્ટ્ર અને રાજ્યના મુદ્દા પર સવાલ જવાબ પૂછીને દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચનાર સિદ્ધાર્થ વર્મા લખનઉમાં રેલ્વે ઓફિસર છે. સિદ્ધાર્થ વર્માએ (Siddharth verma) મે 2020માં કોરાના મહામારીને કારણે થયેલા સંપૂર્ણ લોકડાઉન પછી શરુ થયેલી શ્રમિક સ્પેશ્યલ ટ્રેનોથી દેશભરના શ્રમિકોને તેમના ઘર સુધી સુરક્ષિત પહોંચાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. તે સમયે સિદ્ધાર્થ વર્મા ઉત્તર રેલ્વે લખનઉ મંડળમાં સહાયક પરિચાલન પ્રબંધકના પદ પર હતા.

કોણ છે સિદ્ધાર્થ વર્મા ?

સિદ્ધાર્થ વર્મા વર્ષ 2015 બેંચના આઈઆરટીએસ અધિકારી ( IRTS OFFICER) છે. હરદોઈ રોડ સ્થિત ભારતીય રેલ્વે પરિવહન પ્રબંઘન સંસ્થામાંથી પ્રશિક્ષણ મેળવ્યાં પછી તેમને વારાણસીમાં જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારબાદ તેમને લખનઉમાં સહાયક પરિચાલન પ્રબંધકની જવાબદારી આપવામાં આવી. કોરાનાકાળમાં સંપૂર્ણ લોકડાઉન પછી શ્રમિક સ્પેશ્યલ ટ્રેેનો શરુ થઈ ત્યારે ગૃહ મંત્રાલય તરફથી બનાવવામાં આવેલા કંટ્રોલ રુમના પ્રભારી સિદ્ધાર્થ વર્માને બનાવવામાં આવ્યા હતા.

રોજ હજારો લોકોને યુપીના અલગ અલગ ભાગ સુધી પહોંચાડવામાં સિદ્ધાર્થ વર્માએ મહત્ત્વનો ભાગ ભજવ્યો. સિદ્ધાર્થ વર્માનો પરિવાર અલીગંજમાં રહે છે. તેમના પિતા ડોક્ટર છે. સિદ્ધાર્થ વર્માનું લખનઉમાં જ મંડળ પરિચાલન પ્રબંધકના પદ પર પ્રમોશન થયું હતું. તે દરમિયાન ગયા વર્ષે તે સ્કોલરશીપ મેળવી લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણવા માટે ગયા હતા.

આ રીતે કરી રાહુલ ગાંધીની બોલતી બંધ

સિદ્ધાર્થ વર્માએ પોતાની ટ્વિટર પર રાહુલ ગાંધી સાથેના પોતાના સંવાદનો વીડિયો શેર કર્યો છે. તેમણે લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીને તેમના ‘ભારત રાષ્ટ્ર નહીં પણ રાજ્યોનો સંઘ છે’ વાળા નિવેદન પર સવાલ કર્યો હતો. રાહુલ ગાંધી એ વાત પર જોર આપી રહ્યાં હતા કે ભારત રાષ્ટ્ર નહીં પણ રાજ્યો વચ્ચે થયેલી સમજુતીનું પરિણામ છે.

તે વીડિયોમાં સિદ્ધાર્થ વર્મા કહે છે કે, તમે આ નિવેદન આપીને સંવિધાનના અનુંચ્છેદ 1 ને યાદ કર્યું છે જેમા કહેવામાં આવ્યું છે કે ભારત રાજ્યોનો સંઘ છે. પણ જો તમે એક પેજ આગળ જશો અને પ્રસ્તાવના વાંચશો, તેમાં લખ્યું છે કે ભારત એક રાષ્ટ્ર છે. ભારત દુનિયાની સૌથી જૂની જીવિત સભ્યતા છે. અને આ શબ્દો વેદોમાં પણ છે. સિદ્ધાર્થ વર્માએ તક્ષશિલામાં ચાણક્ય અને તેના છાત્રો વચ્ચે થયેલા સંવાદની પણ વાત કરી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati