AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભૂકંપની આગાહી કરવા IIT મદ્રાસ વિકસાવી રહ્યા છે નવી રીત, ભૂકંપનો સિગ્નલ આપતા પ્રાથમિક તરંગોને શોધી લોકોને એલર્ટ કરી શકાશે

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જો આપણને ભૂકંપ સાથે સંકળાયેલા બિન-વિનાશક તરંગોના આગમન વિશે સચોટ માહિતી મળે તો તેની આગાહી કરી શકાય છે. જો કે આ માહિતી ભૂકંપના થોડા સમય પહેલા મળી જશે.

ભૂકંપની આગાહી કરવા IIT મદ્રાસ વિકસાવી રહ્યા છે નવી રીત, ભૂકંપનો સિગ્નલ આપતા પ્રાથમિક તરંગોને શોધી લોકોને એલર્ટ કરી શકાશે
earthquake (Symbolic Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 7:08 PM
Share

ભૂકંપ (Earthquake) એક એવી કુદરતી ઘટના છે કે તેની કોઈ આગાહી થઈ શકતી નથી. જેના કારણે અનેક લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે પણ હવે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), મદ્રાસના વૈજ્ઞાનિકો(Scientists)એક નવી પદ્ધતિ વિકસાવી રહ્યા છે જે ભૂકંપ(Earthquake) વિશે ચોક્કસ માહિતી પ્રદાન કરશે. તેની મદદથી ખૂબ જ ઓછા સમયમાં લોકોનો જીવ બચાવી શકાય છે.

IIT મદ્રાસના વૈજ્ઞાનિકો ભૂકંપ જેવી મોટી ઘટનાથી કેવી રીતે લોકોને પહેલેથી જ જાણ કરીને બચાવી શકાય અને ઓછુ નુકસાન થઈ શકે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો આપણને ભૂકંપ સાથે સંકળાયેલા બિન-વિનાશક તરંગોના આગમન વિશે સચોટ માહિતી મળે તો તેની આગાહી કરી શકાય છે. જો કે આ માહિતી ભૂકંપના થોડા સમય પહેલા મળશે. આ સંશોધન IIT મદ્રાસના કેમિકલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર અરુણ કે ટંગીરાલા અને પીએચડી સ્કોલર કંચન અગ્રવાલ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે.

ભૂકંપનો પહેલો સંકેત શોધી શકાશે

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભૂકંપનો પહેલો સંકેત આપતી પ્રાથમિક તરંગોને સચોટ રીતે શોધીને લોકોને સમયસર એલર્ટ કરી શકાય છે. આ પ્રાથમિક તરંગો દ્વારા ભૂકંપની આગાહી કરવામાં આવશે. આ પ્રાથમિક તરંગોને કારણે પૃથ્વી સંકોચાય છે અને ખેંચાય છે. આ તરંગોની માહિતી મળતા જ ભૂકંપની આગાહી કરવામાં આવે છે.

કેટલીકવાર તેમની સચોટ માહિતી સમય સમય પર ઉપલબ્ધ હોતી નથી. આઈઆઈટી મદ્રાસના વૈજ્ઞાનિકોએ આ તરંગોની ચોક્કસ માહિતી મેળવવાનો માર્ગ વિકસાવ્યો છે. હવે વેવ ડિટેક્ટર આવા તરંગોને વાસ્તવિક સમયમાં શોધી કાઢે છે.

ભૂકંપ થવાનું કારણ

પૃથ્વી ચાર પ્રકારના સ્તરોથી બનેલી છે. આમાં આંતરિક કોર, બાહ્ય કોર, આવરણ અને પોપડાનો સમાવેશ થાય છે. પોપડા અને આંતરિક કોર સ્તરને લિથોસ્ફિયર કહેવામાં આવે છે. તે 50 કિમીનું જાડું પડ છે, જે ઘણા ભાગોમાં વહેંચાયેલું છે. આને ટેક્ટોનિક પ્લેટ્સ કહેવામાં આવે છે. જ્યારે પણ આ ટેકટોનિક પ્લેટ્સ તેમની જગ્યાએથી ખસે છે, ત્યારે ભૂકંપના આંચકા અથવા મોટાપાયે ધરતીકંપ આવે છે.

મોટા નુકસાનથી બચી શકાશે

IIT મદ્રાસના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો ભૂકંપની જાણ 30 સેકન્ડથી 2 મિનિટ પહેલા કરવામાં આવે તો મોટા પ્રમાણમાં નુકસાનથી બચી શકાય છે. દાખલા તરીકે લોકોને એવી જગ્યાઓથી દૂર રહેવા માટે કહી શકાય કે જ્યાં ખતરો વધારે હોય, જેમ કે ન્યુક્લિયર રિએક્ટર, લિફ્ટ, મેટ્રોને માહિતી મળ્યાના થોડા જ સમયમાં બંધ કરી શકાય છે.

આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારે ED અને CBIના વડાનો કાર્યકાળ 2 વર્ષથી વધારી 5 વર્ષ કરવાનો લીધો નિર્ણય

આ પણ વાંચોઃ NZ vs AUS Live Score, T20 World Cup 2021 Final: ચેમ્પિયનનો તાજ કોના માથે જશે, ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ વચ્ચે થોડી જ વારમાં ટક્કર શરુ થશે

Follow Us
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
જન્માષ્ટમી પહેલાં પોરબંદરમાં નકલી ઘીનો પર્દાફાશ
જન્માષ્ટમી પહેલાં પોરબંદરમાં નકલી ઘીનો પર્દાફાશ
AMC ના ભ્રષ્ટાચારનો ભૂવો કે રોડ બનાવવાની નબળી ગુણવત્તા ? Video
AMC ના ભ્રષ્ટાચારનો ભૂવો કે રોડ બનાવવાની નબળી ગુણવત્તા ? Video
આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં આપેલા ઢોકળામાં નીકળી ઈયળો!
આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં આપેલા ઢોકળામાં નીકળી ઈયળો!
ઉમરગામ GIDCમાં રેડ પાડીને હિંગનો જથ્થો જપ્ત કરાયો, જુઓ Video
ઉમરગામ GIDCમાં રેડ પાડીને હિંગનો જથ્થો જપ્ત કરાયો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">