VVIP Security : મહિલા સીઆરપીએફ કર્મચારીઓને વીવીઆઈપી સુરક્ષા માટે સામેલ કરવામાં આવશે

પ્રથમ વખત, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)દેશના વિવિધ VVIPs ની સુરક્ષા માટે મહિલા કર્મચારીઓની રજૂ કરશે. 33 મહિલા કર્મચારીઓની પ્રથમ બેચની 10 સપ્તાહની તાલીમ ટૂંક સમયમાં શરૂ થશે.

VVIP Security : મહિલા સીઆરપીએફ કર્મચારીઓને વીવીઆઈપી સુરક્ષા માટે સામેલ કરવામાં આવશે
In a First Women CRPF Personnel to be Inducted for VVIP Security
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 2:24 PM

VVIP Security : ગૃહ મંત્રાલય તરફથી મંજૂરી મળ્યા બાદ તેમની પસંદગી થોડા દિવસો પહેલા કરવામાં આવી છે. સીઆરપીએફ ( Central Reserve Police Force ) દ્વારા મહિલા કર્મચારીઓની સંખ્યા વધારવા માટે એક એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો છે.

કેટલાક મહાનુભાવોને પ્રથમ બેચમાંથી મહિલા કર્મચારીઓ મળશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. વળી, આવનારી ચૂંટણીની સીઝનને ધ્યાનમાં રાખીને મહિલા વીવીઆઈપી ( VVIP)ને પણ પ્રાથમિકતા આપવામાં આવશે. આ મહિલા CRPF ( Central Reserve Police Force )ના જવાનોને AK-47 જેવી એસોલ્ટ રાઇફલ્સ ચલાવવાની તાલીમ પણ મળશે.

સૂત્રોએ દાવો કર્યો હતો કે પશ્ચિમ બંગાળની ચૂંટણી (West Bengal elections)ઓ દરમિયાન હિંસા જોયા બાદ, “ઉત્તરપ્રદેશની ચૂંટણીઓ પહેલા વીવીઆઇપીની સુરક્ષા માટે મહિલાઓને સામેલ કરવાનું કામ પ્રાથમિકતા આપવામાં આવ્યું હતું.” પશ્ચિમ બંગાળની ચૂંટણી દરમિયાન, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા (J. P. Nadda)સહિત કેટલાક નેતાઓ પર તેમની રેલીઓ દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મહાનુભાવો પર આવા હુમલાની આશંકા ચૂંટણી ( elections)માં રહે છે અને પાંચ રાજ્યોમાં આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ચૂંટણી થવાની છે.

ગૃહ મંત્રાલયના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, સીઆરપીએફ ( Central Reserve Police Force )પાસેથી એક યોજના માંગવામાં આવી હતી જે હાલમાં દેશના સૌથી વધુ સંખ્યામાં મહાનુભાવોને સુરક્ષા આપે છે.

સીઆરપીએફ ( CRPF )ના અન્ય એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું: “ગૃહ મંત્રાલય તરફથી મંજૂરી મળ્યા બાદ, આ મહિલા કર્મચારીઓને સામેલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તે તબક્કાવાર રીતે કરવામાં આવશે. પસંદ કરેલી મહિલાઓને પૂરતી તાલીમ મળશે. ”

સીઆરપીએફ ( Central Reserve Police Force )ના ડાયરેક્ટર જનરલ કુલદીપ સિંહે તાજેતરની બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહને પ્રસ્તાવ આપ્યો હતો જ્યારે તેઓ સીઆરપીએફની વિગતો અને તાત્કાલિક ભવિષ્યની યોજનાઓ રજૂ કરી રહ્યા હતા. યોગ્ય મંજૂરી મળ્યા પછી, વીવીઆઈપીની સુરક્ષા માટે મહિલાઓને સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતમાં નેતા (Leader)ઓ, અધિકારીઓ અથવા કોઈ શખ્સની સુરક્ષાને ખતરો જોતા તેને સરકાર અને પોલીસ દ્વારા પ્રદાન કરવામાં આવે છે. ખતરાને જોઈને જ Z+, Z, Y અથવા X કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવે છે. આ પ્રકારની સુરક્ષા મેળવનારા મોટા ભાગના લોકો કેન્દ્ર સરકારના મંત્રી, રાજ્યોના મુખ્યમંત્રી, સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટના ન્યાયાધીશ (High Court Judge), જાણીતા રાજનેતા અને કેટલાક સીનિયર બ્યૂરોક્રેટ્સ હોય છે. ભારતમાં હાલમાં 450 લોકોથી વધુને આ પ્રકારની સુરક્ષા મળે છે. તેમાંથી 15ને Z+ કેટેગરીની સુરક્ષા મળે છે.

આ પણ વાંચો : IPL 2021: બીજા તબક્કામાં 10 વિદેશી ખેલાડીઓ ડેબ્યુ કરશે, જાણો કોણ છે આ ખેલાડીઓ

આ પણ વાંચો : Namo@71 : રાહુલ ગાંધીએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કહ્યું,“Happy Birthday, Modi ji”

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">