કાનમાં Earphone લગાવતા પહેલા થઈ જાઓ સાવધાન! Earphone બ્લાસ્ટે લઈ લીધો યુવકનો જીવ

રાજસ્થાનના ઉદયપુરીયા ગામમાં એક યુવકના કાનમાં લગાવેલું બ્લૂટૂથ ઇયરફોન અચાનક જોરદાર ધડાકા સાથે ફૂટ્યું હતું. બાદમાં સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થતા ચારે બાજુ ચકચાર થઇ જવા પામ્યો છે.

કાનમાં Earphone લગાવતા પહેલા થઈ જાઓ સાવધાન! Earphone બ્લાસ્ટે લઈ લીધો યુવકનો જીવ
In jaipur, the young boy died due to the explosion of the earphone in the ear

ઈયરફોન અને બ્લૂટૂથ આજકાલ દરેકના ગળા અને કાનમાં જોવા મળે છે. પરંતુ તાજેતરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનમાં એવી ઘટના બની જેણે સૌને હચમચાવી દીધા છે. જો તમે પણ તમારા કાનમાં બ્લૂટૂથ ઇયરફોન લગાવો છો, તો તમારે પણ હવે સાવચેત રહેવું જોઇએ, તમારા કાનમાં બ્લૂટૂથ ઇયરફોન ફૂટી શકે છે! ચૌમું વિસ્તારના ઉદયપુરીયા ગામમાં એક યુવકના કાનમાં લગાવેલું બ્લૂટૂથ ઇયરફોન અચાનક જોરદાર ધડાકા (explosion of the earphone) સાથે ફૂટ્યું.

અહેવાલો અનુસાર યુવક કાનમાં ઈયરફોન લગાવીને વાત કરી રહ્યો હતો. એવામાં ઈયરફોન ફૂટતા યુવકના બંને કાન ઘાયલ થઇ ગયા હતા, યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં શહેરની સિદ્ધિ વિનાયક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું. નાની ઉંમરના આ યુવક મૃતકની ઓળખ ચૌમુના ઉદેપુરીયા ગામના રહેવાસી પ્રકાશ નાગરના પુત્ર રાકેશ નાગર તરીકે થઈ છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચર્ચાઓ ફેલાઈ ગઈ છે.

હોસ્પિટલના ડોક્ટર એલએન રુંડલાએ જણાવ્યું કે મૃતકે તેના કાનમાં ઇયરફોન લગાવ્યા હતા. અચાનક ઈયરફોન ધડાકા સાથે ફૂટ્યા અને યુવક બેભાન થઇ ગયો. આ બાદ તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું. દેશમાં કદાચ આવો પ્રથમ કેસ છે. કે આ રીતે ઈયરફોન કોઈને કાનમાં ફૂટ્યું હોય અને જેને કારણે યુવકનો જીવ ગયો હતો. ડોકટરે જણાવ્યું છે કે યુવકનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હોઇ શકે છે. તે જ સમયે, સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર યુવક તેના ઘરે ઇયરફોન લગાવીને લેપટોપમાં કામ કરી રહ્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે આ કામ કરતા દરમિયાન અચાનક લાઈટ જતી રહી. પરંતુ જ્યારે લાઈટ આવી ત્યારે ધડાકો થયો અને યુવકને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવો પડ્યો. નાની વયે અકાળે મોત થતા યુવાનના પરિવારજનો શોકાતુર બન્યા છે.

 

આ પણ વાંચો: Maharashtra: બાંદ્રા મહારાષ્ટ્રનો પ્રથમ કોવિડ -19 મુક્ત જિલ્લો બન્યો, અંતિમ કોરોના દર્દીને હોસ્પિટલમાંથી અપાઈ રજા

આ પણ વાંચો: સારા અલી ખાને માત્ર 2 મિનિટમાં કરાવ્યા ભારત દર્શન, વિડીયો જોઈને તમે પણ કહેશો ‘અરે વાહ’!

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati