AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિલ્હીમાં પ્રદૂષણ ઘટતા સરકારે આપી રાહત, બાંધકામ શરૂ કરવા આપી પરવાનગી

દિલ્હીના પર્યાવરણ મંત્રીએ જણાવ્યુ કે, ''નિયમોનું પાલન ન કરનારને દંડ ફટકારવામાં આવશે, બાદમાં નોટિસ આપવામાં આવશે.'' તેમણે કહ્યું કે, ''કામદારોને પડી રહેલી મુશ્કેલીઓને કારણે બાંધકામના કામો ખોલવામાં આવી રહ્યા છે.''

દિલ્હીમાં પ્રદૂષણ ઘટતા સરકારે આપી રાહત, બાંધકામ શરૂ કરવા આપી પરવાનગી
Air Pollution
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 7:51 PM
Share

દિલ્હી (Delhi)માં હવા પ્રદૂષણ(Air pollution) સતત વધતુ રહે છે. જો કે પ્રદૂષણ (Pollution)ને અંકુશમાં લેવા માટે દિલ્હીના તંત્ર દ્વારા વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા અને પવનની દિશા બદલાવાને કારણે પ્રદૂષણના સ્તર (Levels of pollution)માં સુધારો થયો છે. પ્રદૂષણ અંગે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે લીધેલા પગલાથી પ્રદૂષણમાં ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે 4 નવેમ્બરથી દિલ્હીની અંદર પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. AQI 600 પર પહોંચી ગયો હતો. જેને લઈને તંત્રએ પગલા ભરતા હાલ પ્રદૂષણમાં થોડી રાહત છે.

પર્યાવરણ મંત્રીનું નિવેદન

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે વધુમાં કહ્યું કે “આજે, ગઈકાલની સરખામણીમાં આનંદ વિહારમાં લગભગ 101 AQI ઘટ્યો છે. ઘણી જગ્યાએ દિલ્હીમાં AQIનું સ્તર 300ની નીચે પહોંચી ગયું છે. જે સવારે 10 વાગ્યા સુધી નોંધાયું હતું. હવાની ગુણવત્તામાં ધીમે ધીમે સુધારો જોવા મળી રહ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે.

બાંધકામને મંજુરી

ગોપાલ રાયે વધુમાં જણાવ્યું હતું કે દિલ્હીમાં નિર્માણ કાર્ય ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની કડક દેખરેખ રાખીશું. ધૂળ નિયંત્રણ માર્ગદર્શિકાનું સખતપણે પાલન કરવાનું છે. 585 મોનિટરિંગ ટીમ બનાવવામાં આવી છે, જે સમગ્ર દિલ્હીમાં દેખરેખનું કામ કરશે”

તેમણે જણાવ્યુ કે ”નિયમોનું પાલન ન કરનારને દંડ ફટકારવામાં આવશે, બાદમાં નોટિસ આપવામાં આવશે.” તેમણે કહ્યું કે ”કામદારોને પડી રહેલી મુશ્કેલીઓને કારણે બાંધકામના કામો ખોલવામાં આવી રહ્યા છે. સરકારી કર્મચારીઓના ઘરેથી કામ 26 નવેમ્બર સુધી ચાલુ રહેશે.”

બિનજરુરી ટ્રકના પ્રવેશ પર પ્રતિબંધ

આ સાથે તેમણે વધુમાં કહ્યું કે 26 નવેમ્બર સુધી દિલ્હીમાં બિનજરૂરી ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. સીએનજી ટ્રકોને પરવાનગી આપવા અંગે વિચારણા ચાલી રહી છે, જેના માટે 24મીએ બેઠક યોજાશે અને બુધવારે વિચારણા કરીને નિર્ણય લેવાશે.

શાળા કોલેજ ખોલવા મામલે 24મીએ નિર્ણય

દિલ્હીમાં માત્ર શાળાઓના ઓનલાઈન વર્ગો ચાલુ છે. આ અંગે ગોપાલ રાયે કહ્યું કે શાળા કોલેજ ખુલ્લી રાખવી કે બંધ રાખવી તે અંગે 24 નવેમ્બરે નિર્ણય લેવામાં આવશે. જો સુધારો ચાલુ રહેશે તો ઓફિસ ખોલવા માટે પણ વિચારણા કરવામાં આવશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ વધારવા માટે દિલ્હીની DTC ક્લસ્ટર બસમાં 17 લોકો ઉભા રહીને મુસાફરી કરી શકે છે. મેટ્રોમાં 30 લોકો એક કોચમાં ઉભા રહીને મુસાફરી કરી શકે છે.

જાહેર પરિવહનનો ઉપયોગ કરવા વિનંતી

પર્યાવરણ સેવા હેઠળ 1000 CNG બસ ભાડે લેવામાં આવી છે. સામાન્ય લોકો પણ આ બસોમાં ડીટીસીની સુવિધા લઈ શકશે. બસમાં પર્યાવરણ બસ સેવા લખવામાં આવશે. દિલ્હીમાં 31 ટકા પ્રદૂષણ દિલ્હીના સ્ત્રોતોમાંથી થાય છે, જેમાંથી 50 ટકા વાહનોનું પ્રદૂષણ છે. લોકોને વધુમાં વધુ જાહેર પરિવહનનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.

વાહનો જપ્ત કરવાની ઝુંબેશ ચાલુ રહેશે

તેમણે વધુમાં કહ્યું કે “પેટ્રોલ અને ડીઝલ વાહનોને જપ્ત કરવાની ઝુંબેશ ચાલુ રહેશે. પીયુસી સર્ટિફિકેટ ચેક કરવાની કામગીરી ચાલુ રહેશે. અત્યાર સુધીમાં 4000 લોકોના ચલણ કપાયા છે. દિલ્હીમાં ઈંધણ પર ચાલતા ઉદ્યોગ પર હજુ પણ પ્રતિબંધ છે. દિલ્હીમાં  500 ટેન્કર દ્વારા પાણી છંટકાવનું કામ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો : Punjab Assembly Election: અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, સરકાર બનશે તો મહિલાને દર મહિને 1,000 રૂપિયા આપવામાં આવશે

આ પણ વાંચો : Uttar Pradesh: સુગર મિલના ઉદ્ઘાટનમાં મંત્રી અજય મિશ્રાને મુખ્ય અતિથિ બનાવવા પર વિવાદ, રાકેશ ટિકૈતે આપી આંદોલનની ચેતવણી

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">