આ ચા છે ગુણકારી: રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેનો કારગર ઉપાય, ઘરે જ બનાવો આ ખાસ ચા

આજે તમને એવી ચા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે. આ ચામાં ત્રણ વસ્તુ આદુ, લસણ અને હળદરનો ઉપયોગ કરવામાં આવે છે.

આ ચા છે ગુણકારી: રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેનો કારગર ઉપાય, ઘરે જ બનાવો આ ખાસ ચા
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: May 10, 2021 | 3:00 PM

આપણે બધા જાણીએ છીએ કે આ સમયે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી આપણા બધા માટે કેટલું મહત્વનું બની ગયું છે. આરોગ્ય નિષ્ણાતો પણ મજબૂત ઇમ્યુનિટી પર સતત ભાર આપી રહ્યા છે. માત્ર સારી ઇમ્યુનિટી જ રોગોથી આપણને સુરક્ષિત કરી શકે છે અને વાયરલ ચેપનું જોખમ ઘટાડે છે.

જોકે એક દિવસમાં રોગપ્રતિકારક શક્તિ બનાવી શકાતી નથી, પરંતુ કેટલી એવી ખાદ્ય વસ્તુઓ છે જેનાથી રોગપ્રતિકારક શક્તિ ઝડપથી મજબૂત બને છે. ઇમ્યુનિટીને વધારવાનો પ્રથમ નિયમ એ છે કે યોગ્ય પ્રકારનો ખોરાક લેવો. આજે તમને એવી ચા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે. આ ચામાં ત્રણ વસ્તુ આદુ, લસણ અને હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ આ અદભૂત ચા વિશે.

આદુ ના ફાયદા

આદુમાં સક્રિય યૌગિક જીંજરોલ હોય છે જેમાં એનાલજેસિક, શામક, એન્ટિપ્રાયરેટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. ઇમ્યુનિટી વધારવા સાથે આદુ પાચનમાં મદદ કરે છે અને સાંધાનો દુખાવો ઘટાડે છે. તે શરદી અને ફ્લૂ સામે લડવામાં પણ મદદ કરે છે.

લસણના ફાયદા

લસણ માત્ર ખાદ્યપદાર્થોનો સ્વાદ જ વધારવામાં નહીં, પરંતુ ઘણા પોષક તત્વોથી પણ સમૃદ્ધ હોય છે. લસણમાં સલ્ફરની નોંધપાત્ર માત્રા હોય છે અને તે એન્ટીબાયોટીક ગુણધર્મોથી સમૃદ્ધ હોય છે. તે પાચનમાં પ્રોત્સાહન આપે છે અને શરીરમાંથી ટોક્સીનને બહાર કાઢે છે. તે શરદી અને ફ્લૂ સામે પણ રક્ષણ આપે છે.

હળદર

હળદર ઔષધીય ગુણધર્મોને કારણે સદીઓથી વપરાય છે. હળદરમાં ઘણા પોષક તત્વો હોય છે. તેમાં કર્ક્યુમિન નામનું સક્રિય સંયોજન પણ છે, જેમાં એન્ટીઓકિસડન્ટ, બળતરા વિરોધી અને એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો છે. તે શરદી અને ઉધરસને દૂર રાખવા, પાચનમાં સુધારો કરવા, યકૃતને શુદ્ધ કરવા અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે.

આ રીતે બનાવો આદુ-લસણ અને હળદરની ચા

– લસણની બે કળીઓ

– અડધો ઇંચ આદુ

– અડધી ચમચી હળદર પાવડર

– અડધો કપ પાણી

સૌ પ્રથ હળદર, આદુ અને લસણમાં થોડું પાણી ઉમરી એણે વાટીને એનો પેસ્ટ બનાવો. તે બાદ એક વાસણમાં પાણી ઉકાળો અને ત્યારબાદ તેમાં પેસ્ટ નાખો. પછી તેને 5 મિનિટ માટે ઉકળવા દો. આ બાદ આ ચાને ગાળી લઈને એક કપમાં કાઢો. અને પછી તેમાં મધ અને લીંબુનો રસ ઉમેરો. અને આ નવા પ્રકારની ચાનો આનંદ માણો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

પાવાગઢમાં દુકાનોનુ દબાણ દૂર કરાતા યાત્રિકોને હાલાકી, પાણી વિના રઝળ્યા
પાવાગઢમાં દુકાનોનુ દબાણ દૂર કરાતા યાત્રિકોને હાલાકી, પાણી વિના રઝળ્યા
ગુજરાત યુનિવર્સિટીમાં મહિલા પ્રોફેસરનો HOD સામે માનસિક હેરાનગતિનો આરોપ
ગુજરાત યુનિવર્સિટીમાં મહિલા પ્રોફેસરનો HOD સામે માનસિક હેરાનગતિનો આરોપ
સુરેન્દ્રનગરમાં હડકાયા શ્વાને 100થી વધુ લોકોને ભર્યા બચકા- જુઓ Video
સુરેન્દ્રનગરમાં હડકાયા શ્વાને 100થી વધુ લોકોને ભર્યા બચકા- જુઓ Video
અમરેલીમાં વડલી ગામે શાળાના મધ્યાહન ભોજનના અનાજમાંથી નીકળી જીવાત- Video
અમરેલીમાં વડલી ગામે શાળાના મધ્યાહન ભોજનના અનાજમાંથી નીકળી જીવાત- Video
Monsoon: ચોમાસાના વિદાયની શરૂઆત, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત્
Monsoon: ચોમાસાના વિદાયની શરૂઆત, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત્
સ્નાતકોને ઓટોમોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 75,000થી વધુ પગાર
સ્નાતકોને ઓટોમોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 75,000થી વધુ પગાર
પૂરગ્રસ્ત વિસ્તારોમાં નાના વેપારીઓને સરકાર સહાય આપશે
પૂરગ્રસ્ત વિસ્તારોમાં નાના વેપારીઓને સરકાર સહાય આપશે
સ્નાતકોને ઓટોમેશન ક્ષેત્રમાં મળશે મહિને 1,00,000થી વધુ પગાર
સ્નાતકોને ઓટોમેશન ક્ષેત્રમાં મળશે મહિને 1,00,000થી વધુ પગાર
2 oct થી પાણી પુરવઠા બોર્ડના કોન્ટ્રાક્ટરો કરશે હડતાળ, જુઓ
2 oct થી પાણી પુરવઠા બોર્ડના કોન્ટ્રાક્ટરો કરશે હડતાળ, જુઓ
Gujarat Rain: વિજયનગર અને પોશીનામાં વરસાદ, એક કલાકમાં સવા ઈંચ વરસાદ
Gujarat Rain: વિજયનગર અને પોશીનામાં વરસાદ, એક કલાકમાં સવા ઈંચ વરસાદ